Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – ન્યૂઝ એન્કર શ્વેતા સિંહ સાત સેકન્ડના ઘરેલું ઉપાયથી ડાયાબિટીસની સારવાર સમજાવી રહ્યાં હોવાનો વીડિયો
Fact – વીડિયો ડીપફેક છે.
ન્યૂઝ એન્કર શ્વેતા સિંહ સાત સેકન્ડના ઘરેલું ઉપાયથી ડાયાબિટીસની સારવાર સમજાવી રહ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ છે.
ફેસબુક પોસ્ટનો આર્કાઇવ અહીં જુઓ.
દાવાને ચકાસવા માટે અમે ‘ન્યૂઝ એન્કર શ્વેતા સિંહ, પ્રમોટિંગ સોલ્યુશન ટુ ડાયાબિટીસ’ જેવા કીવર્ડ્સ સાથે ગૂગલ પર સર્ચ કર્યું . આ સમય દરમિયાન અમને આ દાવાની પુષ્ટિ કરતો કોઈ રિપોર્ટ મળ્યો નથી.
ધ્યાનથી સાંભળતા વીડિયોમાં શ્વેતા સિંહ દ્વારા જે વાતો કહેવામાં આવી રહી છે તે સ્ક્રિપ્ટેડ દેખાય છે. વિડિયોમાં અમે ઘણી જગ્યાએ લિપસિંક ખામીઓ પણ નોંધી. ઉપરાંત, શરીરના બાકીના ભાગોની તુલનામાં મોંનો વિસ્તાર અસ્પષ્ટ અને વિકૃત દેખાય છે. આવી સ્થિતિમાં, અમને શંકા છે કે, આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. ન્યૂઝચેકરે ભૂતકાળમાં આ પ્રકારના વીડિયોની તથ્ય-તપાસ કરી છે, જ્યાં ખોટા દાવાઓ સાથે જાણીતી વ્યક્તિઓના ડીપફેક વીડિયો વાયરલ થયા છે. આવા અન્ય ફેક્ટચેક્સ અહીં , અહીં અને અહીં વાંચો.
હવે અમે વાયરલ વિડિયોમાં AI મેનીપ્યુલેશનની તપાસ કરવા માટે તેને ‘ Misinformation Combat Alliance ‘ (MCA) ના ડીપફેક એનાલિસિસ યુનિટ (DAU)ને મોકલ્યો. ડીપફેક એનાલિસિસ યુનિટે ટ્રુમીડિયા , હિયા અને હાઈવ એઆઈના ડીપફેક ડિટેક્ટર્સ સાથે આ વિડિયો તપાસ્યો. તપાસ દરમિયાન આ વીડિયોના ઓડિયોમાં AIની મદદથી કરવામાં આવેલી છેડછાડના પૂરતા પુરાવા મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે, વિડિયોમાં સિન્થેટીક ઑડિયોનો ઉપયોગ તેમજ AIનો ઉપયોગ કરીને ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી હતી.
ટ્રુમીડિયાને વિડિયોમાં ડીપફેક, ચહેરાની ડિજિટલ છેડછાડ અને વૉઇસ મેનીપ્યુલેશનના પૂરતા પુરાવા મળ્યા છે. વધુમાં, TruMedia ને ઑડિયો ટ્રાન્સક્રિપ્ટ પણ ખૂબ જ શંકાસ્પદ જણાય છે. ડાયાબિટીસ જેવી જટિલ સમસ્યાની સારવાર માટે આવી લલચાવનારી જાહેરાત તૈયાર કરવામાં આવી છે, જેમાં 7 સેકન્ડની સરળ પદ્ધતિથી ડાયાબિટીસને હંમેશ માટે મટાડવાનો દાવો કરવામાં આવ્યો છે. TrueMedia એ નિર્ધારિત કર્યું કે, આ વિડિયોમાં વપરાયેલ ઑડિયો AI જનરેટેડ છે. Hiya ઑડિયો ડિટેક્ટરને ઑડિયોમાં AI જનરેશનના મજબૂત સંકેતો પણ મળ્યા છે. હિયા ઑડિયો ડિટેક્ટર અનુસાર, આ વીડિયોમાં અવાજ એઆઈ જનરેટેડ છે જે માત્ર 1% મનુષ્યના કુદરતી અવાજ સાથે મૅચ થાય છે. Hiveને આ વીડિયો ઘણી જગ્યાએ ડીપફેક હોવાનું પણ જાણવા મળ્યું છે.
Fact Check – યુએસ-કૅનેડાએ અમિત શાહ, ગૌતમ અદાણીની એન્ટ્રી પર રોક લગાવ્યાનો ખોટો દાવો વાઇરલ
તપાસ દ્વારા, અમે નિષ્કર્ષ પર આવ્યા છીએ કે શ્વેતા સિંઘનો ડાયાબિટીસની સાત સેકન્ડમાં સરળ ઘરગથ્થુ ઉપચારોથી સારવાર કરવા અંગેનો વિડિયો ડીપ ફેક છે.
Sources
TrueMedia.
Hive AI.
Hiya Deepfake voice detector.
(ન્યૂઝચેકર હિંદી કોમલ સિંહ દ્વારા પણ અહેવાલ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
May 17, 2025
Dipalkumar Shah
March 29, 2025
Dipalkumar Shah
March 29, 2025