Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – ગૌતમ અદાણીની યુએસમાં ધરપકડ કરવામાં આવ્યાની તસવીર.
Fact –ઇમેજ AI જનરેટેડ છે.
ભારતીય બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી , તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર યુએસમાં 250 મિલિયન ડોલરથી વધુની યોજનામાં લાંચ મામલેની કથિત સંડોવણીના આરોપો લાગ્યા છે. ભારતીય સરકારી અધિકારીઓને કૉન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવાના તેમની સામે કોર્ટમાં આરોપ લાગ્યા છે. આ ઘટનાથી અમેરિકન રોકાણકારોને પણ આની અસર થઈ છે.
યુએસ સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા એક અખબારી નિવેદનમાં જણાવાયું હતું કે, “કથિત સ્કીમ દરમિયાન અદાણી ગ્રીને યુએસ રોકાણકારો પાસેથી $175 મિલિયનથી વધુ એકત્ર કર્યા હતા અને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં એઝ્યુર પાવરના શેરનું ટ્રેડિંગ થયું હતું.”
ઉલ્લેખનીય છે કે, એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ સિરિલ કેબનેસ પણ આ કેસમાં આરોપી છે.
અદાણી અને તેના ભત્રીજા સાગર સામે યુએસ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા છે. અમેરિકી પ્રશાસન તે વોરંટ ભારતની એજન્સીઓને આ વોરંટ હેન્ડઓવર કરશે એવી પણ યોજના છે.
આ સમાચાર આવ્યા પછી તરત જ ગૌતમ અદાણીનો યુએસ પોલીસ અધિકારીઓ દ્વારા ધરપકડ દર્શાવતો કથિત ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો.
ઇન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટમાં ગૌતમ અદાણીને પોલીસ પકડીને લઈ જઈ રહી હોય એવી તસવીર પોસ્ટ કરી અને લખ્યું, “અદાણીના બધા શેરનો ભૂકો નીકળી ગયો. અમેરિકાએ ગૌતમ અદાણી સામે 2100 કરોડનું ફ્રોડ બહાર પડ્યું, ધરપકડ, વોરંટ.” (પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ)
અમને આ પોસ્ટ અમારી Whatsapp ટિપલાઇન (9999499044) પર મળી છે, અને અમને તેની હકીકત તપાસવા વિનંતી કરવામાં આવી છે.
ઉપરાંત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ Xના યુઝર @Hudhayfa_jalil એ ઇમેજ શેર કરીને દાવો કર્યો છે કે, “અદાણીની ધરપકડ થઈ છે.”
આ , આ અને આ જેવા ઘણા અન્ય યુઝર્સે ઉદ્યોગપતિ સામે ધરપકડ વોરંટની વિગતો આપતાં આ જ ફોટો શેર કર્યો હતો. આમ અન્ય ભાષામાં પણ આ ફોટો વાઇરલ થયો છે.
“આરોપો પાયાવિહોણા”, અદાણી જૂથે આરોપોને નકાર્યાં
એક નિવેદનમાં, અદાણી જૂથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા કરાયેલા આક્ષેપો પાયાવિહોણા છે અને તેને નકારવામાં આવ્યા છે.”
તેમણે ઉમેર્યું, “યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જ જણાવવામાં આવ્યું છે તેમ, “આ આરોપો છે અને જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી પ્રતિવાદીઓને નિર્દોષ માનવામાં આવે છે. આમ આ વિશે તમામ સંભવિત કાયદાકીય માર્ગ અપનાવવામાં આવશે.”
આ મામલેની તપાસ માટે અમે અહેવાલો તપાસવાની શરૂઆત કરી. જેમાં ભારતીય ઉદ્યોગપતિની કથિત ધરપકડ અંગે અમને કોઈ વિશ્વસનીય અહેવાલ મળ્યો નથી. ફોટોગ્રાફનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરતા અમે જોયું કે પૃષ્ઠભૂમિમાં (બૅકગ્રાઉન્ડમાં) લોકોના ચહેરા વિકૃત દેખાતા હતા અને એક અધિકારીને છ આંગળીઓ છે એ જોઈ શકાય છે.
ત્યારબાદ અમે ઘણા AI ડિટેક્શન ટૂલ્સ પર ઈમેજની ચકાસણી કરી હતી જે આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ થકી તસવીર તૈયાર કરાયાની તીવ્ર સંભાવનાના હોવાનું તારણ આપે છે.
Hive Moderationમાં દાખલા તરીકે 99.9% સંભાવના તારણમાં જોવા મળી જેમાં તસવીરમાં AI-જનરેટેડ અથવા ડીપફેક સામગ્રી હોવાનું કહેવાયું છે. અન્ય ટુલ ઇલ્યુમિનાર્ટીએ એઆઈ દ્વારા જનરેટ થતી ઈમેજની 95.1% સંભાવનાની ગણતરી કરી તારણ આપ્યું છે.
Sight Engine એ તારણ કાઢ્યું હતું કે અદાણીની કથિત તસવીર AI-જનરેટ હોવાની 99% શક્યતા છે. અન્ય ડિટેક્શન પ્લેટફોર્મ એઆઈ અથવા નોટ એ પણ સંકેત આપ્યો છે કે વાયરલ ફોટોગ્રાફ એઆઈ-જનરેટેડ હતો.
આથી, યુએસ પોલીસ અધિકારીઓ દ્વારા ગૌતમ અદાણીની ધરપકડ દર્શાવતો ફોટોગ્રાફ એઆઈ જનરેટેડ હોવાનું જણાય છે.
Sources
Hive Moderation Website
Illuminarty Website
Sight Engine Website
AI or Not Website
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજી વસુધા બેરી દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
May 17, 2025
Dipalkumar Shah
May 16, 2025
Dipalkumar Shah
April 19, 2025