Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – ગાઝિયાબાદમાં, રૂબીના ખાતૂન રીનાના રૂપમાં ખાદ્ય પદાર્થોમાં પેશાબ મિક્સ કરતી હતી.
Fact – વાયરલ દાવો ખોટો છે. આરોપી મહિલાનું નામ એફઆઈઆર મુજબ રીના કુમાર છે.
ગાઝિયાબાદમાં કથિત રીતે ખોરાકમાં પેશાબ ભેળવવાના આરોપમાં ધરપકડ કરાયેલી નોકરાણી (ઘરેલું સહાયક) અંગેનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ દાવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરની નોકરાણીનું સાચું નામ રૂબીના ખાતૂન છે અને તે રીના તરીકે દેખાતી હતી અને ખાવાની વસ્તુઓમાં પેશાબ મિક્સ કરતી હતી.
જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. ધરપકડ કરાયેલી ઘરેલુ નોકરનું નામ પ્રમોદ કુમારની પત્ની રીના છે.
આ દાવો એબીપી ન્યૂઝના એક વીડિયો રિપોર્ટ સાથે શેર કરવામાં આવ્યો છે, જેમાં એક મહિલા પહેલા વાસણ ઉપાડે છે અને પછી કિચનનો દરવાજો બંધ કરે છે. આ પછી તે ફ્રિજ પાસે ઉભી રહે છે અને પછી વાસણ ઉપાડે છે અને રસોડાના સ્લેબ પર મૂકે છે. આ વીડિયો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો ગાઝિયાબાદનો છે, જ્યાં એક ઘરમાં કામ કરતી એક ઘરેલુ નોકર વાસણમાં પેશાબ કર્યા બાદ તેમાં લોટ ભેળવી રહી છે. તેને ખાઈને આખો પરિવાર બીમાર થઈ ગયો.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘ઘરમાં આવતી હતી ખાવાનું બનાવવાવાળી, રૂબીના ખાતૂન રીના બનીને પાછલા 8 વર્ષોથી ખાવામાં પેશાબ મિક્સ કરતી હતી. આખું ઘર બીમાર થઈ ગયું ત્યારે ટેસ્ટમાં પેશાબ મળી આવ્યો. જ્યારે ઘરની માલકિનને શંકા ગઈ, ત્યારે તેમણે ઘરમાં એક છુપાયેલ કેમેરા લગાવ્યો અને પછી આખું સત્ય સામે આવ્યું કે મહિલા ખાતૂન રીના બનીને ખાવાની વસ્તુઓમાં તેનો પેશાબ ભેળવી રહી હતી.’

આ દાવો ફેસબુક પર પણ વાયરલ થયો છે.

ન્યૂઝચેકરે સૌથી પહેલા ઉપરોક્ત વિડિયો શોધી કાઢ્યો હતો, જેની મદદથી વાયરલ દાવો શેર કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, અમને 16 ઑક્ટોબરે એબીપી ન્યૂઝના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલો આ વીડિયો મળ્યો.

આ વીડિયો શેર કરતી વખતે, ABP ન્યૂઝે કેપ્શનમાં લખ્યું, “ગાઝિયાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ક્રોસિંગ રિપબ્લિકની એક સોસાયટીમાં કામ કરતી નોકરાણીનો વીડિયો સામે આવ્યો છે. નોકરાણી પર રાંધતા પહેલા વાસણમાં પેશાબ કરવાનો અને પછી તે જ વાસણમાં લોટ ભેળવાનો આરોપ છે. જ્યારે મકાનમાલિકને શંકા ગઈ અને તેણે પોતાનો મોબાઈલ રસોડામાં છુપાવીને વીડિયો બનાવ્યો તો સત્ય જોઈને તે ચોંકી ગઈ. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. માલિકે કહ્યું કે તેનો આખો પરિવાર બીમાર પડી ગયો છે.
આ વિડિયો રિપોર્ટમાં ઘરેલું મદદગારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેથી અમે અન્ય સમાચાર અહેવાલો શોધ્યા. આ સમય દરમિયાન, અમને 17 ઓક્ટોબર 2024 ના રોજ નવભારત ટાઈમ્સની વેબસાઈટ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઘટના ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશન વિસ્તારની એક સોસાયટીમાં બની હતી, જ્યાં ત્યાં રહેતા એક પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરમાં કામ કરતી ઘરેલુ નોકર તેમના ભોજનમાં પેશાબ ભેળવી રહ્યી હતી. પરિવારે જણાવ્યું કે, તે કેટલાક મહિનાઓથી લીવરની બિમારીથી પીડિત હતાં. શરૂઆતમાં, તેમને સામાન્ય ચેપ લાગતા, તેમણે ડૉક્ટરની સલાહ લીધી પરંતુ કોઈ સુધારો થયો નહીં.
આ પછી, જ્યારે તેમને તેના ખાદ્યપદાર્થો પર શંકા થઈ, ત્યારે તેમણે તેમના ઘર અને રસોડામાં કેમેરા લગાવ્યા. કેમેરાના ફૂટેજમાં તેમણે જોયું કે તેમના ઘરની નોકરાણી વાસણમાં પેશાબ કરીને ભોજન બનાવી રહી છે. પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશને ઘરેલુ નોકરાણી રીનાની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન મળેલા ન્યૂઝ 18ના અહેવાલમાં , ગાઝિયાબાદના વેવ સિટીના એસીપી લિપી નગાઇચના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ધરપકડ પછી, 32 વર્ષીય ઘરેલુ નોકર રીનાની પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેણે ઇનકાર કર્યો હતો પરંતુ વીડિયો બતાવ્યા બાદ તેણે ગુનો કબૂલી લીધો હતો. મહિલા સહાયકે કહ્યું કે તેના બોસ તેને નાની-નાની ભૂલો માટે ઠપકો આપતા હતા. આ કારણે તે તેના માલિકથી ગુસ્સે થઈ ગઈ હતી અને બદલો લેવાના ઈરાદે તેણે લોટમાં પેશાબ ભેળવી દીધો હતો.
તપાસ દરમિયાન અમને આ અંગે નોંધાયેલી એફઆઈઆર પણ મળી. એફઆઈઆરમાં પણ ઘરકામ કરનારનું નામ રીના, પત્ની પ્રમોદ કુમાર અને સરનામું શાંતિનગર ગાઝિયાબાદ તરીકે દર્શાવવામાં આવ્યું છે.

અમારી તપાસની પુષ્ટિ કરવા માટે, અમે વેવ સિટીના એસીપી લિપી નગાઇચનો પણ સંપર્ક કર્યો. તેમણે વાયરલ દાવાને પણ નકારી કાઢ્યો અને કહ્યું કે ઘરેલુ નોકરનું નામ રીના છે અને એફઆઈઆર તેમના સાચા નામે જ નોંધવામાં આવી છે.

Read Also : Fact Check – વાડીલાલ ‘ભારતમાં હલાલ સર્ટિફિકેટ’વાળો આઇસક્રીમ વેચતી હોવાનો વાઇરલ દાવો ખોટો
અમારી તપાસમાં મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે પેશાબ સાથે ખોરાક રાંધવાના આરોપમાં ધરપકડ કરાયેલી મહિલાનું નામ રૂબીના ખાતૂન નહીં પણ રીના છે.
Our Sources
Article Published by NBT on 17th Oct 2024
Article Published by News18 on 16th Oct 2024
Telephonic Conversation with Wave City ACP Lipi Nagaich
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
May 16, 2025
Dipalkumar Shah
April 28, 2025
Dipalkumar Shah
December 18, 2024