તાજેતરમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં ભાજપે કુલ 68 નગરપાલિકામાંથી 60 નગરપાલિકાઓમાં વિજય મેળવ્યો છે. સાથે સાથે 3 તાલુકા પંચાયતો પણ જીતી છે. આ વચ્ચે એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં ભાજપાનો ખેસ પહેરેલા એક વ્યક્તિ પર ઈંડુ ફેંકવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર યુઝરે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચૂંટણીમાં ભાજપના વધામણાં.” વીડિયોમાં ભાજપનો ખેસ પહેરેલી વ્યક્તિ પર ઇંડા ફેંકવામાં આવી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને વીડિયો ગુજરાતનો નહીં પણ કર્ણાટકાનો હોવાનું જાણવા મળ્યું છે.
Fact Check/Verification
દાવાની તપાસ માટે અમે વીડિયોની કીફ્રેમ્સને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સ નાઉ દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો.
અહેવાલ સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કર્ણાટક સમાચાર: અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના કાર્યક્રમ દરમિયાન બેંગલુરુમાં ભાજપના ધારાસભ્ય એન. મુનીરત્ન નાયડુ પર ઇંડા ફેંકવામાં આવ્યા”
તેમજ વધુ સર્ચ કરતા અમને ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા 26 ડિસેમ્બર-2024ના રોજ તેની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો.
અહેવાલમાં જણાવ્યું હતું કે, “કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય મુનિરત્નાએ બેંગલુરુમાં એક કાર્યક્રમ દરમિયાન તેમના પર ઈંડા ફેંકવામાં આવ્યા બાદ તેમની હત્યાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જો તેમને કંઈ નુકસાન થાય છે તો, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર, તેમના ભાઈ ડીકે સુરેશ અને કોંગ્રેસના નેતાઓ કુસુમા અને હનુમાનથરાયપ્પા આ માટે જવાબદાર રહેશે.”
અન્ય ન્યૂઝ આઉટલેટ્સ દ્વારા પણ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં ઈન્ડિયા ટુડે, હિન્દુસ્તાન ટાઈમ્સ, એનડીટીવી સહિતની સમાચાર સંસ્થાઓનો સમાવેશ થાય છે.
Read Also : Fact Check – શું આ જવાહરલાલ નહેરુની 1954ના કુંભમેળામાં સ્નાન કરતી તસવીર છે? શું છે સત્ય
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વીડિયો ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓના પરિણામ બાદ ગુજરાતમાં ઘટેલી ઘટનાનો નથી. વીડિયો ખરેખર કર્ણાટકા રાજ્યમાં અન્ય બનાવનો છે.
Sources
You Tube News Report by Times Now, Dated 25th Dec, 2024
You Tube News Report by Indian Express, Dated 26th Dec, 2024
India Today, dated 26th Dec, 2024
Hindustan Times, dated 26th Dec, 2024
NDTV, dated 26th Dec, 2024