Authors
Claim – અમેરિકાએ ભૂલથી રાહુલ ગાંધીને પાકિસ્તાની નેતા ગણી લેતા એક કાર્યક્રમમાં તેમના આગમન પર દેશનું રાષ્ટ્રગીત વગાડ્યું.
Fact – તે એક વ્યંગાત્મક કોન્ટેટ પોસ્ટ કરતી વેબસાઇટ પર વ્યંગ માટે પ્રકાશિત અહેવાલ છે.
સોશિયલ મીડિયામાં અમેરિકાએ ભૂલથી રાહુલ ગાંધીને પાકિસ્તાની નેતા ગણી લેતા એક કાર્યક્રમમાં તેમના આગમન પર દેશનું રાષ્ટ્રગીત વગાડ્યું હોવાનો દાવો વાઇરલ છે.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
Fact Check/Verification
ન્યૂઝચેકરે સૌપ્રથમ “પાકિસ્તાનનું રાષ્ટ્રગીત રાહુલ ગાંધી યુએસ” માટે કીવર્ડ સર્ચ ચલાવી હતી, જેમાં અમને આવી ઘટના વિશે કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલો મળ્યા નથી.
અમે નોંધ્યું છે કે, કેટલીક વાયરલ પોસ્ટ દ્વારા દાવા સાથે કથિત લેખ શેર કર્યો હતો, જે અમને વ્યંગાત્મક વેબ પોર્ટલ ધ ફોક્સી દ્વારા 11 સપ્ટેમ્બર, 2024 ના અહેવાલ તરફ દોરી જાય છે. જેનું મથાળું હતું, “ભારત પર રાહુલ ગાંધીના ભાષણો સાંભળ્યા પછી, અમેરિકનો તેમને પાકિસ્તાની સમજે છે. તેઓ આવે ત્યારે પાકિસ્તાની રાષ્ટ્રગીત વગાડે છે.”
લેખમાં લખ્યું છે, “યુનાઇટેડ સ્ટેટ્સથી મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં રાહુલ ગાંધી તેમના ભાષણોમાં ભારતની સતત ટીકા કરતા સાંભળ્યા પછી, એક અમેરિકન યુનિવર્સિટીએ તેમને પાકિસ્તાની સમજ્યા અને બીજા ભાષણ માટે તેમના આગમન પર પાકિસ્તાની રાષ્ટ્રગીત વગાડ્યું. રાહુલ ગાંધીએ ત્યાં સ્મિત સાથે ઊભા રહેવા સિવાય બીજું કંઈ કર્યું નહીં, ઘણા ભારતીયોને આશ્ચર્ય થયું કે શું તેઓ ભારતીય રાષ્ટ્રગીત પણ જાણે છે કે કેમ? જ્યારે ફૉક્સી સંવાદદાતાએ આયોજકને જાણ કરી કે તે ભારતીય છે, ત્યારે આયોજક ચોંકી ગયો અને કહ્યું, ‘અમને ઘણા પાકિસ્તાનીઓ મળે છે. તે લોકો પણ ભારત સામે આટલી ટીકાયુક્ત વાતો કરતા નથી. માત્ર ISI દ્વારા પ્રશિક્ષિત પાકિસ્તાની રાજદ્વારીઓને જ ભારતને આ રીતે બદનામ કરવા મોકલવામાં આવે છે.
જે પુષ્ટિ કરે છે કે, તે એક સટાયર એટલે કે વ્યંગ છે. X પોસ્ટ અહીં જોઈ શકાય છે.
વેબસાઈટ પર એક બાબત દર્શાવે છે કે, પોર્ટલ નિયમિતપણે સમાચારની ઘટનાઓ વિશે વ્યંગ્ય લેખો પોસ્ટ કરે છે, સાથે ડિસ્ક્લેમર પણ લખે છે કે, “ફૉક્સી એ વ્યંગ્ય વેબ-પોર્ટલ છે. આ વેબસાઇટ પર પ્રકાશિત સામગ્રી કાલ્પનિકતા પર આધારિત છે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફૉક્સીમાંના લેખોને તથ્યપૂર્ણ કે સાચા ન ગણે.”
Conclusion
આથી એ પુરવાર થાય છે કે તે એક વ્યંગાત્મક લેખ છે. જેને વ્યંગ સાથે કોન્ટેન્ટ પોસ્ટ કરતી વેબસાઇટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે.
Result: Satire
Source
The Fauxy report, September 11, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044