Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહારની ઉજવણી કરવા માટે મુસ્લિમોએ કોલકાતાના ‘પાર્ક સર્કસ’માં સરઘસ કાઢ્યું હતું.
Fact -આ વીડિયો ભારતનો નથી.
શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યા બાદ લઘુમતીઓ અને જૂની સરકારના સમર્થકો પર હુમલાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહારની ઉજવણી કરતી કોલકાતાના ‘પાર્ક સર્કસ’માં મુસ્લિમોએ સરઘસ કાઢ્યું હોવાના દાવા સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જો કે, તપાસ કરતા અમને જાણવા મળ્યું કે, આ જૂન-2023માં ઢાકામાં આયોજિત ‘જમાત-એ-ઈસ્લામી’ની રેલીનો વીડિયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા 1 મિનિટના વીડિયોમાં વિશાળ ભીડ સાથે સરઘસમાં ભાગ લઈ રહેલા મોટાભાગના લોકો સફેદ કેપ પહેરેલા જોવા મળે છે. વીડિયો ( આર્કાઇવ ) શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, “કલકત્તાના સૌથી પોશ વિસ્તાર પાર્ક સર્કસમાં ગઈકાલે મુસ્લિમો દ્વારા આ સરઘસ કાઢવામાં આવ્યું છે અને તેઓ બાંગ્લાદેશમાં ઈસ્લામિક શાસન અને જમાતના પુનરુત્થાનની ઉજવણી કરી રહ્યા છે, હિંદુઓની કત્લેઆમ. આ એ જ મુસ્લિમો છે જે તમારી આસપાસ રહે છે, તે લોકો જેમની સાથે તમે દરરોજ જાગો છો અને વેપાર કરો છો.”
વાયરલ દાવાની તપાસ કરવા માટે, અમે Google પર કેટલાક કીવર્ડ્સ શોધ્યા. આ દરમિયાન અમને આ દાવાની પુષ્ટિ કરતો કોઈ રિપોર્ટ મળ્યો નથી. વિડિયોના મુખ્ય ફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને એક વીડિયો 11 જૂન,-2023ની પોસ્ટમાં મળ્યો, જેણે સ્પષ્ટ કર્યું કે આ વીડિયો તાજેતરનો નથી પણ જૂનો છે.
ઉર્દૂમાં લખેલી પોસ્ટનો ગુજરાતી અનુવાદ છે, “એ સાચું છે કે વિચારધારા ક્યારેય મરતી નથી, જો બલિદાન, જેલ, ફાંસી પછી સંકલ્પ બતાવવામાં આવે તો આ દ્રશ્યો જોવા મળે છે. આજે 10 વર્ષ બાદ જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશને ખુલ્લી સભાની પરવાનગી મળી છે. બાંગ્લાદેશના અમીર જમાત-એ-ઈસ્લામી ડો. શફીકુર રહેમાન 2022થી કોઈપણ ટ્રાયલ વિના જેલમાં તેમની સજા ભોગવી રહ્યા છે, જ્યારે ડો. સૈયદ અબ્દુલ્લા મુહમ્મદ તાહિરની સમગ્ર સંપત્તિ, નાયબ અમીર જમાત હસીના વાજિદ દ્વારા જપ્ત કરવામાં આવી છે. એવું લાગે છે કે આજે આખું ઢાકા જીવંત થઈ ગયું છે. આ માત્ર વિડિયો નથી પરંતુ દાયકાઓનાં બલિદાન પછીનું દ્રશ્ય છે, અલ્લાહુ અકબર.”
દાવા વિશે વધુ માહિતી માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ શોધ્યા. 10 જૂન-2023 ના રોજ યુટ્યુબ પર બીબીસી અને સમકાલ દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામીએ દસ વર્ષ પછી ઢાકામાં રેલીનું આયોજન કર્યું હતું.
ઢાકા ટ્રિબ્યુન , ડેઈલી સ્ટાર અને પ્રોથો મોલો 10 અને 11 જૂન-2023ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલમાં માહિતી આપવામાં આવી છે કે, જમાત-એ-ઈસ્લામીની ઢાકા મેટ્રોપોલિટન ઉત્તર અને દક્ષિણ શાખાઓને ઢાકામાં રેલીનું આયોજન કરવાની પરવાનગી મળી હતી. આ રેલીમાં ચીજવસ્તુઓના ભાવમાં વધારો રોકવા, અમીર શફીકુર રહેમાન સહિતના રાજકીય નેતાઓની મુક્તિ અને બિનપક્ષીય સરકારની સ્થાપનાની માંગ કરવામાં આવી હતી. અહેવાલો કહે છે કે લગભગ એક દાયકા પછી જમાત-એ-ઈસ્લામી પાર્ટીએ ઢાકામાં રેલી યોજી હતી.
Read Also – Explainer – ગુજરાતમાં જેના મામલે ઍલર્ટ અપાયું તે મંકીપોક્સ વાઇરસ શું છે?
તપાસમાં અમે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે વાયરલ થઈ રહેલો વીડિયો કોલકાતાનો નથી, પરંતુ એક વર્ષ પહેલા બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આયોજિત જમાત-એ-ઈસ્લામીની રેલીનો છે.
Sources
Social Media Post
Report by BBC on 10th June 2023.
Report by Protho Malo on 11th June 2023.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
May 28, 2025
Dipalkumar Shah
April 9, 2025
Komal Singh
December 17, 2024