Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સુરતની પુત્રીએ તેના પિતાને લિવર ડોનેટ કર્યું તેની તસવીર.
દાવો ખોટો છે. ખરેખર કોલકાતાની દીકરીએ તેમનાં પિતાને 7 વર્ષ પહેલા લિવર ડોનેટ કર્યું હતું તેમની તસવીર છે.
સુરત અંગદાનમાં અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં પણ અગ્રેસર છે. ઘણી વ્યક્તિઓને સુરતમાં થયેલા અંગદાનથી નવજીવન મળ્યા છે. સુરત અંગદાન મામલે હકારાત્મક રીતે ચર્ચામાં રહેતું હોય છે.
પરંતુ હાલમાં એક તસવીર વાઇરલ થઈ છે. જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા-પુત્રીને ફોટો વાયરલ થયો છે. તેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની આ પુત્રીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યુ હતું.”
ન્યૂઝચેકરને તેની વૉટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર પણ આ દાવો ફૅક્ટચેક માટે મોકલવામાં આવ્યો છે અને તેની હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી તપાસ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને કેટલાક પરિણામો પ્રાપ્ત થયા હતા.
અમને 19 એપ્રિલ-2019ના રોજ પ્રકાશિત ઇન્ડિયા ટુડેનો સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો. અહેવાલમાં જણાવાયું છે કે, “કોલકાતાની દીકરીએ તેના પિતાને 65 ટકા લિવર ડોનેટ કર્યું છે. ઇન્ટરનેટ પર તમામ લોકો તેની સરાહના કરી રહ્યા છે. માત્ર 19 વર્ષની રાખી દત્તાએ તેમના પિતાને લિવર ડોનેટ કર્યું છે, જેઓ લિવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.”
વધુમાં અમને 20 એપ્રિલ-2019ના રોજ અમર ઉજાલા દ્વારા પ્રકાશિત અહેવાલ પણ પ્રાપ્ત થયો.
અહેવાલમાં લખ્યું છે કે, “માત્ર 19 વર્ષની દીકરીએ પિતાને પોતાનું લિવર ડોનેટ કર્યું. લોકો તેની ખૂબ જ સરાહના કરી રહી રહ્યાં છે.”
વધુમાં અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પણ આ દીકરીના કામને શેર કરી પ્રશંશા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X 18 એપ્રિલ-2019ના રોજ ટ્વિટ પણ કર્યું હતું.
વધુમાં અમને Newsnationtvનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં શેર કરવામાં આવી હતી કે, “કોલકતાની રહેવાસી રાખી દત્તાએ તેના લીવરનો 65 ટકા ભાગ તેના પિતાને દાન કરી દિધો હતો. તેમનાં પિતા લીવરની ગંભીર બિમારીથી પિડાય રહ્યા હતા.”
તદુપરાંત, અમને એક અન્ય અહેવાલ પણ મળ્યો. ધ લોજીકલ ઈન્ડિયનનો જણાવે છે કે, “રાખીના પિતા કમળા સામે હારેલી લડાઈ લડી રહ્યા હતા ત્યારે રાખી અને તેની બહેન તેમને હૈદરાબાદની AIG હૉસ્પિટલમાં લઈ ગયા હતા. તેમણે તેમનું 90% લિવર ગુમાવ્યું હતું. અને તેમના અસ્તિત્વ માટે લિવર ટ્રાન્સપ્લાન્ટ મહત્ત્વપૂર્ણ હતું. તેમણે શેર કર્યું કે ડોકટરોના કહેવા પર તેમનું લિવર યોગ્ય છે અને લગભગ 3-4 મહિનામાં પાછું વધી શકે છે, તે જાણીને તેમના લીવરનો એક ભાગ દાન કરવા વિશે ખચકાટ કે વિચાર કર્યો ન હતો. રાખીએ તેમના 65% લિવરનું દાન કરવા માટે 109 પરીક્ષણોન અને 15 કલાકની સર્જરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું.”
તેમજ કોલકતાના રેડિયો એફએમના આરજે પ્રવીણ દ્વારા પણ તેમના ફેસબુક પેજ પર રાખી સાથેનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ સંપૂર્ણ આ ટ્રાન્સપન્લટની ઘટના વિશે માહિતી આપી રહ્યા છે.
Read Also : Fact Check – સુરતના ઝાંપાબજારની 1923ની વાઇરલ તસવીર ખરેખર AI જનરેટેડ છે
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ખરેખર સુરત નહીં પણ કોલકાતાની દીકરીએ 2019માં પિતાને પોતાનું 65 લિવર ડોનેટ કર્યું હતું. આમ લિવર ડોનેટની કોલકાતાની જૂની ઘટના સુરતની ઘટના હોવાના દાવા સાથે શેર કરાઈ છે. અને ડોનેટ કરનાર દીકરી સુરતની નથી તે ખરેખર કોલકાતાની રહેવાસી છે. આથી વાઇરલ દાવો ખોટો પુરવાર થાય છે.
Sources
News Report by India Today, dated, 19 Apr-2019
News Report by Amar Ujala, dated, 20 Apr-2019
X Post by Harsh Goenka, dated, 18 Apr-2019
News Report by News Nation, dated, 20 Apr-2019
News Report by The Logical India, dated, 23 Apr-2019
FB Live Post by RJ Praveen, dated, 22 Apr-2019
Dipalkumar Shah
April 10, 2025
Dipalkumar Shah
April 4, 2025
Dipalkumar Shah
March 29, 2025