Authors
Claim – રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને હિન્દુઓના કોઈપણ ધર્મગ્રંથમાં વિશ્વાસ નથી.
Fact – વાયરલ દાવો ખોટો છે.
રાહુલ ગાંધીના ઈન્ટરવ્યુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે . વીડિયો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે હિંદુઓના ધાર્મિક ગ્રંથોમાં વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો છે.
જોકે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે, વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો 8 સપ્ટેમ્બર 2023ના રોજ સાયન્સ પો યુનિવર્સિટી-પૅરિસમાં આયોજિત એક કાર્યક્રમનો છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેં ઘણા હિન્દુ ગ્રંથો વાંચ્યા છે, પરંતુ ભાજપ જે કરે છે તેમાં હિન્દુ નથી.
વાયરલ વીડિયો લગભગ 1 મિનિટનો છે, જેમાં રાહુલ ગાંધી એક મંચ પર ભાષણ આપતા જોવા મળે છે. આ દરમિયાન તેઓ કહે છે કે, “મેં ઘણા હિંદુ ધર્મગ્રંથો વાંચ્યા છે, પરંતુ ભાજપ જે કરે છે તે હિંદુ નથી.” પોસ્ટના કૅપ્શનમાં લખ્યું છે, “કૉંગ્રેસના હિંદુ નેતાઓ અને મતદારો ક્યાં મરી ગયા? રાહુલ પપ્પુ ખુલ્લેઆમ કહી રહ્યો છે કે, ગીતા, ભાગવત, રામાયણ, શિવ મહાપુરાણ જેવા હિન્દુઓના કોઈપણ ધર્મગ્રંથમાં મને વિશ્વાસ નથી.
Fact Check/Verification
ન્યૂઝચેકરે વાયરલ દાવાની ચકાસણી કરવા માટે વીડિયોની કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. આ દરમિયાન, અમને કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર X એકાઉન્ટમાંથી 1 મિનિટ 16 સેકન્ડનો એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો. જેમાં વાયરલ વીડિયોના દ્રશ્યો હતા. આ વીડિયોને સાંભળ્યા પછી અને ટેક્સ્ટમાં આપેલી માહિતી વાંચ્યા પછી, અમને જાણવા મળ્યું કે, રાહુલ ગાંધીએ સપ્ટેમ્બર 2023માં પૅરિસની સાયન્સ પો યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા.
આ દરમિયાન રાહુલ ગાંધીએ અંગ્રેજીમાં સંબોધન કરતા કહ્યું હતું, જેનો ગુજરાતી અનુવાદ છે, “મેં ગીતા, ઉપનિષદ અને ઘણા હિંદુ પુસ્તકો વાંચ્યા છે. પરંતુ ભાજપ જે કરે છે તેમાં હિન્દુ કંઈ નથી, બિલકુલ કંઈ નથી. મેં ક્યારેય કોઈ હિંદુ પુસ્તકમાં ક્યાંય વાંચ્યું નથી કે કોઈ વિદ્વાન હિંદુ વ્યક્તિ પાસેથી એવું સાંભળ્યું કે તમારે તમારાથી નબળા લોકોને આતંકિત કરવી અથવા નુકસાન કરવું જોઈએ. તેથી આ વિચાર, આ શબ્દ ‘હિન્દુ રાષ્ટ્રવાદી’ ખોટો શબ્દ છે. તે હિંદુ રાષ્ટ્રવાદી નથી. તેનો હિંદુ ધર્મ સાથે કોઈ સંબંધ નથી. તેઓ કોઈપણ કિંમતે સત્તા મેળવવા માંગે છે. તેઓ સત્તા મેળવવા માટે કંઈ પણ કરશે. ભારતના જ્ઞાતિ બંધારણ અને સામાજિક માળખાને કોઈ ખતરો ન હોય તેની ખાતરી કરવા તેઓ કંઈપણ કરશે. તેઓ અમુક લોકોનું વર્ચસ્વ ઈચ્છે છે અને આ તેમનો ઉદ્દેશ્ય છે. તેમનામાં હિન્દુ કંઈ નથી.
દરમિયાન, અમને રાહુલ ગાંધીના તેમના યુટ્યુબ એકાઉન્ટ પરના સમગ્ર સંબોધનનો વીડિયો પણ મળ્યો , જે 10 સપ્ટેમ્બર 2023ના રોજ અપલૉડ કરવામાં આવ્યો હતો. લગભગ 40 મિનિટના આ વીડિયોમાં, અમને તે ભાગ 22મી મિનિટે મળ્યો. ઉપરોક્ત ભાગ જોયા અને સાંભળ્યા પછી, અમને જાણવા મળ્યું કે, એક યુનિવર્સિટીના વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને હિન્દુ રાષ્ટ્રવાદ અને ભારતમાં વધી રહેલા કટ્ટરવાદ વિશે પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં રાહુલ ગાંધીએ આ વાતો કહી હતી. જો કે અમે આખો વિડિયો સાંભળ્યો છે, પરંતુ અમે ક્યાંય સાંભળ્યું નથી કે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કોઈ વિશ્વાસ નથી.
આ ઉપરાંત, અમને 10 સપ્ટેમ્બર-2023ના રોજ ધ પ્રિન્ટ વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ પણ મળ્યો. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ પૅરિસની સાયન્સ પો યુનિવર્સિટીમાં હિંદુ રાષ્ટ્રવાદના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, “મેં ક્યાંય કોઈ હિંદુ પુસ્તકમાં વાંચ્યું નથી અને મેં ક્યારેય કોઈ વિદ્વાન હિંદુ વ્યક્તિ પાસેથી સાંભળ્યુ નથી કે, તમારે નબળા લોકોને ભયભિત કરીને નુકસાન પહોંચાડવું જોઈએ. આ વિચાર આ હિંદુ રાષ્ટ્રવાદી શબ્દ ખોટો શબ્દ છે. તે હિંદુ રાષ્ટ્રવાદી નથી. તેને હિંદુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
Conclusion
અમારી તપાસમાં મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધીએ ગયા વર્ષે પૅરિસની સાયન્સ પો યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં એવું નહોતું કહ્યું કે, તેઓ હિન્દુઓના કોઈપણ ધાર્મિક ગ્રંથમાં માનતા નથી.
Result – False
Our Sources
Video tweeted by Congress party X account on 10th sep 2023
Video Uploaded by Rahul Gandhi X account on 10th sep 2023
Article Published by The Print on 10th sep 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044