Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા 350 રૂપિયાની નવી નોટ ઇસ્યૂ કરવામાં આવ્યા હોવાની તસવીર
Fact: દાવો ખોટો છે. આરબીઆઈ દ્વારા આવી કોઈ નોટ બહાર પાડવામાં આવી નથી.
નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2016માં નવેમ્બર મહિનામાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો એકાએક પાછી ખેંચી લેવાની જાહેરાત કરી નોટબંધી લાગુ કરી હતી. ત્યાર બાદ 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી અને સાથે સાથે 500 રૂપિયાની નવી નોટો લવાઈ હતી. જ્યારે 2000 રૂપિયાની તાજેતરના વર્ષોમાં જ ફરી બંધ કરી પાછી ખેંચી લેવાઈ હતી.
આરબીઆઈ દ્વારા વર્ષ 2016 બાદ સમયાંતરે 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નવી નોટો પણ બહાર પાડવામાં આવી હતી.
દરમિયાન, સોશિયલ મીડિયામાં વિવિધ ચલણની નવી નોટો વિશે ઘણા દાવા શેર થતા રહ્યાં છે. આવો જ એક દાવો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો છે.
સોશિયલ મીડિયામાં એક દાવો તસવીર સાથે વાઇરલ થયો છે, જેમાં કહેવાયું છે કે, આરબીઆઈ દ્વારા 350 રૂપિયાની નવી નોટ ઇસ્યૂ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં યુઝરે તસવીર શેર કરી છે, તસવીરમાં એક કથિત નોટ દર્શાવાઈ છે.
તસવીર સાથેના કૅપ્શનમાં લખ્યું છે, “સરકાર દ્વારા ઉત્તરાયણની ભેટરૂપે 350 રૂપિયાની નોટ આવી છે.”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
વધુમાં વાઇરલ દાવો અમને અમારી Whatsapp ટિપલાઇન (9999499044) પર પણ મળ્યો છે, અને અમને તેની હકીકત તપાસવા વિનંતી કરવામાં આવી છે.
જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જાણવા મળેલ છે.
વાઇરલ દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે એ તપાસવાની કોશિશ કરી કે, શું સરકાર એટલે કે આરબીઆઈ દ્વારા તાજેતરમાં 350 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવી છે કે કેમ.
પરંતુ ગૂગલ સર્ચમાં અમને આ મામલે એકપણ સમાચાર અહેવાલ પ્રાપ્ત થયા નથી. જે સ્પષ્ટ દર્શાવે છે કે, આરબીઆઈ દ્વારા આવી કોઈ નોટ બહાર પાડવામાં આવી નથી. કેમ કે, આરબીઆઈ જ્યારે પણ આ પ્રકારે કોઈ મોટી રકમની નોટ બહાર પાડે છે તો, તેની પત્રકાર પરિષદ અથવા નોટિફિકેશન બાદ સમાચાર માધ્યમોમાં પણ તેના અહેવાલો નોંધવામાં આવતા હોય છે. જે આ કેસમાં નથી, એનો અર્થ કે આવી કોઈ જાહેરાત થઈ જ નથી.
ત્યાર બાદ અમે આરબીઆઈની વેબસાઇટ પર જઈને ચકાસવાની કોશિશ કરી કે હાલ વર્તમાનમાં દેશમાં કઈ કઈ ચલણી નોટો ઇસ્યૂ કરવામાં આવેલ છે અને તેમાંથી કઈ કઈ ચલણી નોટો સર્ક્યુલેશનમાં હોવાની સાથે સાથે માન્ય છે.
આરબીઆઈની વેબસાઇટ પર તપાસ કરતા જાણવા મળ્યું છે કે, દેશમાં વર્તમાનમાં ₹2, ₹5, ₹10, ₹20, ₹50, ₹100, ₹200, ₹500 and ₹2000ની ચલણી નોટો સર્ક્યુલેશનમાં છે અને માન્ય છે એટલે કે લીગલ ટૅન્ડર છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, આરબીઆઈ દ્વારા 2000 રૂપિયાની નવી નોટ ચલણમાં માન્ય છે, પરંતુ તેને 2023માં પાછી ખેંચવાની જાહેરાત કરાઈ હતી. આરબીઆઈ અનુસાર, આ નોટ તમે આરબીઆઈ દ્વારા સૂચવવામાં આવેલી 9 ઑફિસે જઈ જમા કરાવી શકો છો. અને જ્યાં સુધી આરબીઆઈ નોટિસ દ્વારા જાહેરાત ન કરે ત્યાં સુધી આ નોટ ત્યાં જઈને જમા કરાવી શકાય છે. વધુમાં આ નોટ ચલણમાં માન્ય હોવાથી તેનાથી રોકડ વ્યવહાર કરી શકાય છે. પરંતુ આરબીઆઈનું સૂચન છે કે, નોટને જમા કરાવી દેવામાં આવે અને તેની સામે અન્ય નોટ સ્વરૂપે નાણાં પરત મેળવી લેવામાં આવે.
અત્યાર સુધી 2000ની 98 ટકા ચલણી નોટો આરબીઆઈ પાસે પરત આવી ચૂકી છે. અહેવાલ અનુસાર 3.56 ટ્રિલિયન રકમ પરત આવી ગઈ છે, જ્યારે 6839 કરોડની રકમ સ્વરૂપે 2000ની નોટો હજુ પણ જનતા પાસે છે. જે આરબીઆઈની ઑફિસે યોગ્ય પ્રક્રિયા દ્વારા માન્ય દસ્તાવેજો પૂરા પાડીને મર્યાદીત રકમ સુધી જમા કરાવી શકાય છે.
વધુમાં આરબીઆઈના રિપોર્ટ અનુસાર, વર્તમાનમાં 50 પૈસાની સાથે સાથે ₹1, ₹2, ₹5, ₹10 and ₹20ની ચલણના સિક્કા પણ સર્ક્યુલેશનમાં છે અને માન્ય છે.
આરબીઆઈના રિપોર્ટ સ્પષ્ટ જણાવે છે કે, આ સિવાય કોઈ પણ બૅન્ક નોટો ચલણમાં માન્ય નથી કે ન તેને ઇસ્યૂ કરવામાં આવી છે. આરબીઆઈ દ્વારા ₹2, ₹5 અને ₹2000ની નોટો છાપવાનું અને ઇસ્યૂ કરવાનું બંધ કરી દેવાયું છે, પરંતુ આરબીઆઈ કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી તે ચલણી નોટો તરીકે માન્ય છે.
ઉપરોક્ત તમામ બાબતો દર્શાવે છે કે, આરબીઆઈ દ્વારા 350ના ડિનોમિનેશન (રકમની) કોઈ નોટ ક્યારેક ઇસ્યૂ કરવામાં આવેલ નથી.
તદુપરાંત વાઇરલ તસવીરમાં દર્શાવવામાં આવેલી બૅન્ક નોટને ધ્યાનથી જોતા તેમાં છાપેલ 350નો આંકડો પાતળો અને લાંબો છે, જે અસલી નોટોના ફૉન્ટ કરતા તદ્દન અલગ છે. જે દર્શાવે છે કે તે ફોટોશોપ પ્રકારના સોફ્ટવેરની મદદથી બનાવેલ છે.
આરબીઆઈ દ્વારા ચલણી નોટોને ઓળખવાની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવેલ છે. તેમાં પણ 350ની નોટને ઓળખવા મામલે વિશે ઉલ્લેખ જ નથી.
આ સમગ્ર બાબત દર્શાવે છે કે, ખરેખર 350 રૂપિયાની બૅન્ક નોટની તસવીર ફેક છે અને આરબીઆઈ દ્વારા આવી કોઈ નોટ ઇસ્યૂ કરવામાં આવેલ નથી.
Read Also : Fact Check – શું RBI ₹500 અને ₹2000ની નવી ચલણી નોટો લાવી રહી છે? શું છે સત્ય
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, આરબીઆઈ દ્વારા 350 રૂપિયાની ચલણી બૅન્ક નોટ ઇસ્યૂ કરવામાં આવેલ નથી. વાઇરલ તસવીરમાં દર્શાવવામાં આવેલ નોટ ફેક છે.
Sources
RBI Website
RBI Annual Report
PIB Press Release dated 25 July, 2023
News Report by Aaj Tak dated 8th Nov, 2022
News Report by Economic Times dated 1 Oct, 2024
News Report by Business Standard 2 Dec, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
January 3, 2025
Dipalkumar Shah
December 23, 2024
Prathmesh Khunt
May 29, 2023