Tuesday, December 24, 2024
Tuesday, December 24, 2024

HomeFact CheckPoliticsFact Check - યુએસ-કૅનેડાએ અમિત શાહ, ગૌતમ અદાણીની એન્ટ્રી પર રોક લગાવ્યાનો...

Fact Check – યુએસ-કૅનેડાએ અમિત શાહ, ગૌતમ અદાણીની એન્ટ્રી પર રોક લગાવ્યાનો ખોટો દાવો વાઇરલ

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – અમેરિકા અને કૅનેડાએ અમિત શાહ, અજીત ડોભાલ અને ગૌતમ અદાણીના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

Fact – વાયરલ દાવો ખોટો છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકા અને કૅનેડાએ ભારતના ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે, વાયરલ દાવો ખોટો છે. કોઈપણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાએ આ દાવા સંબંધિત અહેવાલ પ્રકાશિત કર્યો નથી. તે જ સમયે, ભારતમાં કેનેડિયન હાઈ કમિશને પણ આ દાવાને નકારી કાઢ્યો છે.

ઈન્ડિયન હેરાલ્ડ નામની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલને ટાંકીને સોશિયલ મીડિયા પર આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે અમેરિકાએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર લાંચ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દાવા અનુસાર, માનવાધિકારોના કથિત ઉલ્લંઘનના આરોપમાં કૅનેડાએ અમિત શાહના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેવી જ રીતે અમેરિકાએ પણ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ દાવો શેર કરતી વખતે કૅપ્શનમાં લખ્યું છે, “આ છે અસલી ખબર, જેને છુપાવવા મે સરવેનો ખેલ કરીને યુપી અને દેશને ભળકે બાળવમાં આવી રહ્યો છે. અમેરિકા અને કૅનેડાએ અમિત શાહ, અજીત ડોભાલ અને ગૌતમ અદાણીના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.” 

Courtesy: X/MunishKumarVe17

આ દાવો ફેસબુક પર પણ આ પ્રકારના કૅપ્શન સાથે વાયરલ થયો છે.

Courtesy: fb/Mukesh Garg

Fact Check/Verification

વાયરલ દાવાની તપાસ કરવા માટે, અમે સંબંધિત કીવર્ડ્સ સાથે ગૂગલ પર સર્ચ કરી પરંતુ અમને કોઈ વિશ્વસનીય સમાચાર મળ્યા નહીં. જો કે, અમેરિકામાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ લાંચ અને છેતરપિંડી સંબંધિત ઘણા અહેવાલો સામે આવ્યા છે, જો કે, એક પણ અહેવાલમાં  અમેરિકાએ ગૌતમ અદાણીના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે તેવી વાત નથી.

મોટાભાગના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં યુએસ સરકારી એજન્સીઓ – ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) એ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આરોપ મૂક્યો હતો કે તેમણે અને તેમના સહયોગીઓએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ મામલે એક ષડયંત્ર રચ્યું હતું અને ભારતીય અધિકારીઓને રૂ. 2,100 કરોડની લાંચ આપી. આ માટે તેમણે અમેરિકન ફાઇનાન્શિયલ માર્કેટમાંથી બે અબજ ડૉલર એકત્ર કર્યા હતા. 

Courtesy – REuters screengrab

એ જ રીતે, અમને અમિત શાહ અને કૅનેડા મુદ્દા સાથે જોડાયેલા ઘણા સમાચાર મળ્યા. જેમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ પર કૅનેડાના કેટલાક મંત્રીઓ દ્વારા કૅનેડિયન નાગરિકોને મારવાની ધમકી આપવા અથવા મંજૂરી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે, આ તમામ અહેવાલોમાં પણ આ માહિતી આપવામાં આવી નથી કે કૅનેડાએ અમિત શાહના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

અહેવાલો અનુસાર, જૂન 2023માં ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરને કૅનેડાના વાનકુવરમાં કેટલાક બંદૂકધારીઓએ ગોળી મારી દીધી હતી. આ હત્યાના વિરોધને પગલે કૅનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. આ પછી સપ્ટેમ્બર 2023માં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કૅનેડાની સંસદમાં નિવેદન આપ્યું હતું કે, કૅનેડા પાસે આ ગુનામાં ભારતીય અધિકારીઓની સંડોવણીના ‘નક્કર પુરાવા’ છે. આ વર્ષે મે મહિનામાં ટ્રુડોએ ફરી આ આરોપ લગાવ્યો હતો. 

Courtesy – House of Canada screengrab

આ પછી ઓક્ટોબર મહિનામાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ભારત સાથે શેર કરાયેલ રાજદ્વારી સંચારમાં કૅનેડાએ કૅનેડામાં ભારતના તત્કાલીન હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને અન્ય ભારતીય રાજદ્વારીઓ પર હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. જે બાદ ભારતે કડક વલણ દાખવ્યું અને ભારતીય રાજદ્વારીઓને પરત બોલાવવાનો નિર્ણય કર્યો. જોકે, કૅનેડાએ આ સમયગાળા દરમિયાન ભારતના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. આ પછી ભારતે પણ દિલ્હી સ્થિત કૅનેડિયન હાઈ કમિશનમાંથી છ રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો હતો.

દરમિયાન, અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે 14 ઑક્ટોબરે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં સૂત્રોને ટાંકીને લખ્યું હતું કે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે ખાલિસ્તાન સમર્થક કૅનેડિયન નાગરિકોને ધમકી આપવા અથવા મારી નાખવાની મંજૂરી માટે આદેશ આપ્યા હતા. બાદમાં, કૅનેડાના નાયબ વિદેશ પ્રધાન ડેવિડ મોરિસને સંસદીય સમિતિના પ્રશ્નમાં સ્વીકાર્યું કે તેમણે જ પત્રકારની સામે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહનું નામ લીધું હતું.

જો કે ભારતે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. કૅનેડાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરના આ આરોપોના જવાબમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે પણ કહ્યું હતું કે ભારત પર લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે.

એ જ રીતે, અમને અમેરિકન નાગરિક અને ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ અને અજીત ડોભાલને સમન્સ સાથે સંબંધિત ઘણા અહેવાલો પણ મળ્યા હતા. પરંતુ અમેરિકાએ ડોભાલને તેમના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હોવાનો કોઈ અહેવાલમાં ઉલ્લેખ નથી.

આ અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર પર કથિત રીતે 2023માં શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાનો આરોપ છે. પન્નુએ આ અંગે ન્યૂયોર્ક કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ ન્યૂયોર્ક કોર્ટે ભારતના ઘણા લોકોને સમન્સ જારી કર્યા હતા, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, નિખિલ ગુપ્તા અને પૂર્વ RAW ચીફ સામંત ગોયલના નામ સામેલ હતા. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે આ સમન્સને બિનજરૂરી ગણાવ્યું હતું. 

Courtesy : Getty Image

બાદમાં આ કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની અમેરિકા દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અમેરિકી ન્યાય મંત્રાલયે આ મામલામાં અન્ય એક ભારતીય નાગરિક વિકાસ યાદવ વિરુદ્ધ હત્યાનું કાવતરું અને મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો છે.

તપાસમાં અમે અમેરિકી સરકારના પ્રવક્તા મેથ્યુ મિલર દ્વારા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આપવામાં આવેલી પ્રેસ બ્રીફિંગ પર નજર નાખી અને જાણવા મળ્યું કે, તેઓ 2 ઓક્ટોબર, 15 ઓક્ટોબર, 16 ઓક્ટોબર, 29 ઓક્ટોબર, 30 ઓક્ટોબર, 18 નવેમ્બર અને 25 નવેમ્બર 2024ના રોજ ભારત સંબંધિત મુદ્દાઓ પર વાત કરી.

મેથ્યુ મિલરે 2 ઓક્ટોબર અને 15 ઓક્ટોબર, 2024 ના રોજ કૅનેડા-ભારત રાજદ્વારી વિવાદ અને અમેરિકન નાગરિકની હત્યાના પ્રયાસમાં ભારતીય વ્યક્તિની સંડોવણી અંગે વાત કરી હતી . તેમણે કહ્યું હતું કે, અમે આ મુદ્દે ભારતીય અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છીએ.

16 ઓક્ટોબર અને 29 ઓક્ટોબરે મેથ્યુ મિલરે ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મુદ્દે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે અમને આ મામલે ભારત તરફથી અપડેટ્સ પણ મળ્યા છે. આ સિવાય તેમણે આ સવાલનો જવાબ પણ આપ્યો હતો, જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે શું કેનેડાની જેમ અમેરિકાએ પણ કોઈ ભારતીય રાજદ્વારીને કાઢી મુક્યા છે તો તેમણે આ અંગે અજાણતા વ્યક્ત કરી હતી. 

આ સિવાય 30 ઓક્ટોબરે મિલરે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કૅનેડાનું અમિત શાહનું નામ લેવા પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે કૅનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે અને અમે આ મામલે કેનેડા સરકારનો સંપર્ક કરીશું.

આ ઉપરાંત, અમે 18 નવેમ્બર અને 25 નવેમ્બર 2024ની પ્રેસ બ્રીફિંગ પણ જોઈ અને જાણવા મળ્યું કે 18 નવેમ્બરે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે માત્ર આંતરિક સુરક્ષા વિભાગ અથવા FBI આ અંગે જવાબ આપી શકે છે.  

તે જ સમયે, 25 નવેમ્બરના રોજ, ગૌતમ અદાણી પરના આરોપો સંબંધિત પ્રશ્ન પર પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે આ કાયદા સાથે જોડાયેલો મામલો છે અને તેના પર ન્યાય વિભાગ જ જવાબ આપી શકે છે.

અમને બંને મહિનામાં કોઈપણ પ્રેસ બ્રીફિંગમાં અમિત શાહ, ગૌતમ અદાણી અને અજીત ડોભાલના પ્રવેશ પર પ્રતિબંધનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી. તેથી, અમે અમારી તપાસમાં ભારતમાં યુએસ એમ્બેસીનો પણ સંપર્ક કર્યો છે, જ્યારે તેઓ જવાબ આપશે ત્યારે અહેવાલ અપડેટ કરવામાં આવશે.

આ સિવાય અમે વાયરલ દાવાની તપાસ માટે કેનેડા ઈમિગ્રેશનની વેબસાઈટ પર પણ સર્ચ કર્યું હતું, પરંતુ અમને એવી કોઈ માહિતી મળી નથી જેમાં ભારતમાંથી જાણીતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધનો ઉલ્લેખ હોય. આ પછી અમે ભારતમાં સ્થિત કેનેડિયન હાઈ કમિશનનો સંપર્ક કર્યો. વાયરલ દાવાને નકારી કાઢતા તેમણે સ્પષ્ટ કહ્યું કે આ સમાચાર સંપૂર્ણપણે ફેક એટલે કે ખોટા છે.

Fact Check – બાબરી મસ્જિદધ્વંસ સમયની તસીવરમાં એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ હોવાનો દાવો ખોટો

Conclusion

અમારી તપાસમાં મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કૅનેડા અને અમેરિકા દ્વારા ભારતના ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો વાયરલ દાવો ખોટો છે.

Result: False

Our Sources
Several Reports by BBC Hindi
Press Briefings by Spokesperson for the United States Department of State Matthew Miller
Telephonic Conversation with the High Commission of Canada in India

(ન્યૂઝચેકર અંગ્રેજી કુશેલ એચએમ દ્વારા પણ અહેવાલ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular