22 એપ્રિલ-2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા 26 લોકોમાં ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલનો પણ સમાવેશ થાય છે. લેફ્ટનન્ટ નરવાલ અને તેમની પત્ની હિમાંશી, જેમના તાજેતરમાં લગ્ન થયા છે, તેઓ હનીમૂન માટે પહલગામની મુલાકાતે હતા ત્યારે આતંકવાદી હુમલો થયો.
આ જીવલેણ હુમલા પર દેશ શોકમાં છે, ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. વીડિયોમાં સાથે દાવો કરાયો છે કે, લેફ્ટનન્ટ નરવાલનો આઇકોનિક ‘શાહરૂખ ખાન પોઝ’ આપતો અને તેમની પત્ની તેમને ગળે લગાવતો આ વીડિયો છે. અને પહેલગામમાં શહીદ નૌકાદળ અધિકારી અને તેમની પત્નીનો છેલ્લો વીડિયો છે.
નવભારત ટાઇમ્સ , ડીએનએ , ટાઇમ્સ નાઉ અને ન્યૂઝ18 જેવા મુખ્ય ન્યૂઝ આઉટલેટ્સે પણ આ જ દાવા સાથે વીડિયો શેર કર્યો હતો.

વળી, સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં, અહીં, અહીં, અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને વીડિયોનો દાવો ખોટો લાગ્યો છે.
Fact check/Verification
અમે વાઇરલ ક્લિપ મામલે સર્ચ કરતા અમને એક સોશિયલ મીડિયા પોસ્ટ પ્રાપ્ત થઈ. આ પોસ્ટ પર નજર નાખતાં, અમને એક યુઝર વિશે જાણવા મળ્યું, જેમણે તેમાં જણાવ્યું હતું કે, આ વીડિયોમાં લેફ્ટનન્ટ વિનય નરવાલ અને તેમની પત્ની નહીં, પરંતુ ‘યશિકા શર્મા’ નામની વ્યક્તિ છે.
એ સંકેત મળતાં, અમે એક જ નામના અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસ્યા અને વિડિઓ ક્રિએટર ‘યશિકા શર્મા’ ( @yashika.sharma.sehrawat ) ની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ શોધી.
શર્માએ 24 એપ્રિલ, 2025 ના રોજ એક પોસ્ટમાં સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયોમાં તે અને આશિષ સેહરાવત (@yashikashishsehrawat) હતા. તેમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લેફ્ટનન્ટ નરવાલ અને તેમની પત્ની નથી.

તેના કૅપ્શનમાં જણાવાયું છે કે, “હે મિત્રો, અમે જીવિત છીએ અને અમે તાજેતરમાં પોસ્ટ કરેલા એક વિડીયોને સંબોધવા માંગીએ છીએ જેણે કમનસીબે ઘણી નફરત ફેલાવી હતી. જેના કારણે અમે તેને ડિલીટ કરી દીધો હતો. દુઃખની વાત છે કે, આ વિડીયોનો અનેક પેજ અને ન્યૂઝ ચેનલો દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો હતો, ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે તે સ્વર્ગસ્થ વિનય સર અને તેમની પત્નીનો છેલ્લો વિડીયો હતો. તેમના પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના છે. અમે વિનંતી કરીએ છીએ કે તમે અમારા વિડીયોનો દુરુપયોગ કરતા કોઈપણ પેજની જાણ કરો, કારણ કે તે ખરેખર નિરાશાજનક છે. પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલોને પેજ પણ વ્યૂઝ માટે વગર ચકાસણી કરાયેલ સામગ્રીનો ઉપયોગ કરતા જોવાનું આઘાતજનક છે, જેના કારણે સમાચાર સ્ત્રોતો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે.”
ત્યારબાદ ન્યૂઝચેકરે આશિષ સેહરાવતનો સંપર્ક કર્યો જેમણે પુષ્ટિ આપી કે વાયરલ વીડિયોમાં ખરેખર તે અને તેમની પત્ની છે.
સેહરાવતે ન્યૂઝચેકરને જણાવ્યું, “અમે 14 એપ્રિલ, 2025 ના રોજ પહેલગામમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો અને પહેલગામ હુમલાના દિવસે તેને અપલોડ કર્યો હતો. પરંતુ તેના દુરુપયોગની જાણ થયા પછી, અમે તેને કાઢી નાખ્યો હતો.”
તેમણે વિડીયોના મેટા-ડેટાનો સ્ક્રીનગ્રેબ પણ શેર કર્યો, જે પુષ્ટિ કરે છે કે તે 14 એપ્રિલ, 2025 ના રોજ શૂટ કરવામાં આવ્યો હતો.

Read Also: Fact Check – શું આ પહલગામ આતંકવાદી હુમલાના બંદૂકધારી આતંકીની તસવીર છે? શું છે સત્ય
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, પહલગામમાં લેફ્ટનન્ટ નરવાલ અને તેમની પત્નીનો છેલ્લો વીડિયો હોવાનો દાવો કરતો વાઇરલ વીડિયો ખરેખર એક અલગ જ કપલનો છે.
Sources
Instagram Post By @yashika.sharma.sehrawat, Dated April 24, 2025
Telephonic Conversation With Ashish Sehrawat On April 24, 2025
(આ અહેવાલ ન્યૂઝચેકર હિંદી રુનજય કુમાર દ્વારા પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)