Fact Check
Weekly Wrap : રાહુલ ગાંધી દ્વારા ખડગેનું અપમાનનો ખોટો દાવો, મહાકુંભની બચ્ચનની AI તસવીર સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
આ વખતે સપ્તાહમાં રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય સ્તરે મહાકુંભ સહિતના મુદ્દા ચર્ચામાં રહ્યા. આ સંબંધિત વાઇરલ દાવાઓ તપાસવામાં આવ્યા. જેમાં રાહુલ ગાંધીએ એક કાર્યક્રમ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેને તેમની ખુરશી પરથી ઉભા થવા માટે દબાણ કરીને તેમનું અપમાન કર્યું હતું તે દાવા સાથે વીડિયો વાઇરલ થયો. પરંતુ તપાસમાં વીડિયો ખરેખર ક્લિપ્ડ કરાયેલ પુરવાર થયેલ છે. રાહુલ ગાંધી ખરેખર ખડગેને ઊભા થવામાં મદદ કરી રહ્યા હતા. બાદમાં મહાકુંભમાં અમિતાભ બચ્ચન અને રેખાની સંગમસ્નાનની એકસાથે ડૂબકીની તસવીર વાઇરલ થઈ હતી. પરંતુ દાવો ખોટો નીકળ્યો કેમ કે તે એઆઈ થકી તૈયાર થયેલ તસવીર હતી. આ સપ્તાહની ટોપ ફેક્ટ ચેક નીચે મુજબ છે.

રાહુલ ગાંધીએ મલ્લિકાર્જુન ખડગેને તેમની બેઠક પરથી હઠવી અપમાન કર્યું? ના, ખોટા દાવા સાથે વીડિયો વાઇરલ
રાહુલ ગાંધીએ એક કાર્યક્રમ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેને તેમની ખુરશી પરથી ઉભા થવા માટે દબાણ કરીને તેમનું અપમાન કર્યું હતું. પરંતુ તપાસમાં વીડિયો ખરેખર ક્લિપ્ડ કરાયેલ પુરવાર થયેલ છે. રાહુલ ગાંધી ખરેખર ખડગેને ઊભા થવામાં મદદ કરી રહ્યા હતા. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

મહાકુંભમાં અમિતાભ બચ્ચન-રેખાની સંગમસ્નાનની તસવીર AI જનરેટેડ છે
મહાકુંભમાં અમિતાભ બચ્ચન અને રેખાની સંગમસ્નાનની એકસાથે ડૂબકીની તસવીર વાઇરલ થઈ હતી. પરંતુ દાવો ખોટો નીકળ્યો કેમ કે તે એઆઈ થકી તૈયાર થયેલ તસવીર હતી. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

મહાકુંભ જઈ રહેલા ખેડૂતના પૈસા ટીટીએ છીનવી લીધા હોવાનો વાઇરલ વીડિયોનો દાવો ખોટો
મહાકુંભ જઈ રહેલા વૃદ્ધ પાસેથી ટ્રેનમાં ટીટીઈએ પૈસા છીનવી લીધાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયો મહાકુંભ જઈ રહેલા વૃદ્ધનો નથી. વર્ષ 2019નો વીડિયો ખોટા દાવા સાથે વાઇરલ કરાયો છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

રાજસ્થાનમાં જરખના હુમલાની ઘટનાનો વીડિયો ગુજરાતમાં વાઘના હુમલા તરીકે શેર કરાયો
ગુજરાતમાં 9 વર્ષની બાળકી પર વાઘનો હુમલો, ખેડૂતે વાઘ સામે બાથ ભીડી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. પરંતુ વીડિયો ખરેખર રાજસ્થાનની ઘટનાનો છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044