Authors
Claim – ફોટામાં શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સમક્ષ નમતા દેખાય છે
Fact – તસવીર એડિટ કરવામાં આવેલી છે.
સોશિયલ મીડિયામાં એક તસવીર વાઇરલ થઈ છે. જેમાં ફોટામાં શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સમક્ષ નમતા દેખાય છે.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
Fact Check/Verification
ન્યૂઝચેકરે સમગ્ર ઈમેજમાં સ્પષ્ટ તફાવત જોયો, જે સૂચવે છે કે તે એકસાથે એડિટ કરાયેલા બે ફોટા હતા.
ત્યારપછી અમે “ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી મીટિંગ” માટે કીવર્ડ સર્ચ ચલાવ્યું, જેના કારણે 7 ઓગસ્ટ, 2024ના રોજ બંને નેતાઓની મુલાકાત થઈ ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સત્તાવાર વેબસાઇટ પર અમને આ ફોટો જોવા મળ્યો.
ન્યૂઝચેકરને જાણવા મળ્યું કે ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉત સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ કેસી વેણુગોપાલને ખડગેના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા.
અહેવાલો પણ વહેતા થયા કે, ઠાકરે અને પવાર ગાંધી સાથે જોડાશે કારણ કે કોંગ્રેસ 20 ઓગસ્ટ, મંગળવારના રોજ મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેના પ્રચારની શરૂઆત કરશે.
અમને ઠાકરેનો ગાંધી સમક્ષ ઝૂકતો કોઈ ફોટો મળ્યો નથી, જ્યારે AICC ફોટો (ડાબે) સાથે વાયરલ તસવીર (જમણે)ની સરખામણી ઠાકરેના પોશાક અને ગાંધીના વલણને ધ્યાનમાં લેતા, દર્શાવે છે કે ફોટો ડિજિટલી છેડછાડ કરવામાં આવ્યો હતો.
ન્યૂઝચેકરે પછી ઠાકરેને વાયરલ ઈમેજથી અલગ કર્યા પછી રિવર્સ ઈમેજ સર્ચ કર્યું, જેના કારણે અમને કેટલાક અહેવાલો મળ્યા, જે અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.
શિવસેના (UBT)ના વડા જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાનના પત્ની સુનીતા કેજરીવાલની મુલાકાતે ગયા ત્યારે તે વેળાનો તેમનો ફોટો શેર કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હી ખાતે સત્તાવાર નિવાસસ્થાને તેમની મુલાકાત થઈ હતી.
અહેવાલો અનુસાર, ફોટામાં ઠાકરે અરવિંદ કેજરીવાલના માતા-પિતા ગીતા દેવી અને ગોવિંદ રામને મળતા દેખાઈ રહ્યા છે.
Read Also – Fact Check – ISISનો જૂનો વીડિયો સાઉદીમાં પાકિસ્તાની નાગરિકોને રેપની સજા તરીકે વાઇરલ
Conclusion
કેજરીવાલના નિવાસસ્થાન (ડાબે) ઠાકરેની મુલાકાતના ફોટા સાથેની સરખામણી પુષ્ટિ કરે છે કે વાયરલ છબી (જમણે) બે અલગ અલગ તસવીરોનું સંયોજન હતું.
Result: Altered Image
Sources
Indian National Congress website
Rediff article, August 09, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044