Authors
Claim – NEET-UG પેપર-લીક કેસના લાભાર્થીઓની વાઇરલ તસવીર, જેઓ તમામ મુસ્લિમ વિદ્યાર્થીઓ છે અને “NEET જેહાદ”નું ષડયંત્ર દર્શાવતો દાવો
Fact – વાયરલ ન્યૂઝપેપર ક્લિપિંગ ખરેખર કેરળ સ્થિત કોચિંગ સેન્ટરની જાહેરાતની છે. જેમાં NEETમાં ઉચ્ચ સ્કોર મેળવનારા તેના વિદ્યાર્થીઓની પ્રશંસા કરવામાં આવી છે, જેનો વર્તમાન પેપર-લીક કેસ સાથે કોઈ સંબંધ નથી.
NEET-UG પેપર-લીક કેસમાં ઘણાની ધરપકડની વચ્ચે આ પરીક્ષામાં ‘મુસ્લિમ સાંઠગાંઠ’ અને ‘પરીક્ષા જેહાદ’નો આક્ષેપ કરતી પોસ્ટ સોશિયલ મીડિયાના કેટલાક વર્ગોનું ધ્યાન ખેંચ્યું છે.
એક કથિત અખબારની ક્લિપિંગ જેમાં કેટલાક વિદ્યાર્થીઓના ફોટા દર્શાવવામાં આવ્યા છે, જે કથિત રીતે માત્ર મુસ્લિમ સમુદાયના છે, તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને યુઝર્સે ભારપૂર્વક જણાવ્યું છે કે, પેપર લીકના “લાભાર્થીઓ” બધા મુસ્લિમ વિદ્યાર્થીઓ હતા.
અન્ય ઘણા યુઝર્સે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ લોકો મુસ્લિમ સમુદાયના છે. જે પેપર લીક પાછળ સંગઠિત “મુસ્લિમ” સાંઠગાંઠ દર્શાવે છે. તે સીબીઆઈ દ્વારા ઝારખંડની શાળાના આચાર્ય અને ઉપ-આચાર્યની ધરપકડ તરફ ઈશારો કરે છે.
ટ્વીટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
NEET-UG પેપર લીક કેસ
સમગ્ર ભારતમાં MBBS, BDS અને અન્ય સંબંધિત અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત 2024 NEET-UGની એક્ઝામ પ્રશ્નપત્ર લીક, ગ્રેસ માર્કિંગ સહિતના શ્રેણીબદ્ધ આરોપોથી ઘેરાયેલી રહી છે. ગ્રેસ માર્ક્સના મુદ્દાઓ રાજકીય પક્ષો માટે રાષ્ટ્રવ્યાપી મુદ્દા બની ગયા છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષો અઠવાડિયા સુધી વિરોધ કરી રહ્યાં છે.
Fact Check/Verification
શું NEET કૌભાંડની તપાસમાં માત્ર મુસ્લિમોની જ ધરપકડ કરવામાં આવી હતી?
ન્યૂઝચેકરને જાણવા મળ્યું કે, NEET પેપર લીક કેસમાં આરોપીઓ હિંદુ સમુદાયના લોકો પણ સામેલ હતા. જે મુસ્લિમ સાંઠગાંઠના વાયરલ દાવાનો વિરોધાભાસ કરે છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે, જેમાં મોટાભાગના આરોપીઓએ પૂછપરછ દરમિયાન આ કેસમાં મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા સંજીવ મુખિયાનું નામ લીધું હતું.
વાઈરલ ઈમેજ પાછળની હકીકત શું છે જેમાં માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓ જ ઉચ્ચ માર્ક્સ મેળવે છે?
ન્યૂઝચેકરે વાયરલ પોસ્ટ્સની કમૅન્ટ્સ ચૅક કરી, જેમાં એક યુઝર્સે ધ્યાન દોર્યું હતું કે, આ જાહેરાત ખરેખર મલયાલમ દૈનિક માતૃભૂમિમાં દેખાઈ હતી. અમે જોયું કે, તે યુનિવર્સલ ઇન્સ્ટિટ્યૂટ, કોટ્ટક્કલ, કેરળની તારીખ 6 જૂન, 2024ની જાહેરાત હતી, જેમાં NEET-2024માં ઉચ્ચ રૅન્ક મેળવનારા તેમનાં વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા.
અમે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જૂથમાં મોટાભાગે મુસ્લિમો હોવા છતાં, અન્ય સમુદાયોના વિદ્યાર્થીઓ પણ હતા. સંસ્થાની વેબસાઇટે પણ આ જ જાહેરાત શેર કરી હતી.
અમે પછી સંસ્થાના આચાર્ય કેપ્ટન ડૉ અબ્દુલ હમીદનો સંપર્ક કર્યો, જેમણે કહ્યું, “અખબારની ક્લિપિંગ યુનિવર્સલ ઇન્સ્ટિટ્યૂટ, કોટ્ટક્કલની જાહેરાતની છે. જે ઘણા અખબારોમાં પ્રકાશિત થઈ હતી. આ જાહેરાત અમારી સંસ્થાના વિદ્યાર્થીઓને દર્શાવાયા છે, જેમાં વિવિધ સમુદાયોના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. કોટ્ટક્કલ એક મલપ્પુરમ જિલ્લામાં આવેલો મુસ્લિમ બહુમતી વિસ્તાર છે. તેથી સ્વાભાવિક રીતે મોટાભાગના વિદ્યાર્થીઓ તે સમુદાયના છે. ઉપરાંત, આમાંના કેટલાક વિદ્યાર્થીઓ વર્ષોથી આ NEET પરીક્ષાઓનો પ્રયાસ કરી રહ્યા હતા જેથી તેના માટે સખત મહેનત કરી રહ્યા હતા. તેથી તેમને પેપર-લીક કૌભાંડ સાથે જોડવું દુર્ભાગ્યપૂર્ણ છે.”
અમે એ પણ જાણવા મળ્યું કે, મલપ્પુરમ જિલ્લામાં મુસ્લિમો (68.53%) બહુમતી વસ્તી ધરાવે છે, ત્યારબાદ 2011ની વસ્તી ગણતરી મુજબ હિંદુ (29.17%) અને ખ્રિસ્તી (2.22%) સમુદાયોની વસ્તી છે.
NEET કૌભાંડના લાભાર્થીઓ વિશે કોઈ જાહેર માહિતી ઉપલબ્ધ નથી, વાયરલ દાવો પાયાવિહોણો
અમને NEET પેપર-લીક કૌભાંડના “લાભાર્થીઓ”ને ઉજાગર કરતા કોઈ સમાચાર અહેવાલો કે સત્તાવાર નિવેદનો મળ્યા નથી. ઇન્સ્ટિટ્યૂટનું નામ તપાસમાં સામે આવ્યું નથી, જ્યારે કેરળમાં હજુ સુધી NEET અનિયમિતતાના કોઈ કેસની જાણ કરવામાં આવી નથી . જેથી તે ત્યાંથી વાઇરલ થયેલા સામુદાયિક રીતે પ્રેરિત કરાયેલા દાવો ખોટો હોવાની પુષ્ટિ કરે છે.
Read Also – Fact Check: ગુજરાતમાં વરસાદમાં રોડના ખાડામાં પડી રહેલી મહિલાનો વીડિયો ખરેખર બ્રાઝિલનો
Conclusion
NEET પેપર લીક કૌભાંડમાં મુસ્લિમ લાભાર્થીઓને દર્શાવવાનો દાવો કરતી વાઇરલ અખબારની ક્લિપિંગ ખરેખર કેરળ કોચિંગ સેન્ટરની જાહેરાતની હતી. જેમાં NEET 2024માં ઉચ્ચ સ્કોર મેળવનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપાયા હતા. યાદીમાં અન્ય સમુદાયોના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આથી NEET જેહાદનો દાવો ખોટો સાબિત થાય છે.
Result – False
Sources
Mathrubhumi e-paper
Universal Institute, Kottakkal website
Conversation with Captain Dr Abdul Hameed, principal, Universal Institute
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044