Authors
ગાઝિયાબાદમાં કથિત રીતે ખોરાકમાં પેશાબ ભેળવવાના આરોપમાં ધરપકડ કરાયેલી નોકરાણી (ઘરેલું સહાયક) અંગેનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ દાવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરની નોકરાણીનું સાચું નામ રૂબીના ખાતૂન છે અને તે રીના તરીકે દેખાતી હતી અને ખાવાની વસ્તુઓમાં પેશાબ મિક્સ કરતી હતી. જોકે, તપાસમાં દાવો ખોટો પુરવાર થયો છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ પર હલાલનો લોગો દર્શાવતો એક ફોટો વાયરલ જોવા મળ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ વેચાઈ રહ્યા છે. પરંતુ ન્યૂઝચેકરની તપાસમાં આ દાવો ખોટો હોવાનું પુરવાર થયું છે. વાંચો આ સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.
ગાઝિયાબાદમાં ભોજનમાં પેશાબ ભેળવવાના આરોપમાં પકડાયેલ ઘરેલુ કામ કરતી વ્યક્તિ મુસ્લિમ નથી
ગાઝિયાબાદમાં કથિત રીતે ખોરાકમાં પેશાબ ભેળવવાના આરોપમાં ધરપકડ કરાયેલી નોકરાણી (ઘરેલું સહાયક) અંગેનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ દાવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરની નોકરાણીનું સાચું નામ રૂબીના ખાતૂન છે અને તે રીના તરીકે દેખાતી હતી અને ખાવાની વસ્તુઓમાં પેશાબ મિક્સ કરતી હતી. જોકે, તપાસમાં દાવો ખોટો પુરવાર થયો છે.
વધુ અહેવાલ અહીં વાંચો.
વાડીલાલ ‘ભારતમાં હલાલ સર્ટિફિકેટ’વાળો આઇસક્રીમ વેચતી હોવાનો વાઇરલ દાવો ખરેખર ખોટો નીકળ્યો
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ પર હલાલનો લોગો દર્શાવતો એક ફોટો વાયરલ જોવા મળ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ વેચાઈ રહ્યા છે. પરંતુ ન્યૂઝચેકરની તપાસમાં આ દાવો ખોટો હોવાનું પુરવાર થયું છે.
વધુ અહેવાલ અહીં વાંચો.
વીડિયોમાં સાંપ્રદાયિક નિવેદન આપનાર વ્યક્તિ અભિનેતા નસીરુદ્દીન શાહના ભાઈ નથી, વીડિયો ખોટા દાવા સાથે વાઇરલ
સોશિયલ મીડિયા પર મુસ્લિમો વિરુદ્ધ અભિનેતા નસીરુદ્દીન શાહના ભાઈ ભડકાઉ નિવેદન આપી રહ્યા હોવાનો દાવો વાઇરલ થયો હતો. જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે, મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપનાર વ્યક્તિ અભિનેતા નસીરુદ્દીન શાહના ભાઈ નથી, પરંતુ સતીશ માયલાવરપુ ઉર્ફે સતીશ અન્ના છે.
વધુ અહેવાલ અહીં વાંચો
ગુજરાતમાં ગરબામાં મહિલાઓ પર પથ્થરમારાના આરોપમાં યુવકોને માર મારવાનો જૂનો વીડિયો તાજી ઘટના તરીકે વાઇરલ કરી દેવાયો
ગુજરાતના ખેડામાં ગરબા કરતી મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવાય રહ્યું છે કે, આ ઘટના બાદ પોલીસે ગુનેગારોને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. પરંતુ જૂની ઘટના તાજી ઘટના તરીકે વાઇરલ કરાઈ હતી.
વધુ અહેવાલ અહીં વાંચો
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044