WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં Priya Malikને કુસ્તી Olympicsમાં ગોલ્ડ મેડલ મળ્યું અને Google દેશભરમાં 800થી વધુ રેલવે સ્ટેશન પર Free WIFI તો ભગવો ધ્વજ ફાડનાર કોંગ્રેસ નેતા Ramkesh meenaને લોકોએ માર માર્યો અને રામ મંદિરના નિર્માણનું કાર્ય ઝડપથી વધી રહ્યું હોવાના દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ વાયરલ.

શું ખરેખર Priya Malikને કુસ્તી Olympicsમાં ગોલ્ડ મેડલ મળ્યું છે?
મહિલા વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ ભારતનું પ્રથમ સિલ્વર મેડલ જીત્યા પછી, રેસલર Priya Malik કુસ્તી ઓલમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે. પ્રિયા મલિકના ગોલ્ડ મેડલ જીત્યા બાદ અનેક લોકોએ શુભકામના પાઠવતા મેસેજ અને સોશ્યલ મીડિયા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Google દેશભરમાં 800થી વધુ રેલવે સ્ટેશન પર Free WIFI સુવિધા આપી રહી હોવાનો ભ્રામક દાવો વાયરલ
ફેસબુક પર એક ભ્રામક દાવો કરતી પોસ્ટ આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીના સમર્થકોના ગ્રુપ દ્વારા શેર કરવામાં આવેલ છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “ભારતમાં 800 રેલવે સ્ટેશન પર મફત વાઇફાઇ મળે છે, જેના માટે સરકારે 4.5 લાખ કરોડ રૂપિયાનો કરાર ગુગલ સાથે કર્યો છે”,” જયારે કિસાનોની લોન માફ કરવા માટે 86 હજાર કરોડ નથી” (Google Free WIFI)

શું ખરેખર હિમાચલમાં ફરવા ગયેલા પ્રવાસીઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ટ્રાફિક જામ થયો હતો?
હિમાચલના પહાડી વિસ્તારમાં ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હોવાના દાવા સાથે ફેસબુક પર એક વિડિઓ વાયરલ થયેલ છે. ન્યુઝ સંસ્થાન Connect Gujarat અને Channel Eye Witness દ્વારા “કુદરતી આફતોએ દસ્તક દેતાં પ્રવાસીઓ ફરી રહયાં છે પરત, રસ્તાઓ પર જોવા મળ્યો ટ્રાફિકજામ” હેડલાઈન સાથે આ વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.

સનાતન ધર્મનો ભગવો ધ્વજ ફાડનાર કોંગ્રેસ નેતા Ramkesh meenaને લોકોએ માર માર્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
આ સંદર્ભે ફેસબુક પર એક આધેડ વ્યક્તિને માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગુસ્સે ભરાયેલું ટોળું વ્યક્તિને લાકડી વડે માર મારતા જોવા મળે છે. વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય રામકેશ મીના છે, જેમણે થોડા દિવસો પહેલા જયપુરમાં ભગવો ધ્વજ ફાડી નાખ્યો હતો. આ મુદ્દે રોષે ભરાયેલ લોકોએ આ ધારાસભ્યને ભર બજારમાં માર મારવાનું શરૂ કર્યું.

અયોધ્યામ રામ મંદિરના નિર્માણનું કાર્ય ઝડપથી વધી રહ્યું હોવાના દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ વાયરલ
Ram Mandir નું નિર્માણ કાર્ય ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના દાવા સાથે ફેસબક પર એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં મંદિરમાં અદભુત કોતરણી કામ અને પ્રતિમાઓ લગાવવામાં આવી હોવાના દર્શ્યો જોવા મળે છે. ફેસબુક પર Hindu Ekta Padra નામના યુઝર દ્વારા “મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામલલા નુ અયોધ્યા મંદિર નું કામગીરી ઘણી બધી ઝડપથી વધી રહી છે ” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044