Fact Check
Fact Check – પ્રયાગરાજમાં મહાકુંભ 2025ના સમાપન પર અદભૂત આતશબાજીના વાઇરલ વીડિયોનું શું છે સત્ય?
Claim
પ્રયાગરાજમાં મહાકુંભ 2025ના સમાપન પર અદભૂજ આતશબાજીનો વીડિયો.
Fact
દાવો ખોટો છે. 2024માં વારાણસીમાં દેવદિવાળી નિમિત્તે થયેલી આતશબાજીની ઉજવણીનો વીડિયો મહાકુંભના સમાપનની ઉજવણી તરીકે વીડિયો વાઇરલ કરાયો છે.
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું મહાશિવરાત્રીના દિવસે સમાપન થયું. મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું. ભાગદોડ અને ભીડના કારણે મહાકુંભ વિશે વિવાદ પણ સર્જાયો પરંતુ કરોડો શ્રદ્ધાળુઓએ સ્નાન કરી મહાકુંભની પ્રશંશા પણ કરી.
જોકે, આ દરમિયાન મહાકુંભ વિશે સોશિયલ મીડિયા અને મીડિયામાં ઘણા વીડિયો, તસવીરો પણ વાઇરલ જોવા મળ્યા. એઆઈથી જનરેટ કરાયેલી તસવીરો પણ સામેલ છે. ન્યૂઝચેકરે મહાકુંભ સાથે સંકળાયેલ ઘણી મિસઇન્ફર્મેશનનું ઇન્વેસ્ટિગેશન કરીને તેનું ફેક્ટ ચેક કરી સત્ય ઉજાગર કર્યું.
વધુમાં, એક અન્ય વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે, મહાકુંભના સમાપન નિમિત્તે થયેલી આતશબાજીનો તે વીડિયો છે.
ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમાં થઈ રહેલી અદભૂત આતશબાજીનો નજારો મહાકુંભના સમાપન સમારોહનો છે.
વીડિયોમાં લોકો આતશબાજી થઈ રહી છે તેનો આનંદ માણી રહ્યાં હોવાનું દેખાય છે. આકાશમાં રંગબેરંગી આતશબાજી થઈ રહી છે.


સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
પરંતુ, ન્યૂઝચેકર અનુસાર વીડિયો મહાકુંભ 2025ના સમાપન સમારોહનો નથી. તે ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે. દાવો ખરેખર એક અર્ધ સત્ય છે.
Fact/Check Verification
વાઇરલ વીડિયોની તપાસ કરવા માટે સૌપ્રથમ અમે ગૂગલ સર્ચની મદદ લીધી. ગૂગલ સર્ચમાં મહાકુંભ આતશબાજીના કીવર્ડ ચલાવતા અમને કોઈ સત્તાવાર અહેવાલ પ્રાપ્ત ન થયો.
આથી અમે વાઇરલ વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચની મદદથી સ્કૅન કર્યાં. જેમાં અમને 15 નવેમ્બર-2024ના રોજ મનીકંટ્રોલ હિંદી ન્યૂઝના સત્તાવાર ફેસબુક પૅજ પર પ્રકાશિત એક વીડિયો અહેવાલ પ્રાપ્ત થયો.

વીડિયોમાં જણાવાયું છે કે, તે ઉત્તર પ્રદેશના વારાણસીમાં લલિત ઘાટ પર 2024ના વર્ષમાં દેવ દિવાળી નિમિત્તે થયેલી આતશબાજી ઉજવણીનો છે. વીડિયોને ધ્યાનથી જોતા સ્પષ્ટ થાય છે કે, તેમાં જે આતશબાજીના દૃશ્યો છે તે વાઇરલ વીડિયોના દૃશ્યો સાથે બંધબેસે છે.
વધુ તપાસ કરતા અમને 16 નવેમ્બર-2024ના રોજ નવભારત લાઇવના X હેન્ડલની પોસ્ટ પ્રાપ્ત થઈ. તેમાં પણ એક વીડિયો પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં જણાવાયું છે કે, તે વારાણસીના લિલત ઘાટ પર દેવ દિવાળીની રાત્રે થયેલી ઉજવણીનો વીડિયો છે.
તેમાં રહેલા વીડિયોના દૃશ્યો અને વાઇરલ વીડિયોના દૃશ્યો પણ સરખા છે.
તદુપરાંત 16 નવેમ્બર-2024ના રોજ આકાશ શેઠ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ વીડિયો શેર કરાયો હતો અને 15 નવેમ્બર-2024ના રોજ ઝી ન્યૂઝ બિઝનેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ એક વીડિયો અહેવાલ પ્રકાશિત કરાયો હતો.
ઉપરોક્ત તમામ બાબતો સૂચવે છે કે, વાઇરલ વીડિયો ખરેખર વારાણસીનો છે અને વર્ષ 2024માં દેવ દિવાળી નિમિત્તે થયેલી આતશબાજીનો છે.
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વાઇરલ વીડિયોનો દાવો અર્ધ સત્ય છે. વીડિયો ખરેખર મહાકુંભ 2025નો નથી. તે 2024માં વારાણસીમાં
Sources
News Report by Moneycontrol Hindi, dated 15th Nov, 2024
X post by Navbharat Live, Dated 16th Nov, 2024
News Report by Zee Business, Dated 15th Nov, 2024
Instagram Post by Akashsheth, dated 16th Nov, 2024
