Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ઈરાને મોસાદના જાસૂસને ફાંસી આપ્યાનો વાઇરલ વીડિયો.
દાવો ખોટો છે. વિડિયો 2024ની ઈરાની ફિલ્મનો BTS (બિહાઇંડ ધી સીન)ના ફૂટેજ હોવાનું જાણવા મળ્યું છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તાજેતરમાં તણાવ વધતા રોકેટ હુમલા થયા હતા. યુદ્ધમાં બંને દેશોએ મિસાઇલ હુમલા કર્યાં.
દરમિયાન, દેશવ્યાપી જાસૂસી કાર્યવાહીમાં ઈરાને ઈઝરાયલ માટે જાસૂસી કરવાના આરોપમાં ઓછામાં ઓછા છ લોકોને ફાંસી આપી દીધી છે અને 700 લોકોની ધરપકડ કરી છે તેવા અહેવાલો વચ્ચે, એક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં કથિતરૂપે વ્યક્તિને ફાંસી અપાતી બતાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
એક વીડિયોમાં કથિત રીતે ઈઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદના એક જાસૂસને જાહેરમાં ફાંસી આપવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને તેની કૅપ્શનમાં લખ્યું છે, ” ઈરાને મોસાદના એજન્ટને ફાંસી આપી.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
ન્યૂઝચેકર અનુસાર વીડિયોનો દાવો ખોટો છે.
વાઇરલ દાવાની તપાસ માટે અમે 12 દિવસના ઈરાન-ઈઝરાયલ સંઘર્ષના વ્યાપક મીડિયા કવરેજ અને તેના પરિણામે ઈસ્લામિક રિપબ્લિક દ્વારા વિશ્વાસઘાતની શંકાના આધારે રહેવાસીઓની ધરપકડ , જેમાં છ લોકોને ફાસ્ટ-ટ્રેક ટ્રાયલમાં ફાંસી આપવામાં આવી હોવાના અહેવાલ છે, તેની તપાસ કરી. તેમાં ન્યૂઝચેકરને વાઇરલ થયેલા દ્રશ્યો સંબંધિત કોઈ અહેવાલ કે વીડિયો પ્રાપ્ત ન થયો.
ત્યારબાદ ન્યૂઝચેકરે 47-સેકન્ડના વિડીયોના કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કરી, જેમાં અમને સોશિયલ મીડિયા પોસ્ટ મળી જેના રિપ્લાયમાં કૉમેન્ટમાં કહેવાયું હતું કે, વાઇરલ વીડિયો ખરેખર ફિલ્મના બિહાઇંડ ધી સીનના ફૂટેજ છે.
જેનાથી અમને યુટ્યુબ પર તે જ ક્લિપનું લાંબુ વર્ઝન મળ્યું, જે 16 એપ્રિલ, 2024ના રોજ તાજેતરના સંઘર્ષ પહેલાનું હતું. તે અલીરેઝા દોન્યાદિદેહ નામના યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યું હતું, જેમાં તે પોતાને “સ્ટંટમેન, એક્શન સીન ડિઝાઇનર અને એડ્રેનાલિન જંકી” તરીકે વર્ણવે છે.
વિડીયોનું શીર્ષક છે- “અભિનેતાને સ્ટેજ પાછળ લટકાવી રહ્યા છીએ #અભિનેતા #ફાંસી #સ્ટંટ #રોપએક્સેસ #સિનેમા #એક્શન #પોલીસ #ઈરાન.”
જ્યારે તેની વિગતોમાં ફારસી ભાષામાં લખ્યું હતું કે: “ફિલ્મ સ્ટંટ ડિઝાઇનર ફિલ્મના પડદા પાછળના દૃશ્યો: અલીરેઝા દોન્યાદિદેહ”.
અમે સંબંધિત કીવર્ડ શોધ ચલાવી, જેના પછી અમને 12 જાન્યુઆરી, 2025ના રોજ @alidonya021 (Alireza Donyadide) દ્વારા Instagram પર અપલોડ કરાયેલ વાયરલ ક્લિપ મળી. “બોડીલેસ ફિલ્મના અમલના પડદા પાછળ.” (ફારસીમાંથી અનુવાદિત)
વધુ શોધખોળ કરતાં અમને 8 મે, 2025ના રોજ યુટ્યુબ પર અપલોડ કરાયેલી એ જ ફિલ્મ મળી, જ્યાં અમને 05:17 વાગ્યે વાયરલ વીડિયો જેવી જ એક ફ્રેમ મળી, જે પુષ્ટિ કરે છે કે તે 2024માં રિલીઝ થયેલી ઈરાની ફિલ્મ “બી બદન” અથવા “બોડીલેસ” નું પડદા પાછળના (BTS) ફૂટેજ હતાં.
Read Also: Fact Check – ફ્લાઇટમાં મહિલા અને યુવક વચ્ચે 11A સીટ માટેની લડાઈના વીડિયોનું શું છે સત્ય?
અમારી તપાસમાં જાણવા મળે છે કે, ઈરાન દ્વારા ઇઝરાયલી જાસૂસોને ફાંસી આપતા બતાવવાનો દાવો કરતા વાયરલ વીડિયોના દૃશ્યો ખરેખર ઈરાની ફિલ્મનાBTS ફૂટેજ એટલે કે ફિલ્મની શૂટિંગ સમયના દૃશ્યો છે. તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. આથી વાઇરલ વીડિયોનો દાવો ખોટો છે.
Sources
YouTube video by Alireza Donyadideh, April 16, 2024
Instagram Video by Alireza Donyadideh, April 12, 2024
YouTube video by Televika, May 8, 2024
(અહેવાલ પહેલા ન્યૂઝચેકર અંગ્રેજીના કુશલ મધુસુદન દ્વારા પ્રકાશિત થયેલ છે. અહેવાલ અહીં વાંચવા અહીં ક્લિક કરો.)
Dipalkumar Shah
July 25, 2025
Dipalkumar Shah
May 8, 2025
Dipalkumar Shah
April 10, 2025