આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં માર્ટિન લ્યુથર કિંગ ભારત પ્રવાસ દરમિયાન દ્વારકાધીશ મંદિરે આવ્યા અને 100ની જૂની નોટ માર્ચથી બંધ તો દિલ્હી લાલ કિલ્લા પર ખાલસાનો ધ્વજ લહેરાવવામાં આવ્યો તેમજ દિલ્હીના 200 પોલીસ ઓફિસર ખેડૂત આંદોલનમાં જોડાયા હોવાના ભ્રામક દાવો પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

માર્ટિન લ્યુથર કિંગ ભારત પ્રવાસ દરમિયાન દ્વારકાધીશ મંદિરના સંદર્ભમાં આ વાક્ય બોલ્યા હોવાંના ભ્રામક દાવાનું સત્ય
માર્ટિન લ્યુથર કિંગ પર વાયરલ થયેલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે કે લ્યુથર કિંગ ભારતની મુલાકાતે આવેલ હતા પરંતુ દ્વારકાધીશ મંદિરે ગયા ન હતા. લ્યુથર કિંગ ફેબ્રુઆરી 1959ના ભારતના પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે “અન્ય દેશોમાં હું ટૂરિસ્ટ તરીકે જઇ શકું છું, પરંતુ હું ભારત યાત્રાળુ તરીકે આવું છું” આ વિષય પર તેઓ ગાંધીજી માંથી મળેલ અહિંસાની પ્રેરણા તેમજ તેમના ઉપદેશોનું સમર્થન કરતા જણાવ્યું હતું. નોંધનીય છે કે લ્યુથર કિંગ ભારત પ્રવાસ દરમિયાન દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ ગયા હતા.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

5,10,100ની જૂની નોટ માર્ચથી બંધ, જાણો ગુજરાતી ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ભ્રામક ખબર
ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જેમાં 5,10,100ની નોટ માર્ચ મહિનાથી બંધ થવાની જાણકારી તદ્દન ભ્રામક છે. RBI દ્વારા વાયરલ ખબર ભ્રામક હોવાની માહિતી ટ્વીટર મારફતે આપેલ છે. જયારે ન્યુઝ સંસ્થાનો દ્વારા એજીએમ બી.મહેશના હવાલે જૂની ચલણી નોટ બંધ થવાની માહિતી પ્રકાશિત કરેલ હતી, પરંતુ એજીએમ દ્વારા આપવામાં આવેલ માહિતી નો ખોટો અર્થ અથવા જાણી જોઈ ઉમેરો કરી ખબર પ્રકાશિત કરવામાં આવેલ હોવાનું સાબિત થાય છે.

દિલ્હી લાલ કિલ્લા પર ખાલસાનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
લાલ કિલ્લા પર, આંદોલનકારીઓ દ્વારા વિશેષ ધાર્મિક અને સંગઠન સંબંધિત ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ખાલિસ્તાન ધ્વજ શામેલ નથી. લાલ કિલ્લા પરથી ભારતનો ધ્વજ હટાવવામાં આવ્યો અને ખાલસા ધ્વજ લહેરાવવામાં આવ્યો હોવાનો દાવો સત્ય નથી. નિશાન સાહેબના ધ્વજને ખાલસા ધ્વજ હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.

પીઠ પર લાઠીચાર્જના નિશાન સાથે વાયરલ થયેલ તસ્વીર 2019માં થયેલ બનાવ છે, જાણો શું છે સત્ય
26મી ના થયેલ ટ્રેક્ટર પરેડ અને તેમાં થયેલ હિંસામાં કિસાન પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો અને આ દાવા સાથે વાયરલ કરવામાં આવેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. પીઠ પર લાઠીના ઘા સાથે વાયરલ થયેલ તસ્વીર જૂન 2019માં થયેલ બનાવની છે, જેમાં મુખર્જી નગર પોલીસ દ્વારા એક શીખ રીક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હતો. હાલમાં ખેડૂત આંદોલનમાં આ પ્રકારે હિંસા કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે જૂની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

દિલ્હીના 200 પોલીસ ઓફિસર ખેડૂત આંદોલનમાં જોડાયા હોવાના ભ્રામક દાવાનું સત્ય
દિલ્હી ખાતે ચાલી રહેલ કિસાન આંદોલનમાં 200 જેટલા દિલ્હીના પોલીસ ઓફિસર જોડાયા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. દિલ્હી પોલીસના માહિતી વિભાગ સાથે વાતચીત કરતા વાયરલ દાવો તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરેલ છે. જેમાં દિલ્હીના 200 પોલીસ ઓફિસરે રાજીનામુ આપ્યું હોવાનો દાવો તદ્દન ખોટો હોવાની જાણકારી આપવામાં આવેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)