Fact Check
Weekly Wrap: રાજકોટ કોરોના હોટસ્પોટ જાહેર કરાયું અને સુધા મૂર્તિ શાકભાજી વેચી રહ્યા છે અને કંગના ભાજપની પાર્ટી પ્રવક્તા જાહેર કરાઈ હોવાના ભ્રામક દાવાઓ પર Top 5 Fact Check
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ કોરોના હોટસ્પોટ જાહેર કરાયું અને સુધા મૂર્તિ શાકભાજી વેચી રહ્યા છે અને કંગના ભાજપની પાર્ટી પ્રવક્તા જાહેર કરાઈ તો સાઉથની એક્ટ્રેસની તસ્વીર ડો.વિધિના મૃત્યુ સાથે વાયરલ ભ્રામક દાવાઓ પર કરાયેલ ફેકટચેક રિપોર્ટ.

અમદાવાદના ડો.વિધિનું કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ થયા હોવાના દાવા સાથે કેરેલાની એક્ટ્રેસની તસ્વીર વાયરલ
ફેસબુક અને વોટસએપ પર અમદાવાદના ડો.વિધિ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા શહીદ થયા હોવાના દાવા સાથે શેર કરાયેલ તસ્વીર કેરેલાની એક એક્ટ્રેસ Samskruthy Shenoy છે. જયારે ડો.વિધિ જે અમદાવાદમાં એક ગાયનેકોલોજીસ્ટ હતા, અને તેનું કરોના થવાના કારણે મૃત્યુ થયેલ હોવાના દાવા પર IMSO દ્વારા માહિતી આપવામાં આવેલ છે.

સુધા મૂર્તિ ઇન્ફોસિસ કંપનીના ફાઉન્ડરના પત્ની શાકભાજી વહેંચી રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
વાયરલ પોસ્ટ સાથે સુધા મૂર્તિ પર કરવામાં આવેલ દાવા પર મળતા પરિણામ મુજબ સાબિત થાય છે, સુધા મૂર્તિ બંગ્લોર મઠની બહાર શાકભાજી નથી વહેંચી રહ્યા, પરંતુ તેઓ દર વર્ષે ત્રણ દિવસ માટે મઠમાં નિસ્વાર્થ સેવા આપવામાં આવે છે.

કંગના ભાજપમાં પાર્ટી પ્રવક્તા તરીકે જોડાઈ હોવાનો ભ્રામક દાવો વાયરલ
ફેસબુક પર વાયરલ થયેલ તસ્વીર અને કંગના ભાજપની પાર્ટી પ્રવકતા તરીકે જોડાઈ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. બિહારમાં થનાર ચૂંટણીમાં કંગના સ્ટાર પ્રચારક હોવાના દાવા પર પૂર્વ CM ફડણવીશ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જે મુજબ બિહાર ઈલેક્શનમાં નરેન્દ્ર મોદી જ સ્ટાર પ્રચારક રહેશે.

કંગના રનૌતનો 2019ના ઇન્ટરવ્યૂનો વિડિઓ ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ
પત્રકાર દ્વારા પૂવામાં આવેલ પ્રશ્ન પર જવાબ આપતા કહ્યું હતું કે “ઝાંસી કી રાણી મારી ચાચી નથી, તે તમારી પણ એટલી જ છે, જેટલી મારી” જે ઇન્ટરવ્યૂ વિડિઓનો એક ભાગ સોશ્યલ મીડિયા પર ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ કરાયેલ છે.

રાજકોટ કોરોના વાયરસનું નવું હોટસ્પોટ બન્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
રાજકોટ ગુજરાતનું નવું કોરોના હોટસ્પોટ બન્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. આ મુદ્દે રાજકોટ મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવેલ છે, જેમાં રાજકોટ હાઇએલર્ટ પર હોવાના દાવાને ભ્રામક જણાવવામાં આવેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)