Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં દીપિકા પાદુકોણ ખેડૂત આંદોલનમાં જોડાઈ તો એક મહિલાએ એન્ટી રેપ ડ્રેસ પહેરીને દેખાવ કર્યા, તો બીજી તરફ સરકાર દ્વારા દેશભરમાં 75 હજાર મેડિકલ કોલેજ ખોલવા મંજૂરી આપાઈ હોવાના દાવાઓ પર કરવામાં આવેલ ફેક્ટ ચેક
દીપિકા પાદુકોણની જૂની તસ્વીર પર એડિટિંગ દ્વારા ખેડૂત સમર્થન સ્લોગન લખી ભ્રામક દાવા સાથે વાયરલ
દીપિકાએ ખેડૂત આંદોલનને સમર્થન આપતા STANDWITHINDIANFARMES લખેલું ટી-શર્ટ પહેર્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર 2018માં દીપિકા એરપોર્ટ પરથી બહાર નીકળતા સમયે લેવાયેલ છે.
દેશભરમાં 75 હજાર નવી મેડિકલ કોલેજ માટે મંજૂરી આપાઈ હોવાનો ભ્રામક દાવો વાયરલ
સરકાર દ્વારા માત્ર 75 નવી મેડિકલ કોલેજ માટે પરવાનગી આપાઈ છે, તેમજ PPP મોડ હેઠળ તમામ જિલ્લા સરકારી હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ માટે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
ગુજરાતના શિક્ષણ મંત્રી માત્ર 8 ધોરણ પાસ હોવાનો ભ્રામક દાવો વાયરલ, જાણો શું છે સત્ય
ગુજરાતના શિક્ષણ મંત્રી પર વાયરલ થયેલ દાવાઓ તદ્દન ભ્રામક છે. ભુપેન્દ્ર સિંહ 8 ધોરણ નહીં પરંતુ LLB સુધીનો અભ્યાસ કરેલ છે. હાલમાં ભૂપેન્દ્રસિંહ રાજ્યના મંત્રીમંડળના સૌથી વધારે શિક્ષિત મંત્રી છે.
એન્ટી રેપ ડ્રેસ પહેરી મહિલા બળાત્કારનો વિરોધ કરી હોવાના ભ્રામક દાવા સાથે શ્રીલંકન આર્ટિસ્ટની તસ્વીર વાયરલ
એન્ટી રેપ ડ્રેસ પહેરીને મહિલા વિરોધ કરી રહી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર ખરેખરમાં શ્રીલંકાના કોલંબોમાં રહેતી મહિલા jananicooray છે, જે પર્ફોર્મિંગ આર્ટસની સ્ટુડન્ટ હતી.
હાથરસ ગેંગરેપની પીડિતાને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સાથે વાયરલ થયેલ તસ્વીર કોઈ અન્ય યુવતી છે!
હાથરસ ગેંગ રેપની પીડિતા મનીષા વાલ્મિકીના મોત બાદ સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શેર કરવામાં આવી છે, જે તદ્દન ભ્રામક તસ્વીર છે. વાયરલ તસ્વીર મનીષા યાદવની છે,
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.