આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં BJP નેતા દ્વારા અટલ ટનલની ભ્રામક તસ્વીર શેર કરવામાં આવી તો કિરણ ખેર દ્વારા રેપ આપણી સંસ્કૃતિ હોવાની વાત કરવામાં આવી બીજી તરફ મુલાયમ સિંહનું નિધન થયું હોવાના દાવા સાથે શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ પણ વાયરલ અને ગામડામાં આ વર્ષે નવરાત્રીના આયોજનને મંજૂરી હોવાના ભ્રામક દાવાઓ પર ખુલાસો

BJP નેતા અને ન્યુઝ સંસ્થાનો દ્વારા અટલ ટનલના નામ સાથે અમેરિકાની ટનલની તસ્વીર શેર કરવામાં આવી
ભાજપ નેતાઓ દ્વારા અટલ ટનલના ઉદ્ઘાટનની શુભકામના પાઠવાતી ટ્વીટ સાથે શેર ટનલની તસ્વીર ભ્રામક છે, તેમજ 2011-12માં કેટલાક સંસ્થાનો દ્વારા પણ અટલ ટનલ વિશે માહિતી આપતા આર્ટિકલ પર આ વાયરલ અને ભ્રામક તસ્વીર શેર કરવામાં આવેલ છે. BJP નેતા દ્વારા શેર કરવામાં આવેલ ટનલની તસ્વીર અમેરિકા કેલિફોર્નિયા શહેરમાં આવેલ ડેવિલ સ્લાઈડ ટનલ છે, જે 2013માં શરૂ કરવામાં આવેલ છે.

બળાત્કાર તો સદીયો સે હોતે આયે હૈ યે હમારી સંસ્કૃતિ હૈ : કિરણ ખેર, જાણો વાયરલ પોસ્ટનું સત્ય
ભાજપ સાંસદ કિરણ ખેર દ્વારા રેપ મુદ્દે કરવામાં આવેલ ટિપ્પણીની વાયરલ તસ્વીર એક ભ્રામક દાવો છે. કિરણ ખેર દ્વારા 2017માં હરિયાણામાં થયેલ રેપ મુદ્દે આપવામાં આવેલ સ્ટેટમેન્ટ પર ખુબજ ચર્ચાઓ થઈ હતી અને લોકોએ આક્રોશ પણ દર્શાવ્યો હતો પરંતુ જે બાદ કિરણ ખેર દ્વારા પોતાના સ્ટેટમેન્ટ પર સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે “મૈં તો યે કહા થા કી ઝમાના બુહત ખારબ હૈ, બચિયાં કો એહતીયાત બરત્ના ચાહિયે અહીં રાજકારણ રમવું જોઈએ નહીં” આ તમામ પરિણામ પરથી સાબિત થાય છે કિરણ ખેર પર થયેલ વાયરલ પોસ્ટ જૂની અને ભ્રામક છે.

મુલાયમ સિંહ યાદવનું નિધન થયું હોવાના દાવા સાથે ભ્રામક પોસ્ટ વાયરલ
સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ MLC મુલાયમ સિંહના નિધન પર શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ છે. જયારે સમાજવાદી પાર્ટી દ્વારા પૂર્વ MLCને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સાથે તેમની તસ્વીર પણ શેર કરવાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર ભ્રામક દાવા સાથે પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહની તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે.

કૉંગેસ નેતા દિગ્વિજય સિંહના પુત્રી શ્રેયાંશી સિંહ ભાજપમાં જોડાયા હોવાનો ભ્રામક દાવો વાયરલ
મધ્યપ્રદેશના પૂર્વ CM અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના પુત્રી ભાજપમાં જોડાયા હોવાના દાવો તદ્દન ભ્રામક છે. શ્રેયાંશી સિંહ બિહાર કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહના પુત્રી છે અને તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. બન્ને નેતાના નામ એક સરખા હોવાના કારણે આ ભ્રામક માહિતી ફેલાઈ હોવાનું જાણવા મળે છે. તેમજ કૉંગેસ નેતા દિગ્વિજય સિંહ દ્વારા પણ ટ્વીટ મારફતે આ દાવો ભ્રામક હોવાનું તેમજ aajtak ન્યુઝ દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ફેક ન્યુઝ વિશે સ્પષ્ટતા આપેલ છે.

ગામડામાં નવરાત્રીના આયોજનને મંજૂરી હોવાનો ભ્રામક દાવો વાયરલ
ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ સાથે કરવામાં આવેલ દાવો ગામડામાં ગરબાનું આયોજન થશે, જે તદ્દન ભ્રામક છે. CM રૂપાણી દ્વારા કોરોના સંક્રમણ જોતા નવરાત્રીના આયોજન બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. વાયરલ પોસ્ટ પર એડિટિંગ દ્વારા ભ્રામક દાવો લખવામાં આવેલ છે, ગુજરાત ભરમાં આ વર્ષે નવરાત્રી બંધ રહેશે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)