અશોકવાટિકામાં માતા સીતા જે શિલા પર બિરાજતા હતા તે પરત લાવવામાં આવી તો અખિલેશ યાદવ મુજબ ભારતને આઝાદી ઝીણાના કારણે મળી બીજી બાજુ ભારત 100 કરોડ વેક્સીન ડોઝ આપનાર દુનિયામાં પ્રથમ દેશ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ સોશ્યલ મીડિયા પોસ્ટ પર TOP 5 ફેક્ટ ચેક

વેસ્ટેન્ડિઝ ખેલાડી ક્રિસ ગેલ ક્રિકેટ માંથી નિવૃત્તિ લઇ રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું યુનિવર્સ બોસે
ફેસબુક યુઝર્સ Gujjukathiyavadi દ્વારા “આખું અબુધાબી થઈ ગયું ભાવુક,ઓસ્ટ્રેલિયાએ પણ ગેલ અને બ્રાવોને આપી આવી રીતે સલામ” ટાઈટ સાથે એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. વિસ્તૃત માહિતી મુજબ વેસ્ટ ઈન્ડિઝના બે મહાન ખેલાડી ડ્વેન બ્રાવો અને ક્રિસ ગેલે વેસ્ટેન્ડિઝ માટે પોતાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી અને હવે તેઓ ફરીથી વેસ્ટ ઈન્ડિઝ માટે રમતા જોવા મળશે નહીં. બ્રાવોએ પહેલેથી જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી અને આ મેચની શરૂઆતમાં ગેલે પણ તેના ચાહકોને આંચકો આપતાં નિવૃત્તિ લઈ લીધી હતી.

અશોકવાટિકામાં માતા સીતા જે શિલા પર બિરાજતા હતા તે પરત લાવવામાં આવી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
વાયરલ વીડિયોમાં કેટલાક લોકો પ્રતિમા જેવું કંઈક લઈને શ્રીલંકા એરલાઈન્સમાંથી ઉતરતા જોવા મળે છે, અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ અન્ય નેતાઓ પણ તેમનું સ્વાગત કરવા હાજર જોવા મળે છે. ફેસબુક પર “ અશોકવાટિકામાં માતા સીતા બિરાજમાન હતા તે શિલા આજે શ્રીલંકન એર લાઇન્સ દ્વારા અયોધ્યા પહોંચી જય જય સીયારામ” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.

ભારતને આઝાદી ઝીણાના કારણે મળી હોવાના દાવા સાથે અખિલેશ યાદવનો ભ્રામક વિડિઓ વાયરલ
ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, UPમાં સપા, બસપા, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 400થી વધુ બેઠક પર ચૂંટણી લડાશે. સોશ્યલ મીડિયા પર ચૂંટણી સંદર્ભે અનેક પોસ્ટ વાયરલ થતી રહે છે, આ ક્રમમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવનો એક વિડિઓ વાયરલ થયેલ છે. વિડીઓમાં અખિલેશ યાદવ ભારતની આઝાદી મહમદ અલી ઝીણાના કારણે મળી હોવાની વાત કરી રહ્યા છે.

ભારત-પાક બોર્ડર પર દિવાળીની ઉજવણી ટાઇટલ સાથે ન્યુઝ ચેનલે પોસ્ટ કર્યો ભ્રામક વિડિઓ, જાણો શું છે સત્ય
ન્યુઝ સંસ્થાન ‘અબતક ન્યુઝ‘ દ્વારા 5 સપ્ટેમ્બરના “ભારત-પાક બોર્ડર પર દિવાળીની ઉજવણી, બંને દેશના જવાનોએ આપી એકબીજાને મીઠાઈ” ટાઇટલ સાથે ફેસબુક પર એક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. વિડીઓમાં બન્ને દેશના જવાનો એકબીજાને મીઠાઈ અને ગિફ્ટ પેકેટ ભેટ આપી દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

ભારત 100 કરોડ વેક્સીન ડોઝ આપનાર દુનિયામાં પ્રથમ દેશ હોવાના ભ્રામક દાવા સાથે મંત્રી અને TV એન્કરની ટ્વીટ વાયરલ
કોરોના વેક્સીન મુદ્દે શરૂઆતમાં ઘણી ભ્રામક આફવાઓ ફેલાયેલ હતી, પરંતુ વેક્સીનની સફળતા બાદ અને સરકાર દ્વારા ચલાવવામાં આવેલ વેક્સીન ડ્રાઇવના કારણે ભારતમાં 100 કરોડ વેક્સીન ડોઝ લગાવવામાં આવ્યા છે. આ ક્રમમાં અનેક મંત્રીઓ અને અન્ય લોકો દ્વારા સોશ્યલ મીડિયા પર મોદી સરકારને શુભકામના સંદેશ પાઠવી રહ્યા હતા.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044