ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, UPમાં સપા, બસપા, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 400થી વધુ બેઠક પર ચૂંટણી લડાશે. સોશ્યલ મીડિયા પર ચૂંટણી સંદર્ભે અનેક પોસ્ટ વાયરલ થતી રહે છે, આ ક્રમમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવનો એક વિડિઓ વાયરલ થયેલ છે. વિડીઓમાં અખિલેશ યાદવ ભારતની આઝાદી મહમદ અલી ઝીણાના કારણે મળી હોવાની વાત કરી રહ્યા છે.
ફેસબુક (archive) પર “સારુ થયુ જિન્ના પેદા થયો હતો બાકી હજુ મુલાયમ ભૂરિયાવના પૂછવાડા ચાટતો હોત ટોટી ચોર” ટાઇટલ સાથે અખિલેશ યાદવના એક ભાષણનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. સમાન વિડિઓ ભાજપ નેતા અમિત માલવિયા દ્વારા ટ્વીટર પર “जिन्ना ने हमें आज़ादी दिलायी!” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે દાવા પર newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
crowdtangle ડેટા મુજબ અને ગુજરાતી કેપશન સાથે શેર કરવામાં આવેલ પોસ્ટ કુલ 1k થી વધુ લોકો દ્વારા જોવામાં આવેલ છે. જયારે ટ્વીટર પોસ્ટ 1kથી વધુ લોકો દ્વારા રીટ્વીટ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
યુટ્યુબ પર અખિલેશ યાદવનું સંપૂર્ણ ભાષણ સાંભળીને જાણવા મળે છે કે તેઓ ભારતના ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે હરદોઈમાં એક રેલી અને સભાને સંબોધન કરી રહ્યા હતા.

વિડિયોમાં 9:49 મિનિટ પછી, અખિલેશ યાદવ કહે છે, “સરદાર વલ્લભાઈ પટેલે જમીન પર પકડ રાખીને નિર્ણયો લીધા હતા. તેમના નિર્ણયોના કારણે તેને ‘લોખંડી પુરુષ’ નામ આપવામાં આવ્યું હતું. સરદાર પટેલ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, ઝીણા, આ તમામ બેરિસ્ટર બનવા માટે એક જ સંસ્થામાં અભ્યાસ કર્યો હતો. તેઓ બેરિસ્ટર બન્યા અને દેશની આઝાદી માટે લડ્યા. તેઓ કોઈપણ પડકારોમાંથી પાછળ હટ્યા નથી. જો કોઈએ ‘ચોક્કસ વિચારધારા’ ધરાવતી સંસ્થા (આરએસએસનો ઉલ્લેખ કરીને) પર અંકુશ મૂક્યો હોય તો તે સરદાર પટેલ હતા.
બ્રિટિશ શાસનથી ભારતની આઝાદી માટે તેમણે મોહમ્મદ અલી ઝીણાને શ્રેય આપ્યો તે બતાવવા માટે તેમના ભાષણના આ ભાગને સંદર્ભ વગર કાપવામાં આવ્યો છે અને શેર કરવામાં આવ્યો છે. જો કે, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ સહિત અન્ય ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ વિશે વાત કરી હતી. અને એ જ નિવેદનમાં ઝીણાના નામનો ઉલ્લેખ કર્યો.
Conclusion
ફેસબુક પર અને ભાજપ નેતા દ્વારા અખિલેશ યાદવના ભાષણનો એક ભાગ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે હરદોઈ ખાતે એક રેલી દરમ્યાન આપવામાં આવેલ ભાષણમાં તેઓએ તમામ સ્વાતંત્ર્ય સેનાનીના નામ સાથે ઝીણાનો ઉલ્લેખ કર્યો હતો, જયારે સોશ્યલ મીડિયા પર માત્ર ઝીણાના નામ સાથે શરૂ થતો ભાગ જ શેર કરવામાં આવેલ છે.
Result :- Misplaced context
Our Source
Social media
YouTube
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044