ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ભારત માતા કી જયના નારા લગાવ્યા અને વેસ્ટેન્ડિઝ ખેલાડી ક્રિસ ગેલ ક્રિકેટ માંથી નિવૃત્તિ લીધી બીજી તરફ કંગના રનૌતને એવોર્ડ આપવાના સંદર્ભે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હોવાના દાવા પર Newschecker દ્વારા કરવામાં આવેલ ફેક્ટ ચેક

પાકિસ્તાનની હાર બાદ ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ફેસબુક પર “પાકિસ્તાન સામેની મેચમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેથ્યુ વાડે” ટાઇટલ સાથે તો કયાંક “મેથ્યુ તુમ આગે બઢો , હમ તુમ્હારે સાથ હૈ” ટાઇટલ સાથે વીડિયો ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પાકિસ્તાનની હાર બાદ ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

ભૂતપૂર્વ PM મોરારજી દેસાઈ ગરબે રમી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય
ન્યુઝ સંસ્થાન Rajkot Mirror News દ્વારા ‘ભૂતપૂર્વ PM મોરારજી દેસાઈનો ગરબે ઝૂમતો વિડીયો‘ ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે, જે Crowdtangle ડેટા મુજબ 1.7M થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. જયારે, વાયરલ દાવા અંગે ગુગલ સર્ચ કરતા Divyabhaskar અને Zee 24 Kalak દ્વારા સમાન ભ્રામક દાવા સાથે 2018માં પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ અને અહેવાલ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, 2018માં પણ નવરાત્રિના સમયગાળા દરમિયાન પ્રથમ વખત આ વિડિઓ વાયરલ થયો હતો.

કંગના રનૌતને એવોર્ડ આપવાના સંદર્ભે મહિલાઓએ પોસ્ટર પર કાળો રંગ લાગવી વિરોધ કર્યો હોવાનો વિડિઓ વાયરલ
એક્ટર કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડ આપવાના વિરોધમાં ફેસબુક પર એક વિડિઓ વાયરલ થયેલ છે, વિડીઓમાં કેટલીક મહિલાઓ કંગના રનૌતના પોસ્ટર પર ચપ્પલ અને કાળો રંગ લગાવી વિરોધ નોંધાવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “કંગના ને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા ની ખુશી વ્યક્ત કરતાં ભારતીયો” ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડિઓ 1k થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. જયારે, crowdtangle ડેટા અનુસાર વાયરલ વિડિઓ કેટલાક કોંગ્રેસ ફેસબુક ગ્રુપ દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.

વેસ્ટેન્ડિઝ ખેલાડી ક્રિસ ગેલ ક્રિકેટ માંથી નિવૃત્તિ લઇ રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું યુનિવર્સ બોસે
ફેસબુક યુઝર્સ Gujjukathiyavadi દ્વારા “આખું અબુધાબી થઈ ગયું ભાવુક,ઓસ્ટ્રેલિયાએ પણ ગેલ અને બ્રાવોને આપી આવી રીતે સલામ” ટાઈટ સાથે એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. વિસ્તૃત માહિતી મુજબ વેસ્ટ ઈન્ડિઝના બે મહાન ખેલાડી ડ્વેન બ્રાવો અને ક્રિસ ગેલે વેસ્ટેન્ડિઝ માટે પોતાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી અને હવે તેઓ ફરીથી વેસ્ટ ઈન્ડિઝ માટે રમતા જોવા મળશે નહીં. બ્રાવોએ પહેલેથી જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી અને આ મેચની શરૂઆતમાં ગેલે પણ તેના ચાહકોને આંચકો આપતાં નિવૃત્તિ લઈ લીધી હતી.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044