પ્રધાનમંત્રી મોદીનો અમેરિકા પ્રવાસ અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની મુલાકાતની તસ્વીરો અને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ટેક્ષ અંગે ફેલાયેલ વાયરલ પોસ્ટનું સત્ય. ફેસબુક અને ટ્વીટર પર ફેલાયેલ ભ્રામક ખબરો પર સચોટ જાણકારી માટે Newscheckr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ WeeklyWrap

શું ખરેખર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર લગાવવામાં આવતા ટેક્ષ હટાવ્યા?
દેશ આખો ઇંધણના ભાવ વધારથી વિરોધ નોંધાવી રહ્યો છે, ગેસ-પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે અનેક ચર્ચા સોશ્યલ મીડિયા પર ચાલી રહી છે. આ ક્રમમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલ TV9 ગુજરાતીની બ્રેકીંગ ન્યુઝ પ્લેટ વાયરલ થયેલ છે.

બિહારના 8 પાસ મંત્રી IPS અને IAS સાથે મિટિંગ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે ગુજરાતના આ મંત્રીની તસ્વીર વાયરલ
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી સાથે નવા કેબિનેટ મંડળની રચના કરવામાં આવી છે, ભાજપની નો રિપીટ થિયરી હેઠળ તમામ નવા ચહેરાઓ મંત્રી તરીકે ઉભા કરવામાં આવ્યા છે. આ ક્રમમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. બિહારના 8 પાસ મંત્રી IPS અને IAS સાથે મિટિંગ કરી રહ્યા હોવાના દાવા સાથે એક તસ્વીર શેર કરવામાં આવેલ છે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્યની મુલાકાત દરમ્યાન લેવામાં આવેલ વડાપ્રધાન મોદીની ભ્રામક તસ્વીર વાયરલ
વડાપ્રધાન મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાંથી પરત ફર્યા બાદ તેઓ દિલ્હી ખાતે તૈયાર થઈ રહેલ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલાક એન્જીનિયર સાથે એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં તેઓ નવા સંસદ ભવનના પ્લાન અંગે માહિતી મેળવી રહ્યા છે. તેમજ અન્ય એક તસ્વીરમાં એક ફોટોગ્રાફર જમીન પર સૂઈને પ્રધાનમંત્રી મોદીની તસ્વીર લઇ રહ્યો છે.

પ્રધાનમંત્રી મોદીના અમેરિકા પ્રવાસનો એક ભ્રામક વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય
ફેસબુક પર “મોદી સાહેબ ન્યૂ એન્ટ્રી અમેરિકા” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે, વિડિઓમાં PM મોદી અમેરિકાના એક સ્ટેડિયમમાં એન્ટ્રી કરે છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. વાયરલ વિડિઓ હાલમાં પ્રધાનમંત્રી મોદી અમેરિકાના પ્રવાસે ગયા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

ભાજપા નેતા સાંસદ રમેશ ધડુક દ્વારા સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે શેર કરવામાં આવી ભ્રામક તસ્વીર, જાણો શું છે સત્ય
પોરબંદર ભાજપા નેતા સાંસદ રમેશ ધડુક ભાજપા નેતા રમેશ ધડુક દ્વારા ટ્વીટર અને ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. સાંસદ રમેશ ધડુકની રજૂઆતને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાઈ માસ્ટ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તેમજ સોશ્યલ મીડિયા પોસ્ટ પર નેશનલ હાઈવે -27 ગોમટા ચોકડી નજીક હાઈ માસ્ટ ટાવર ઉભો કરવામાં આવ્યો હોવાની માહિતી સાથે એક તસ્વીર શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044