વડાપ્રધાન મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાંથી પરત ફર્યા બાદ તેઓ દિલ્હી ખાતે તૈયાર થઈ રહેલ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલાક એન્જીનિયર સાથે એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં તેઓ નવા સંસદ ભવનના પ્લાન અંગે માહિતી મેળવી રહ્યા છે. તેમજ અન્ય એક તસ્વીરમાં એક ફોટોગ્રાફર જમીન પર સૂઈને પ્રધાનમંત્રી મોદીની તસ્વીર લઇ રહ્યો છે.
ફેસબુક અને ટ્વીટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલાક એન્જીનિયર સાથે વાયરલ થયેલ એક તસ્વીરમાં ‘આમ આદમી પાર્ટી’નો લોગો જોઈ શકાય છે, જયારે અન્ય એક વાયરલ તસ્વીરમાં ઘોડા અને ગધેડાની તસ્વીર જોઈ શકાય છે. આ ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્યની મુલાકાત દરમ્યાન અન્ય તસ્વીરો પણ વાયરલ થયેલ છે.
Factcheck / Verification
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્યની મુલાકાત દરમ્યાન લેવામાં આવેલ વડાપ્રધાન મોદીની તસ્વીર અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા aajtak અને navbharattimes તેમજ અન્ય ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેટલાક એન્જીનિયર સાથે વાયરલ થયેલ તસ્વીર સાથે અન્ય તસ્વીરો પણ જોઈ શકાય છે.

પ્રધાનમંત્રી મોદી દ્વારા લેવામાં આવેલ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની મુલાકાત અંગે ટ્વીટર પર narendramodi_in ઓફિશ્યલ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર પણ જોઈ શકાય છે, જ્યાં ‘આમ આદમી પાર્ટી’નો લોગો કે અન્ય ચિત્રો જોવા મળતા નથી. તેમજ અહીંયા વાયરલ અને નરેન્દ્ર મોદીની તસ્વીરની સરખામણી પણ જોઈ શકાય છે, જે પરથી સાબિત થાય છે કે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે.


આ પણ વાંચો :- બિહારના 8 પાસ મંત્રી IPS અને IAS સાથે મિટિંગ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે ગુજરાતના આ મંત્રીની તસ્વીર વાયરલ
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્યની મુલાકાત દરમ્યાન લેવામાં આવેલ વડાપ્રધાન મોદીની તસ્વીરો અને વિડિઓ ટ્વીટર પર ANI અને Piyush Goyal દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.
જયારે, સોશ્યલ મીડિયા પોસ્ટ જેમાં એક ફોટોગ્રાફર જમીન પર સૂઈને પ્રધાનમંત્રી મોદીની તસ્વીર લઇ રહ્યો છે, જે અંગે ગુગલ ઇમેજ સર્ચ કરતા રસ્તા પર સુતેલા ફોટોગ્રાફરની તસ્વીર કેટલીક વેબસાઈટ પર જોવા મળે છે. જે મુજબ વાયરલ તસ્વીર સાથે છેડછાડ કરીને ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે.

Conclusion
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્યની મુલાકાત દરમ્યાન લેવામાં આવેલ વડાપ્રધાન મોદીની તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર એડિટિંગ કરાયેલ તસ્વીરને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
ANI
Piyush Goyal
aajtak
navbharattimes
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044