Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
માર્ટિન લ્યુથર કિંગે એક વખત કહ્યું હતું કે, “હું અન્ય દેશોમાં પર્યટક તરીકે જઉ છું પરંતુ ભારત, હું યાત્રાળુ તરીકે આવું છું.” એવા સુંદર મંદિરોથી તમારા હૃદયને સંમોહિત કરનાર દેશની પ્રશંસા કોણ નહીં કરે. સોશ્યલ મીડિયા પર દ્વારકાધીશ મંદિરની તસ્વીર શેર કરતા સાથે માર્ટિન લ્યુથર કિંગના વિચારો ટાંકતા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
વાયરલ પોસ્ટમાં દ્વારકાધીશના મંદિરની તસ્વીર સાથે લ્યુથર કિંગ દ્વારા કહેવામાં આવેલ વાત કે “હું અન્ય દેશોમાં પર્યટક તરીકે જઉ છું પરંતુ ભારત, હું યાત્રાળુ તરીકે આવું છું” ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટ સાથે દાવો બની રહ્યો છે કે લ્યુથર કિંગ દ્વારકાધીશ મંદિરે આવ્યા હતા અને આ વાક્ય બોલ્યા હતા.
Factcheck / Verification
માર્ટિન લ્યુથર કિંગ દ્વારા કહેવામાં આવેલ આ વાક્ય અને દ્વારકાધીશ મંદિરની તસ્વીર સાથે કરવામાં આવેલ દાવા પર ગુગલ કીવર્ડની મદદ થી સર્ચ કરતા dailymail અને indiatoday દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. નાગરિક અધિકાર ચળવળની આશાઓ અને સપનાઓને ધ્યાનમાં રાખીને લ્યુથર કિંગે તેમની ઘણી પ્રેરણા ગાંધી પાસેથી લીધી હતી.
કિંગે ફેબ્રુઆરી, 1959 માં ભારતની મુલાકાત પણ લીધી હતી, જ્યારે તેમણે પ્રખ્યાતપણે જણાવ્યું હતુ કે “અન્ય દેશોમાં, હું પ્રવાસીઓ તરીકે જઇ શકું છું પરંતુ ભારત હું યાત્રાળુ તરીકે આવું છું.. જો આ યુગ ટકી રહેવાનું છે, તો તે પ્રેમ અને અહિંસાના માર્ગને અનુસરે છે. ગાંધી તેમના જીવનમાં ખૂબ સરસ રીતે સચિત્ર છે.
જયારે આ મુદ્દે વધુ તપાસ કરતા seattletimes અને washingtonpost દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જેમાં લ્યુથર કિંગના ભારત પ્રવાસ અંગે વિગત સહ માહિતી આપવામાં આવેલ છે. જે મુજબ લ્યુથર કિંગ ભારત પ્રવાસ દરમિયાન દિલ્હી ઇન્ડિયા ગેટ નજીકની હોટલમાં રહ્યા હતા જ્યાં તેઓએ પત્રકારોને સંબોધન આપતા કહ્યું કે “અન્ય દેશોમાં હું ટૂરિસ્ટ તરીકે જઇ શકું છું, પરંતુ હું ભારત યાત્રાળુ તરીકે આવું છું” ઉપરાંત ભારતીય નેતા મોહનદાસ કે. ગાંધીની ઉપદેશોનું તે સમર્થન કરે છે. જેથી હવે, તે વધુ શીખવા અને તેના નાયકને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મહિનો ભારતમાં વિતાવશે.
કિંગે હંમેશાં ભારતની મુલાકાત લેવાની આશા રાખી હતી, પરંતુ નાગરિક અધિકાર ચળવળ તેમને વર્ષોથી ખૂબ વ્યસ્ત રાખ્યા હતા. છેવટે, 1959 માં, એક સફરનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમેરિકન ફ્રેન્ડ્સ સર્વિસ કમિટી અને ગાંધી નેશનલ મેમોરિયલ ફંડ દ્વારા સહ-પ્રાયોજિત કરવામાં આવ્યું હતું. છેવટે, 1959 માં, એક સફરનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમેરિકન ફ્રેન્ડ્સ સર્વિસ કમિટી અને ગાંધી નેશનલ મેમોરિયલ ફંડ દ્વારા સહ-પ્રાયોજિત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ટ્વીટર અને ફેસબુક પર U.S. Embassy India દ્વારા લ્યુથર કિંગના જન્મદિવસ પર કરવામાં આવેલ ભારત પ્રવાસ અને “I Have a Dream” ભાષણ અંગે માહિતી આપતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે. તેમજ Google arts and culture વેબસાઈટ પર લ્યુથર કિંગના ભારત પ્રવાસની તસ્વીર તેમજ તેને લગતી માહિતી આપવામાં આવેલ છે.
Conclusion
માર્ટિન લ્યુથર કિંગ પર વાયરલ થયેલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે કે લ્યુથર કિંગ ભારતની મુલાકાતે આવેલ હતા પરંતુ દ્વારકાધીશ મંદિરે ગયા ન હતા. લ્યુથર કિંગ ફેબ્રુઆરી 1959ના ભારતના પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે “અન્ય દેશોમાં હું ટૂરિસ્ટ તરીકે જઇ શકું છું, પરંતુ હું ભારત યાત્રાળુ તરીકે આવું છું” આ વિષય પર તેઓ ગાંધીજી માંથી મળેલ અહિંસાની પ્રેરણા તેમજ તેમના ઉપદેશોનું સમર્થન કરતા જણાવ્યું હતું. નોંધનીય છે કે લ્યુથર કિંગ ભારત પ્રવાસ દરમિયાન દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ ગયા હતા.
Result :- Misleading
Our Source
seattletimes
washingtonpost
dailymail
indiatoday
U.S. Embassy India
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.