વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ જેને ફોબર્સ મેગેઝીન દ્વારા ભારતીય રાજ વંશની સૌથી સુંદર મહિલા ઘોષિત કરવામાં આવેલ છે, તેમજ મહારાણી પોતાની સંપત્તિ અને પરિવાર છોડી જૈન સાધ્વી માટે દીક્ષા લીધી છે. સોશ્યલ મીડિયા પર આ દાવા સાથે રાધિકા રાજેની કેટલીક તસ્વીર અને દીક્ષા વિધિનો વિડિઓ પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. ફેસબુક પર “बड़ोदा की महारानी राधिका राजे गायकवाड़ है जिन्हें फोर्ब्स मैगजीन ने भारतीय राज्य वंश की सबसे खूबसूरत महिला घोषित किया है।लक्ष्मी विला पैलेस बड़ौदा700 एकड़ और बंकिघम पैलेस के 4 गुना आकार में फैला है।यह दुनिया का सबसे बड़ा निजी निवास है।सब छोड़कर जैन साध्वी की दीक्षा ली साथियो जब किसी में बादल मन के आसमान में छाते है तो संसार का वैभव पेड़ के सूखे पत्तों की तरह मुरझाया हुआ लगता है साथियों सिर्फ धन व नाम के पीछे न दौड़े चिता में कुछ साथ नही जाएगा” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ મુકવામાં આવેલ છે.
Factcheck / Verification
વાયરલ પોસ્ટ સાથે મુકવામાં આવેલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Jain 24 નામની ચેનલ પર “वैराग्य पथ की कठिन परीक्षा है केशलोंच” કેપશન સાથે જૂન 2018ના અપલોડ કરાયેલ વિડિઓ જોવા મળે છે. જે વાયરલ પોસ્ટમાં મહારાણી રાધિકા રાજે હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.
જયારે મહારાણી રાધિકા રાજેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ વિશે સર્ચ કરતા radhikaraje ઇન્સ્ટાગ્રામ પર વાયરલ દાવા પર સ્પષ્ટતા આપતો એક લેટર મહારાણી દ્વારા ગઈકાલે પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં તેઓએ વાયરલ પોસ્ટમાં જૈન સાધ્વી બનવા માટે દીક્ષાનો વિડિઓ ભ્રામક હોવાનો ખુલાસો કરેલ છે, તેમજ વિડિઓમાં દેખાઈ રહેલ મહિલા રાધિકા રાજે નથી.
મહારાણી રાધિકા રાજેને ફોબર્સ મેગેઝીન દ્વારા ભારતીય રાજ વંશની સૌથી સુંદર મહિલા ઘોષિત કરવામાં આવ્યા હોવાના દાવા પર પણ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સ્પષ્ટતા આપતો લેટર પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં તેઓ આ દાવો ભ્રામક હોવાની માહિતી આપેલ છે.
વાયરલ પોસ્ટ સાથે રાધિકા રાજે અને તેના પરિવારની અન્ય તસ્વીર પણ શેયર કરવામાં આવેલ છે, જેના પર સર્ચ કરતા આ તસ્વીરો તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી લેવાયેલ હોવાનું જાણવા મળે છે.
ગુગલ કીવર્ડ સાથે વાયરલ દાવા પર સર્ચ કરતા, rajkotmirrornews તેમજ divyabhaskar દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જેમાં રાધિકા રાજે દ્વારા દીક્ષા લીધી હોવાના દાવાને ભ્રામક જણાવવામાં આવ્યો છે. તેમજ ફોબર્સ મેગેઝીન દ્વારા ભારતીય રાજ વંશની સૌથી સુંદર મહિલા જાહેર થયા હોવાની વાત પણ ભ્રામક છે.


Conclusion
વડોદરાના મહારાણી રાધિકા રાજે જૈન સાધ્વી બનવા માટે દીક્ષા લીધી હોવાનો દાવો મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. આ મુદ્દે મહારાણી રાધિકા રાજે દ્વારા પણ સ્પષ્ટતા આપતો લેટર પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં તેઓ દીક્ષા લીધી હોવાનો દાવો તદ્દન ભ્રામક હોવાની માહિતી આપેલ છે.
Result :- False
Our Source
rajkotmirrornews : https://rajkotmirrornews.com/it-is-wrong-to-talk-about-maharani-diksha-of-vadodara/
divyabhaskar : https://www.divyabhaskar.co.in/local/gujarat/vadodara/news/fake-video-of-maharani-radhika-raje-converting-to-jainism-goes-viral-127622467.html
Instagram : https://www.instagram.com/radhikaraje/
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)