Fact Check
કંગના ભાજપમાં પાર્ટી પ્રવક્તા તરીકે જોડાઈ હોવાનો ભ્રામક દાવો વાયરલ
કંગના રનૌત અને શિવસેના વચ્ચે ચાલી રહેલ ઝગડામાં અનેક ભ્રામક દાવાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા છે. જેમાં કંગના રનૌત નામથી ફેક ટ્વીટર એકાઉન્ટ ત્યારબાદ કરણી સેના 1000 ગાડીઓ સાથે મુંબઈ એરપોર્ટ પર હાજર થયા હોવાનો દાવો, ત્યારે આજે સોશ્યલ મીડિયા પર એક બે તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે. આ તસ્વીર સાથે દાવો કરાયો છે, કંગના બિહાર ઈલેક્શન માટે સ્ટાર પ્રચારક બન્યા છે. તેમજ મુંબઈ પાર્ટી પ્રવકતા તરીકે ભાજપ સાથે જોડાયા છે. બીજી તસ્વીર સાથે કંગના રનૌતના કનેક્શન અંડરવર્લ્ડ સાથે હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
Factcheck / Verification
કંગના રનૌતને ભાજપના પાર્ટી પ્રવકતા અને બિહારમાં થનાર ચૂંટણીના સ્ટાર પ્રચારક બન્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ndtv, firstpost, timesnownews, hindustantimes વગેરે ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ દ્વારા વાયરલ થયેલ ચર્ચા પર ખુલાસો આપવામાં આવ્યો હતો, જેમાં તેઓ એ જણાવ્યું છે બિહાર ચૂંટણી માટે ભાજપ તરફથી સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ રહેશે. મહારાષ્ટ્ર સરકાર કંગના રનૌતને હેરાન કરવાનું છોડી કરોના પર ધ્યાન આપે!


જયારે વાયરલ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ બીજી તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા huffingtonpost દ્વારા 2018માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. આ આર્ટિકલ કંગના સાથે પત્રકાર Mark Manuelની વાતચીત પર છે, જયારે સોશ્યલ મીડિયા પર કંગના અને માર્કની તસ્વીર પર અંડરવર્લ્ડના કનેક્શન હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.

Mark Manuel પર ગુગલ સર્ચ કરતા huffingtonpost દ્વારા તેમના પત્રકારત્વ પર પબ્લિશ કરાયેલ કેટલીક માહિતી જોવા મળે છે.

Conclusion
ફેસબુક પર વાયરલ થયેલ તસ્વીર અને કંગના ભાજપની પાર્ટી પ્રવકતા તરીકે જોડાઈ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. બિહારમાં થનાર ચૂંટણીમાં કંગના સ્ટાર પ્રચારક હોવાના દાવા પર પૂર્વ CM ફડણવીશ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જે મુજબ બિહાર ઈલેક્શનમાં નરેન્દ્ર મોદી જ સ્ટાર પ્રચારક રહેશે. તેમજ પત્રકાર Mark Manuel સાથે કંગનાની તસ્વીર પર કંગનાના અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાનો ભ્રામક દાવો પણ કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
huffingtonpost
firstpost
timesnownews
hindustantimes
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
