સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 હટાવ્યા બાદ રામ ભજન ગાયું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા ગળામાં માળા પહેરીને ભજન ગાતા સંભળાય છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા એક યુઝરે લખ્યું કે, “આર્ટિકલ 370 નાબૂદ થયા પછી ફારુક અબ્દુલ્લામાં અદ્ભુત ફેરફાર” ફેસબુક યુઝર્સ દ્વારા આ દાવો અવાર-નવાર શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે 2019માં સમાન વિડિઓ બકરી ઈદના દિવસે શુભેચ્છા સંદેશ હોવાના વ્યંગ સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો.



હકીકતમાં, ભારત સરકારે 5 ઓગસ્ટ 2021ના રોજ સંસદમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણીય કલમ 370 હટાવવાની જાહેરાત કરી હતી. આ સાથે, સરકારે જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ) માં વિભાજિત કર્યું હતું. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિત ઘણા નેતાઓને PSA હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારથી, ફારુક અબ્દુલ્લા સહિત અન્ય નેતાઓના વીડિયો સોશિયલ મીડિયા પર અલગ-અલગ સંદર્ભમાં વાયરલ થઈ રહ્યા છે.
એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ફારુક અબ્દુલ્લાએ રામ ભજન ગાયું હોવાના દાવા સાથેનો વીડિયો છેલ્લા બે વર્ષમાં ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Fact Check / Verification
અમે આર્ટિકલ 370 હટાવ્યા પછી ફારુક અબ્દુલ્લાએ ભજન ગાયું હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને તપાસવા માટે અમે વાયરલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં યુટ્યુબ પર સપ્ટેમ્બર 2009ના પોસ્ટ કરવામાં આવેલ આસારામ બાપુ સાથે ફારૂક અબૂદલાની પ્રાર્થનાનો વિડિઓ જોવા મળે છે.
સત્સંગમૃત નામની ચેનલ દ્વારા અપલોડ કરાયેલા 10 મિનિટ 59 સેકન્ડના આ વીડિયોમાં ફારૂક અબ્દુલ્લા ભજન ગાતા સાંભળી શકાય છે. આસારામ બાપુ પણ તેમની સાથે મંચ પર હાજર છે. વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, ફારુક અબ્દુલ્લા 28 એપ્રિલ 2001ના રોજ જમ્મુ સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જો કે ન્યૂઝચેકર આ વીડિયોની અસલ તારીખની પુષ્ટિ કરતું નથી, પરંતુ અમારી તપાસમાં એ સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઘણા વર્ષો પહેલાનો છે.
Conclusion
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી ફારુક અબ્દુલ્લાએ રામ ભજન ગાયું હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વીડિયો જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઘણા વર્ષો પહેલાનો છે. તેમજ આ વિડીઓમાં 2001માં યોજાયેલ જમ્મુ સત્સંગ કાર્યક્રમ દરમિયાન લેવામાં આવ્યો હોવાનું જણાય છે.
Result :- Partly False
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044