રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં હજારો લોકો ફસાયા છે. રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાઓ થી બચવા કેટલાક લોકોએ હથિયાર ઉપાડી લીધા છે, તો કેટલાક દેશ છોડીને જઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ રશિયન ફાઈટર પ્લેન, ટેન્ક અને મિસાઈલ હુમલાના અનેક ભ્રામક વિડિઓ વાયરલ થયા છે, જે વિડિઓ સાથે ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ ભ્રામક માહિતી શેર કરવામાં આવેલ છે. આ તમામ ભ્રામક પોસ્ટ અંગે newschecker દ્વારા આગાઉ પણ ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
ત્યારે, રશિયા-યુક્રેન યુદ્ધ સંદર્ભે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ ભ્રામક માહિતીઓ ના ક્રમમાં ફરી એક વખત ‘Sandesh‘ ન્યુઝ ચેનલ દ્વારા “Russia Ukraine Crisis: રશિયન હુમલા બાદ યુક્રેનની રાજધાની Kyiv માં ગભરાટનો માહોલ” ટાઇટલ સાથે ન્યુઝ બુલેટિન પોસ્ટ કરવામાં આવેલ છે. યુક્રેનની હાલત અંગે માહિતી આપતા આ ન્યુઝ બુલેટિનમાં રશિયન ફાઈટર પ્લેન યુક્રેન પર ઉડી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ ફૂટેજ પણ જોઈ શકાય છે.

જયારે, ફેસબુક પર સમાન વિડિઓ અન્ય યુઝર્સ દ્વારા પણ “રશિયા-યુક્રેન યુદ્ધ વિડીયો” ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
રશિયા દ્વારા યુક્રેન પર કેટલાક હુમલાઓ કરવામાં આવ્યા છે, આ તમામ ઘટના સંદર્ભે સોશ્યલ મીડિયા અને ન્યુઝ ચેનલો દ્વારા રશિયન ફાઈટર પ્લેનના કેટલાક વિડિઓ શેર કરવામાં આવી રહ્યા છે. આ વિડીઓના કિફ્રેમ્સ જયારે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર The Moscow Times દ્વારા મેં 2020ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.
વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, રશિયાના વિજય દિવસની ઉજવણી માટે રિહર્સલ કરવા માટે 74 રશિયન લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટરોએ મોસ્કો ઉપર ઉડાન ભરી હતી.
ઉપરાંત, વાયરલ વિડિઓ અંગે વધુ તપાસ કરતા GoOn રશિયન યુટ્યુબ ચેનલ પર પણ સમાન વિડિઓ મેં 2020ના “પરેડ રિહર્સલ 05/04/2020” ટાઈટલ સાથે જોઇ શકાય છે.
Conclusion
ન્યુઝ ચેનલ અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા રશિયન ફાઈટર પ્લેનના વિડિઓ તદ્દન ભ્રામક છે. રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સાથે 2020માં રશિયાના વિજય દિવસની ઉજવણી દરમિયાન રિહર્સલ કરી રહેલા લશ્કરી વિમાનોનો વિડિઓ હાલના યુક્રેનમાં ચાલી રહેલ પરિસ્થિતિના સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.
Result :- False context/False
Our Source
The Moscow Times
Youtube Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044