Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં વિશાળકાય પગલાંઓ જોવા મળતાં લોકોમાં ડર અને અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. “કોણ છે આ દાનવ કે એલિયન” હેડલાઈન સાથે ન્યુઝ સંસ્થાનો દ્વારા આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પાટડીના રણ વિસ્તારમાં મહાકાય પગલાં જોવા મળતા લોકોમાં ખળભળાટ મચેલો છે.
ત્યારે સોશિયલ મીડિયા પર અને અન્ય વિડિઓ વાયરલ થયો છે, આ વિડિઓમાં કોઈ વિચિત્ર પ્રાણી મરવાની હાલતમાં જોવા મળે છે. આ વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે, પાટડીના રણમાં ફરી રહેલ દાનવ પકડાયો છે. ન્યુઝ સંસ્થાનો દ્વારા અટકળો લગાવતા સમાચાર પ્રકાશિત કરવાથી દાનવ કે એલિયન હોવાની ભ્રામક વાત પર લોકોમાં વધુ ભય ફેલાય શકે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં દાનવ કે એલિયન હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ ખબર અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે લોકલ જંગલ વિભાગ દ્વારા આ ઘટના પર તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ આ સંબધે કોઈ પુરાવા સાથે રિપોર્ટ રજૂ કરવામાં આવેલ નથી.
જયારે વોટસએપ ગ્રુપ પર દાનવ કે એલિયન પકડાયો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ INVID ટુલ્સ વડે કિફ્રેમ માં ફેરવી yandex સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે.
મળતી માહિતી મુજબ ‘Joseph-Rob Cobasky’ જે એક મેકઅપ આર્ટિસ્ટ છે, તેઓ દ્વારા અનેક ફિલ્મો માટે આ પ્રકારે મેકઅપ તૈયાર કરવામાં આવેલ છે. picuki અને instagram પર તેમના દ્વારા બનવવામાં આવેલ અન્ય પ્રતિકૃતિ પણ જોવા મળે છે.
આ પણ વાંચો :- શું સાપુતારા રોડ પર યુવક-યુવતીને ચાકુ બતાવી પૈસાની લૂંટ કરવામાં આવી છે?, જાણો શું છે વાયરલ વિડિઓનું સત્ય
જયારે Joseph-Rob Cobaskyના ફેસબુક એકાઉન્ટ પર 16 જૂન 2021ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. આ પોસ્ટમાં Chris McLennan દ્વારા વાયરલ તસ્વીર પોસ્ટ કરતા robcobaskyના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે Chris પણ એક ફિલ્મ ડાયરેક્ટર છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં દાનવ પકડાયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ પ્રાણી એક ફિલ્મ માટે તૈયાર કરાયેલ મેકઅપ છે. જે Joseph-Rob Cobasky નામના મેકઅપ આર્ટિસ્ટ દ્વારા બનવવામાં આવેલ છે. જયારે સુરેન્દ્રનગર ખાતે વિશાળકાય પગલાં અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શોધખોળ કરી રહ્યું છે, પરંતુ હાલ કોઈ પુખ્તા પુરાવા સાથે આ અંગે રિપોર્ટ જોવા મળતો નથી.
Joseph-Rob Cobasky
picuki
instagram
yandex
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044