WeeklyWrap : લાલ કૃષ્ણ અડવાણી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોયા પછી રડવા લાગ્યા તો બીજી તરફ RSS ચીફ મોહન ભાગવતે ફિલ્મના નિર્માતા વિવેક અગ્નિહોત્રી સાથે મુલાકાત કરી તેમજ સુરતમાં ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા પછી કોમી હિંસાના બનાવ બન્યા હોવાના ભ્રામક દાવાઓ પર TOP 5 ફેક્ટ ચેક

લાલ કૃષ્ણ અડવાણી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોયા પછી રડવા લાગ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ફેસબુક પર અનેક ભાજપ નેતાઓ તેમજ અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા “લાલ કૃષ્ણ અડવાણીજી પોતે આ ઉંમરે પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા સિનેમા હોલમાં પહોંચ્યા હતા” ટાઇટલ સાથે વીઇઓ શેર કરવામાં આવેલ છે.

પંજાબના નવા CM ભગવંત માન દ્વારા 10 મોટી જાહેરાત કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ
ફેસબુક અને વોટસએપ પર “પંજાબમાં AAP પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થતાં જ ભગવંત માને 10 મોટી જાહેરાતો કરી.” ટાઈટલ સાથે 10 જાહેરાત અંગે માહિતી જણાવવામાં આવેલ છે. વાયરલ પોસ્ટ ગુજરાત આપ વર્કર દ્વારા ફેસબુક પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવેલ છે.

RSS ચીફ મોહન ભાગવતે ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મના નિર્માતા વિવેક અગ્નિહોત્રી સાથે મુલાકાત કરી હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા બાદ RSS ચીફ મોહન ભાગવત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને તેમના પત્નીને મળ્યા હોવાના દાવા સાથે એક તસ્વીર પણ વાયરલ થયેલ છે. ફેસબુક પર “સ્પષ્ટ રીતે લખાયેલ પટકથા, સંપૂર્ણ કલાત્મક કાર્ય અને સંપૂર્ણ સંશોધન, આ ફિલ્મ દરેક માટે સત્ય-શોધક છે.” ટાઇટલ સાથે આ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કાશ્મીરમાં બદલાવ ટાઇટલ સાથે ભ્રામક વિડિઓ વાયરલ
‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા પછી લોકોમાં અનેક પ્રકારે ગુસ્સો અને જુસ્સો જોવા મળી રહ્યો છે, સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, સોશ્યલ મીડિયા પર કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર થતા પથ્થર મારાના વિડિઓ શેર કરવામાં આવેલ છે, વિડીઓના બીજા ભાગમાં નરેન્દ્ર મોદી PM બન્યા પછી કાશ્મીરની હાલત બતાવવામાં આવી રહી છે.

સુરતમાં હિન્દૂ યુવકે તલવાર વડે મુલ્સિમ દુકાનદાર પર હુમલો કર્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ફેસબુક પર “કાશ્મીર ફાઈલ જોઈને આતંકવાદી ગુંડાઓ મુસ્લિમો પર હુમલો કરી રહ્યા છે” ટાઇટલ સાથે એક CCTV ફૂટેજ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં એક યુવક અચાનક તલવાર વડે દુકાનદાર પર હુમલો કરતા નજરે પડે છે. સોશ્યલ મીડિયા પર આ ઘટના ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા પછી સુરતમાં હિન્દૂ-મુસ્લિમ વચ્ચે થયેલ હિંસા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044