Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સુરેન્દ્રનગરના વઢવાણથી ટ્રેનના બે ડબ્બા વચ્ચેના જોડાણની જગ્યા પર બેસી એક મહિલા પોતના બાળક સાથે પ્રવાસ કરી રહી હોવાનો દાવો કરતી પોસ્ટ City News Rajkot live નામના ફેસબુક પેઈજ પર કરવામાં આવ્યો છે, આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યુ છે “વઢવાણ : ટ્રેઈનના ડબ્બામાં માતા બાળકને જોઇને હ્રદય દ્રવી ઉઠશે”
આ વાયરલ વિડિઓની સત્યતા તપાસવા માટે રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં આ વિડિઓ અલગ-અલગ દાવા અને સમય સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ વિડિઓ યુટ્યુબ પર Daily Mail ન્યુઝ સંસ્થાન દ્વારા ઓક્ટોબર 2018ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના ભારતના બિહાર રાજ્યની છે. તેમજ આ મહિલાને એક સીટ આપવામાં આવી ન હોવાથી આ પ્રકારે મુસાફરી કરવા મજબુર બની છે.
ત્યારબાદ યુટ્યુબ પર 13 સપ્ટેમ્બર 2016ના રોજ પબ્લિશ કરવામાં આવેલ આ વિડિઓ જોવા મળે છે, જેના કેપ્શન મુજબ આ ઘટના બાંગ્લાદેશની હોવાની સાબિત થાય છે. તેમજ 13 સપ્ટેમ્બર 2016ના રોજ બાંગ્લાદેશની ભાષામાં લખવામાં આવેલ કેપ્શન સાથે આ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.
વાયરલ દાવા પર વધુ સર્ચ કરતા વાયરલ વિડિઓમાં એક સમયે ટ્રેનના ડબ્બાનો એક ભાગ જોવા મળે છે, જેમા ટ્રેનના કલરથી અલગ રંગના બે પટ્ટા જોવા મળે છે. જે મુજબ સર્ચ કરતા આ પ્રકારની ટ્રેન બાંગ્લાદેશમાં ચાલતી હોવાનું જાણવા મળે છે.
વાયરલ વિડિઓ પર મળતા પરિણામો સાબિત કરે છે કે આ ઘટના બાંગ્લાદેશની ટ્રેનની છે, જ્યાં 2016માં ઈદના તહેવાર પર ટ્રેનમાં જગ્યા ન મળવાથી મહિલા આ પ્રકારે મુસાફરી કરી રહી છે. વાયરલ દાવા મુજબ સુરેન્દ્રનગરના વઢવાણ કે Daily Mail અનુસાર બિહાર રાજ્યની ટ્રેનમાં આ પ્રકારે કોઈ મહિલા એ મુસાફરી કરી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
Facebook
YouTube
Yandex
Reverse Image Search
Keyword Search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
June 18, 2021
Prathmesh Khunt
July 7, 2021
Prathmesh Khunt
August 17, 2021