સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેને અમદાવાદના જમાલપુરના દ્રશ્ય હોવનો દાવો કરવામાં આવ્યો છે. આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે, “અમદાવાદના જમાલપુરના આ દ્રશ્ય, પરિસ્થિતિમાં 3 May શુ દિવાળી સુધી પણ લોકડાઉન નહીં ખુલે” એટલેકે લોકો જે પ્રકારે લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે તે જોતા દિવાળી સુધી પણ લોકડાઉન હટાવવામાં નહીં આવે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વિડિઓની સત્યતા જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં આ વિડિઓ મુંબઈના ડોંગરી એરિયામાં આવેલ મસ્જીદનો હોવાનું સાબિત થાય છે. આ વિડિઓ માર્ચ 23 એટલેકે લોકડાઉનના પ્રથમ દિવસે જ ટ્વીટર પર અનેક લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ ઘટના પર mumbaimirror દ્વારા માર્ચ 23ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, અને આ ઘટના પર પ્રકાશિત આર્ટિકલ જોવા મળે છે. તેમજ અન્ય ન્યુઝ સંસ્થાન deccanherald, business-standard, mumbailive દ્વારા આ મુદ્દે પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ આ ઘટના 23 માર્ચના બનેલ છે અને આ મસ્જીદમાં 150થી વધુ લોકો નમાઝ માટે ભેગા થયા હતા જે બાબતે સ્થાનિક પોલીસ દ્વારા મસ્જીદના ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે.
વાયરલ વીડિઓ પર મળતા પરિણામો પરથી સાબિત થાય છે, આ ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં નહીં પરંતુ મુંબઈના ડોંગરી વિસ્તારમાં આવેલ મસ્જીદની છે. તેમજ આ ઘટના લોકડાઉન 1.0 દરમિયાન માર્ચ 23ના રોજ બનેલ છે, જેને લઇ મસ્જીદના ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.