Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – રોહિંગ્યા મુસ્લિમોએ ભારતીય મુસ્લિમોની એક મસ્જિદ પર કબજો કર્યા બાદ હિંસક અથડામણનો વીડિયો
Fact – વાઇરલ વીડિયો ડિસેમ્બર 2022નો છે, જેમાં આસામના બિલાસીપારામાં એક મસ્જિદના બે જૂથો વચ્ચે મેનેજમેન્ટ કમિટીના પદને લઈને આંતરિક અથડામણ થઈ હતી.
સોશિયલ મીડિયા યુઝર્સ એક વીડિયો વાઇરલ કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોહિંગ્યા મુસ્લિમોએ ભારતીય મુસ્લિમોની એક મસ્જિદ પર કબજો મેળવ્યા પછી હિંસક અથડામણ થઈ કારણ કે તેઓ “કન્વર્ટેડ મુસ્લિમ” હતા.
45 સેકન્ડનો વિડિયો ઘણા યુઝરો દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર શેર કરવામાં આવ્યો હતો અને ટ્વિટર પર લગભગ 6,000 વ્યૂઝ એકત્રિત કરી ચૂક્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
આ પોસ્ટ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીની પ્લૅટફૉર્મ X પરની વિવાદાસ્પદ પોસ્ટની તર્જ પર કરાઈ છે. જેમાં ભારત સહિત વિવિધ પ્રદેશોમાં મુસ્લિમોની દુર્દશા તરફ ધ્યાન દોરવાની વાત કરવામાં આવે છે, જ્યાં તેમના મતે, મુસ્લિમો સલામત નથી. ખામેનીના ટ્વીટ પછી તરત જ ભારતના વિદેશ મંત્રાલયે આ નિવેદનની સખત નિંદા કરી હતી. લઘુમતીઓ સાથે ઈરાન સરકારની ખુદની નકારાત્મક કામગીરીનો ઉલ્લેખ કરીને સરકારના વલણને “ખોટી માહિતી અને અસ્વીકાર્ય” ગણાવ્યા હતા.
ન્યૂઝચેકરે “રોહિંગ્યા મુસ્લિમો ભારતીય મુસ્લિમ મસ્જિદ” માટે કીવર્ડ સર્ચ ચલાવી હતી. જોકે, દાવા સંબંધિત ઘટના વિશે કોઈ સંબંધિત સમાચાર અહેવાલો પ્રાપ્ત ન થયા.
પરંતુ કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ અમને 3 જાન્યુઆરી-2023ના ANI રિપોર્ટ તરફ દોરી ગઈ જેમાં જણાવાયું હતું કે, 30 ડિસેમ્બર-2022ના રોજ આસામના ધુબરી જિલ્લાના બિલાસીપારા વિસ્તારમાં એક મસ્જિદના બે જૂથો વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
સમાન અહેવાલો અહીં અને અહીં જોઈ શકાય છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, અથડામણ મસ્જિદ મેનેજમેન્ટ કમિટીના પદને લઈને થઈ હતી.
આસામ સ્થિત ન્યૂઝ લાઈવના એક્ઝિક્યુટિવ એડિટર દ્વારા 3 જાન્યુઆરી-2024ના રોજ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વાયરલ વીડિયોનું સ્પષ્ટ સંસ્કરણ અને 5 જાન્યુઆરી, 2023ના રોજ યુટ્યુબ પર ટાઈમ્સ નાઉનો અહેવાલ તેની પુષ્ટિ કરે છે કે તે સમાન ઘટના છે.
વળી, કોઈપણ અહેવાલમાં રોહિંગ્યા મુસ્લિમોની સંડોવણીનો ઉલ્લેખ નથી. ત્યારબાદ અમે બિલાસીપારા પોલીસ સ્ટેશનના અધિકારી-ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ટી બોરોનો સંપર્ક કર્યો, જેમણે પણ પુષ્ટિ કરી કે કોઈ રોહિંગ્યા મુસ્લિમો આમાં સામેલ નથી.
તેમણે કહ્યું,“વાઈરલ વીડિયો મસ્જિદની મેનેજમેન્ટ કમિટીના નિયંત્રણ માટે આંતરિક અથડામણનો છે. અને 2022માં જૂથો વચ્ચેના અથડામણને લગતા બે કેસ નોંધાયા હતા.”
Read Also : Fact Check – ‘સુરતમાં ગણપતિને મોદીના સેવક’ દર્શાવતી તસવીર ખોટા દાવા સાથે વાઇરલ
આસામમાં એક મસ્જિદના બે જૂથો વચ્ચેની આંતરિક અથડામણનો જૂનો વીડિયો રોહિંગ્યા મુસ્લિમોએ હિંસક રીતે ભારતીય મુસ્લિમોની એક મસ્જિદ પર કબજો જમાવ્યો હોવાના દાવા સાથે ખોટી રીતે શેર કરાયો છે.
Source
ANI report, January 3, 2023
Times Now report, Youtube, July 31, 2023
Conversation with inspector T Boro, officer-in-charger, Bilasipara police station
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Komal Singh
December 17, 2024
Vasudha Beri
November 21, 2024
Komal Singh
November 19, 2024