કોરોના વાયરસની લહેર બાદ લગ્ન પ્રસંગે લોકોની મર્યાદા હટાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં માર્યાદિત લોકો સાથે લગ્ન પ્રસંગની છૂટ આપવામાં આવી હતી. અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે, જે ક્રમમાં સોશ્યલ મીડિયા પર અનેક લોકો દ્વારા પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે. હાલમાં લગ્નમાં વરઘોડા સમયે બગ્ગીમાં આગ લાગવાનો વીડીઓ વાયરલ થયો છે.
ફેસબુક પર “સુરત લગ્નના વરઘોડામાં અચાનક બગ્ગીમાં લાગી આગ, ભારે અફરા તફરી મચી” ટાઇટલ સાથે આ વિડિઓ કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ શેર કરવામાં આવેલ છે. જેમાં Connect Gujarat દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ 45K થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, જયારે Zee 24 Kalak દ્વારા સુરતમાં બનેલ ઘટના હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન વાયરલ વિડિઓ 8 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.
Fact Check / Verification
સુરત શહેરમાં લગ્નમાં વરઘોડામાં બગ્ગીમાં આગ લાગી હોવાના વાયરલ વિડિઓ અંગે ગુગલ સર્ચ કરતા કેટલાક કેટલાક પરિણામો જોવા મળે છે. ન્યુઝ સંસ્થાન divyabhaskar અને gujaratsamachar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અનુસાર, આ ઘટના પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે બનેલ છે. લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડતી વખતે બગીમાં ભીષણ આગ ફાટી નીકળતા જાનૈયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં વરરાજા સહિત બે વ્યક્તિને ઇજા થઇ હતી.

આ પણ વાંચો :- CM યોગી આદિત્યનાથના કાફલા પર હુમલો થયો હોવાના દાવા સાથે 2017માં બનેલ ઘટનાનો વિડિઓ વાયરલ
પંચમહાલમાં લગ્ન સમયે બનેલ ઘટના અંગે વધુ તાપસ કરતા યુટ્યુબ પર News18 Gujarati દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે સાથે આપેલ માહિતી મુજબ સોમવારે સાંજે 7 વાગે પંચમહાલના શહેરામાં વરઘોડો નીકળ્યો હતો ત્યારે ફટાકડા ફોડતાં સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. બગ્ગી આગની ઝપેટમાં આવી ત્યારે વરરાજા પણ અંદર બેઠેલા હતા. વરઘોડો હોવાથી બગીની આસપાસ નાના બાળકો પણ હતા, જો..કે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સાથે ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી.
Conclusion
લગ્નના વરઘોડામાં બગ્ગીમાં આગ લાગી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ સુરત શહેરનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. લગ્નના વરઘોડામાં બગ્ગીમાં આગ લાગવાની ઘટના પંચમહાલ જિલ્લાના શહેરાના હોળી ચકલા વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે લગ્નના વરઘોડામાં બગ્ગીમાં આગ ફાટી નીકળી હતી.
Result :- Misplaced Context
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044