ઉત્તરપ્રદેશમાં નજીકના સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ઉપરાંત હાલમાં PM મોદી વારાણસી ખાતે નવ નિર્માણ થયેલા કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું હતું. આ તમામ પ્રસંગો અંગે સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ જોવા મળે છે, જે ક્રમમાં CM યોગી આદિત્યનાથના કાફલા પર હુમલો થયો હોવાના દાવા સાથે એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે.
ફેસબુક પર “યોગી આદિત્યનાથ જી ઉપર જાહેર માં હુમલો..પરંતુ ગોદી મીડિયા બતાવ્યુ નહિ” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે. જેમાં કેટલાક લોકો CM આદિત્યનાથની કારના કાફલાનો ઘેરો કરી સુત્રોચાર કરતા નજરે પડે છે. વાયરલ વિડિઓ હાલમાં વિધાનસભા ચૂંટણી અને કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ પ્રસંગના સંદર્ભે શેર કરવામાં આવી રહ્યો છે.
Fact check / Verification
ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓના કિફ્રેમ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ndtv, indianexpress અને thewire દ્વારા જૂન 2017ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, CM આદિત્યનાથ એક કાર્યક્રમમાં હાજરી આપવા લખનૌ યુનિવર્સિટી આવી રહ્યા હતા ત્યારે સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થી સંઘના કેટલાક વિદ્યાર્થીઓએ દ્વારા કાળા ધ્વજ બતાવીને તેમના કાફલાને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. વિરોધ કરનાર પર સરકારી અધિકારીઓને તેમની ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરવા અને તોફાનો કરવા બદલ કેસ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :- સીરિયામાં થયેલ ચોપર ક્રેશના વિડિઓને જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનો હોવાના દાવા સાથે વાયરલ
લખનૌ યુનિવર્સિટી ખાતે CM યોગીના કાફલાને રોકવામાં આવ્યો અને હુમલો થયો હોવાના દાવા અંગે વધુ તપાસ કરતા યુટ્યુબ પર WildFilmsIndia ચેનલ વાયરલ થયેલ સમાન વિડિઓ જોવા મળે છે. લખનઉ યુનિવર્સિટી દ્વારા સૈક્ષણિક સુવિધા પુરી ના મળતી હોવાથી, વિધાર્થીઓ દ્વારા કોલેજમાં યોજાયેલ રાજકીય કાર્યક્રમો થવા પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
Conclusion
ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. 2017માં લખનૌ યુનિવર્સિટીના છાત્રો દ્વારા CM યોગીના કાફલાને રોકીને કાળા ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા.
Result :- Misplaced Context
Our Source
Ndtv 
indianexpress  
thewire  
WildFilmsIndia 
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044