Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
પ્રાચીન ખજાના ભરેલો એક પોટનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વિડિયોની શરૂઆતમાં એક માણસને ખોદકામ દરમિયાન સોનાના સિક્કાઓ ભરેલો કળશ મળી આવે છે અને તેની અંદર છુપાયેલ ખજાનો પણ મળે છે. મેંગલોરના સેન્ટ્રલ માર્કેટમાં પુનઃવિકાસના (રિડેવલોપમેન્ટ) કાર્ય દરમિયાન સોનાના સિક્કાઓ ભરેલો કળશ મળી આવ્યો હોવાના દાવા સાથે કેટલાક યુઝર્સ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે.
મેંગલોરના સેન્ટ્રલ માર્કેટના વાયરલ વિડીયોને “મેંગલોર માં મકાનના પાયા ના ખોદકામ દરમિયાન પુરાતન કાળનો સિલ કરેલો ઘડો સોનાના સિક્કાઓથી ભરેલો મળ્યો. ઘડાની અંદરથી જીવતો સાપ પણ મળ્યો તે વિચારવા જેવી વાત છે.” ટાઇટલ સાથે યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં એડિટેડ ન્યુઝ પ્લેટ વાયરલ
મેંગ્લોરમાં સોનાના સિક્કાઓ ભરેલો કળશ મળી આવ્યો હોવાના દાવા અંગે અલગ-અલગ કીવર્ડ સર્ચ કરવા પર કોઈ સચોટ માહિતી જોવા મળતી નથી. જયારે, ફેસબુક પર યુઝર્સ દ્વારા પોસ્ટ થયેલ વાયરલ વિડિયોના નીચેના ભાગે “વધુ અસલ વિડિયોઝ જુઓ: Hazine avcısı” લખાયેલ એક ટેબ જોઈ શકાય છે.
ફેસબુક યુઝર ‘Hazine avcısı‘ના ફેસબુક પેજ પર આપવામાં આવેલ માહિતી મુજબ “જો તમે તુર્કીની સરહદોની અંદર રહો છો; તો પરવાનગી વિના સંશોધન, ખોદકામ અને સાઉન્ડ વર્ક કરવા પર આવા લોકોને સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિના સંરક્ષણ અંગેના કાયદા નંબર 5879ની કલમ 74ની જોગવાઈ અનુસાર સજા કરવામાં આવશે.

આગળ, અમને 23 સપ્ટેમ્બર, 2022ના રોજ “એક રહસ્યમય ખજાનો શોધવાની ક્ષણ.” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વાયરલ વિડિયોના દ્રશ્યો જોઈ શકાય છે.

Hazine avcısıના વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર વાયરલ વિડિયોનું લાંબુ વર્ઝન જોવા મળે છે. અહીંયા, સમગ્ર ખોદકામ પ્રક્રિયા જોવા મળે છે. જે 16 જુલાઈ, 2022ના રોજ અપલોડ કરવામાં આવેલ છે.

નોંધનીય છે કે, વિડિયોનું વર્ણન અંગ્રેજી, તુર્કી અને જ્યોર્જિયન એમ ત્રણ ભાષાઓમાં લખવામાં આવ્યું હતું. તુર્કી અનુવાદ મુજબ, જો તમે તુર્કીમાં રહો છો તો હું પસંદ કરું છું કે તમે આ વાંચો અને નિયમોનું પાલન કરો. જેઓ પરવાનગી વિના સંશોધન, ખોદકામ અને અવાજ કરે છે તેઓને સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિના સંરક્ષણ અંગેના કાયદા નંબર 5879 ની કલમ 74 ની જોગવાઈ અનુસાર શિક્ષા કરવામાં આવશે. આ જોગવાઈ અનુસાર, કોઈપણ વ્યક્તિ જે સાંસ્કૃતિક સંપત્તિ શોધવા માટે પરવાનગી વિના ખોદકામ કરે છે અથવા કવાયત કરે છે તેને બે થી પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવે છે.
વધુમાં, જ્યોર્જિયન કહે છે, આ તમામ વિડીયો કાલ્પનિક છે. વિડીયોની ધ્યેય લોકોનું મનોરંજન કરવાનો છે.”

મેંગ્લોરમાં સોનાના સિક્કાઓ ભરેલો કળશ મળી આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડીયો કાલ્પનિક છે અને લોકોના મનોરંજન હેતુથી બનાવવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટના ભારતના મેંગ્લોરમાં એક મકાનના પાયા ખોદતી વખતે સોનાનો કળશ મળી આવ્યો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Our Source
Facebook Page Of Hazine avcısı
YouTube Channel Of Hazine avcısı
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044