Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
આ સપ્તાહની શરૂઆતમાં આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા કથિત રીતે પીએમ નરેન્દ્ર મોદીનું અપમાન કરતો વીડિયો સામે આવ્યા બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આપ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો હતો. બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે આ વિડિયો “આપને ઉજાગર કરે છે અને બતાવે છે કે તેમનો ઈરાદો શું છે” અને વધુમાં ઉમેર્યું, “વડાપ્રધાન મોદી ગુજરાતના છે અને તેમની સામે આવી ટિપ્પણીનો ઉપયોગ કરવો એ ગુજરાતનું પણ અપમાન છે.” જેના જવાબ આપતા AAPના રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે “ઇટાલિયાને સંભવતઃ નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે તે પટેલ સમુદાય માંથી આવે છે.“
આ સંદર્ભમાં, AAP નેતા સંજય સિંહે હિન્દીમાં કૅપ્શન સાથે જેલના સળિયા પાછળ ઉભેલા ઇટાલિયાની તસ્વીર શેર કરવામાં આવી રહી છે. તેઓએ લખ્યું છે કે “@BJP4India શા માટે પટેલ સમુદાયને આટલી નફરત કરે છે? ગુજરાતમાં @Gopal_Italiaની લોકપ્રિયતા વધવા લાગી, ચૂંટણીમાં હારનો ડર સતાવવા લાગ્યો, પછી દિલ્હીમાં BJP પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી. પટેલ સમાજ ચોક્કસપણે આ અપમાનનો બદલો લેશે.”
આ ઉપરાંત, કેટલાક અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે “હિંદુ દેવી દેવતા, સાધુ સંતો વિશે બેફામ બોલતા આમ આદમી પાર્ટી નાં ગોપાલ ઇટાલિયા હવે જેલ મા.” ટાઇટલ સાથે ઈટાલિયાની તસ્વીર શેર કરી રહ્યા છે.
વાયરલ દાવા અંગે Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીંયા વાંચો
આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા જેલના સળિયા પાછળ ઉભેલા હોવાની વાયરલ તસ્વીરને રિવર્સ ઇમેજ સર્ચ કરતા 2 મે, 2022 ના રોજ વાઇબ્સ ઑફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક અહેવાલ જોઈ શકાય છે.
અહેવાલ અનુસાર, સુરતમાં AAP અને BJPના કાર્યકરો વચ્ચે થયેલા એક હિંસક ઝઘડાની ઘટનામાં ઈટાલિયા સહિત AAPના સભ્યો વાતચીત કરવા માટે સુરત બીજેપી હેડક્વાર્ટરમાં ગયા હતા. જ્યારે AAP નેતાઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં મારામારીના દર્શ્યો સર્જાયા હતા. પોલીસે તેમાંથી કેટલાકની ધરપકડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે ક્રમમાં ઇટાલિયા સહિત AAPના કેટલાક સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
“Italia Surat Arrest” કીવર્ડ સર્ચ કરતા સાથે TV9 ગુજરાતી દ્વારા 2 મે 2022ના રોજનો પોસ્ટ કરવામાં આવેલ યુટ્યુબ વિડિયો જોવા મળે છે. વીડિયોમાં લગભગ 20 સેકન્ડ પછી ગોપાલ ઈટાલિયાનો જેલના સળિયા પાછળ ઉભેલ વાયરલ તસ્વીર જોઈ શકાય છે.
વધુમાં ગુજરાતી ન્યુઝ સંસ્થાન દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં પણ વાઇરલ તસ્વીર જોઈ શકાય છે. જ્યારે ઘટનાની વિગતો આપતાં ઈટાલિયા સહિતના AAP સભ્યો સામે રમખાણોનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે અંતર્ગત ઈટાલીયા સહીત અન્ય આપ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.
NCW ઑફિસની મુલાકાત દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા ઇટાલિયાને શા માટે બોલાવવામાં આવ્યા હતા તે અંગે સર્ચ કરતા 13 ઓક્ટોબર 2022ના દિલ્હી પોલીસ દ્વારા AAP ગુજરાતના વડાની અટકાયત પરના અનેક અહેવાલો જોવા મળે છે. નોંધનીય છે કે, ઈટાલિયાને NCW દ્વારા એક જૂના વીડિયો પર સમન્સ મોકલવામાં આવ્યો હતો જેમાં તેઓ પીએમ નરેન્દ્ર મોદી માટે કથિત રીતે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા સાંભળી શકાય છે. કમિશને દાવો કર્યો હતો કે AAP નેતાની ભાષા “લિંગ-આધારિત” અને “અયોગ્ય” હતી. જે સંબંધમાં ગુરુવારે NCWની દિલ્હી ઓફિસમાં ઈટાલીયાને બોલાવવામાં આવ્યા હતા.
NCWની પુછપરછ બાદ ઇટાલિયાએ જણાવ્યું હતું કે “મારી વાત સાંભળવાને બદલે, NCW અધ્યક્ષે પોલીસને બોલાવી અને મને પોલીસ સ્ટેશન મોકલ્યો. આ દર્શાવે છે કે સમગ્ર ભાજપ પટેલ સમાજ વિરુદ્ધ કાવતરું કરી રહ્યું છે. તેઓએ અમારા માંથી ઘણાને ગોળી મારી હતી. તેમને પાટીદારોની ઈર્ષ્યા પહેલાથી છે. તેઓ મને કોઈપણ કિંમતે હેરાન કરવા માંગે છે.
NCW ઓફિસની અંદર બરાબર શું થયું, શું શર્માએ ઇટાલિયાને ધમકી આપી હતી કે પછી તે બીજી રીતે હતું તે અત્યાર સુધી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતીથી જાણી શકાયું નથી. જો કે, અમે નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે ઇટાલિયાને જેલના સળિયા પાછળ દર્શાવતી વાયરલ તસ્વીર હાલમાં તેમની અટકાયત સાથે કોઈ જ સંબંધ નથી.
Our Source
Report By Vibes of India, Dated May 2, 2022
YouTube Video By TV9 Gujarati, Dated May 2, 2022
Report By Indian Express, Dated October 14, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
July 17, 2025
Dipalkumar Shah
July 16, 2025
Dipalkumar Shah
July 15, 2025