Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Claim :-
સુરતમાં હાલમાં બનેલ સુનિતા યાદવ અને કુમાર કાનાણીના પુત્ર વચ્ચે થયેલ બોલાચાલીનો વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ સંખ્યાબંધ લોકો સુનિતા યાદવના સમર્થનમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. કાયદાકીય કાર્યવાહીમાં કુમાર કાનાણી ના પુત્ર અને તેના બે મિત્રો સહીત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તેઓને જમીન પર છોડવામાં આવ્યા હતા. ત્યારે સોશ્યલ મીડિયા પર “सोशल मीडिया ने दिखाई अपनी ताकत…गुजरात मंत्री का बेटा गिरफ्तार। देश की जाँबाज़ बेटी सुनीता यादव का इस्तीफा ना मंजूर” કેપશન સાથે ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ મુકવામાં આવેલ છે.
સુનિતા યાદવ સાથે જોડાયેલ અન્ય દાવા સર્ચ કરવા પર ટ્વીટર પર @SunitaYadavGuj નામથી એકાઉન્ટ જોવા મળે છે. જેમાં બે ટ્વીટ કરવાંમાં આવેલ છે, “दोस्तों मैंने इस्तीफा देकर सही किया ना? अगर हां तो रिट्वीट करें ,वरना लाइक करें।” “कल मेरे रेजिग्नेशन लेटर को कैंसल कर दिया गया है और मेरा ट्रांसफर कर दिया गया ! मेरी ईमानदारी के लिए मुझे ये पुरस्कार मिला! आज,फिर एक नए #hastag के साथ मैं आपसे सहयोग की उम्मीद जताती हू!”
Fact check :-
વાયરલ દાવા પર સર્ચ કરતા ફેસબુક પર સુનિતા યાદવનું ઓફિશ્યલ એકાઉન્ટ જોવા મળે છે. આ એકાઉન્ટ પરથી સુનિતા યાદવ દ્વારા 13 જુલાઈ 2020ના પોસ્ટ મુકવામાં આવેલ છે, જેમાં તેણે જણાવ્યું છે ટ્વીટર પર મારુ કોઈ એકરૂણત નથી ટ્વીટર પર સુનિતા યાદવ નામથી જે કોઈપણ એકાઉન્ટ છે તે ફેક એકાઉન્ટ છે.
ફેસબુક પર સુનિતા યાદવે 13 જુલાઈના જાહેર કર્યું હતું, તેઓ ફેસબુક લાઈવ કરશે. જે ફેસબુક લાઈવનો વિડિઓ માટે ગુગલ સર્ચ કરતા ન્યુઝ ચેનલ દ્વારા કવર કરાયેલ ફૂટેજ જોવા મળે છે. આ ફેસબુક લાઈવ પર સુનિતા યાદવ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે, તેણી હાલ બીમાર છે અને સીક લીવ પર છે. તેમજ હાલ તેમણે ટેલિફોનિક રાજીનામુ ઉપરી અધિકારીને આપેલ છે, તેમજ તેઓ કમિશનર સમક્ષ રાજીનામુ આપવા જશે ત્યારબાદ મીડિયા સામે પણ આવશે.
Conclusion :-
વાયરલ દાવા પર મળતી માહિતી પરથી સાબીત થાય છે, સુનિતા યાદવ દ્વારા ટ્વીટર પર કોઈપણ પોસ્ટ મુકવામાં આવેલ નથી. તેમજ મંત્રીના પુત્રની ધરપકડ અને સુનિતાનું રાજીનામુ રદ્દ એક ભ્રામક દાવો છે. પ્રકાશ કાનાણીની ધરપકડ બાદ જામીન પર છોડવામાં આવ્યા છે. જયારે સુનિતાએ ફેસબુક લાઈવ દ્વારા ખુલાસો કર્યો છે, તેઓએ ટૂંક સમયમાં કમિશનર સમક્ષ રાજીનામુ આપશે અને હાલ તેઓએ ટેલિફોન દ્વારા રાજીનામુ આપેલ છે.
- Tools :-
- Youtube
- Keyword Search
પરિણામ :- ભ્રામક દાવા (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.