વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે, ભારત જોડો યાત્રા વચ્ચે તેઓ ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઠેર-ઠેર સભાઓ કરી રહ્યા છે. આ ક્રમમાં રાજકોટ ખાતે રાહુલ ગાંધીની એક જાહેર સભાનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીની સભામાં મોટા પ્રમાણમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
ફેસબુક અને ટ્વીટર યુઝર્સ દ્વારા “રાહુલ ગાંધી રાજકોટમાં ખાલી ખુરશીઓ ને સંબોધિત કરી રહ્યા છે” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસની એક સભામાં મોટા પ્રમાણમાં ખાલી ખુરશીના દર્શ્યો જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ આગાઉ રાહુલ ગાંધીની એક સભામાં ગુજરાતી ટ્રાન્સલેશનને લઈને પણ ભ્રામક વિડીયો શેર કરવામાં આવ્યા હતા. જે અંગે Newschecker દ્વારા ફેકટચેક રિપોર્ટ જાહેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
રાહુલ ગાંધીની સભામાં મોટા પ્રમાણમાં ખુરશીઓ ખાલી જોવા મળી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કોંગ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર રાજકોટની સભાનો આ 43 મિનિટીનો વિડીયો જોઈ શકાય છે. અહીંયા રાહુલ ગાંધીના રાજકોટ ખાતેના જાહેર સંબોધન સમયે ભીડ જોઈ શકાય છે. સભા સ્થળ પર ખાલી ખુરશીઓના દર્શ્યો જોવા મળતા નથી.
આ ઉપરાંત, રાજકોટ ખાતે કોંગ્રેસની જનસભાનો આ વિડીયો કોંગ્રેસ ગુજરાત અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા તેમના ઓફિશ્યલ ફેસબુક એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવેલ છે. અહીંયા રાહુલ ગાંધીના સંબોધન સમયે ખાલી ખુરશીઓ જોવા મળતી નથી. રાજકોટ ખાતેની જનસભાનો આ વિડીયો રાહુલગાંધીના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર પણ જોઈ શકાય છે.
વાયરલ વિડીયોની હકીકત જાણવા માટે અમે રાહુલ ગાંધીની આ જનસભામાં હાજર એવા રાજકોટના એક સ્થાનિક પત્રકારનો સંપર્ક કર્યો હતો. તેઓ જણાવ્યું કે વાયરલ વિડીયો સભા શરૂ થયા પહેલા અથવા સભા ખતમ થયા પછી લેવામાં આવેલ હોવાનું જણાય છે. રાહુલ ગાંધીના સંબોધન સમયે સભા સ્થળ પર લોકોની ભીડ હાજર હતી.
Conclusion
રાજકોટમાં રાહુલ ગાંધીની સભામાં મોટા પ્રમાણમાં ખુરશીઓ ખાલી જોવા મળી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. કોંગ્રેસની જનસભાના ઓફિશ્યલ વિડીયોમાં રાહુલ ગાંધીના સંબોધન સમયે લોકોની ભીડ જોઈ શકાય છે. આ ઉપરાંત, રાજકોટના સ્થાનિક પત્રકાર દ્વારા પણ વાયરલ દાવા અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધીની સભામાં લોકોની ભીડ હાજર હતી.
Result : Missing Context
Our Source
Official Youtube Video BY Congress, on 22 NOV 2022
Facebook Post OF Congress Gujarat President, on 22 NOV 2022
Direct Contact With Local Journalist
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044