સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ નશાની હાલતમાં તોડફોડ કરતો જોવા મળે છે. વાયરલ વીડિયોમાં વ્યક્તિ દેવી સરસ્વતીની તસ્વીરને લાત મારતો પણ જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં તોડફોડ કરતા જોવા મળતો વ્યક્તિ મુસ્લિમ સમુદાયનો છે.
આ પણ વાંચો : પીએમ મોદીએ તેમની માતાના અવસાન બાદ મુંડન કર્યું હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
Fact Check / Verification
મુસ્લિમ વ્યક્તિ દ્વારા નશાની હાલતમાં એક શાળામાં તોડફોડ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલી પોસ્ટ સાથે એક ન્યુઝ પેપર કટિંગ પણ અન્ય યુઝર દ્વારા શેર કરવામાં આવેલ છે. જેમાં આપવામાં આવેલ માહિતી મુજબ, કવાંટના પ્રથામિક શાળામાં પત્રકારનો સ્વાંગ રચીને હંગામો મચાવનાર શિક્ષક. આ માહિતી સાથે વધુ સર્ચ કરતા ABP અસ્મિતાની વેબસાઇટ પર 31 ડિસેમ્બર 2022ના રોજ પ્રકાશિત થયેલો અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, ગુજરાતના છોટાઉદેપુરમાં એક મુલાકાતી શિક્ષક જે નશાની હાલતમાં હતો તેણે દેવી સરસ્વતીના ફોટાને લાત મારી હતી.

આ અંગે ગુજરાત સંદેશની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, ગુજરાતના છોટાઉદેપુરના કવાંટ તાલુકાની ગેલેસર પ્રાથમિક શાળામાં નશામાં ધૂત શિક્ષકે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન તેણે દેવી સરસ્વતીના ફોટાને લાત મારી હતી. રિપોર્ટમાં આ વ્યક્તિનું નામ યોગેશ રાઠવા જણાવવામાં આવ્યું છે. સ્કૂલના પ્રિન્સિપાલની ફરિયાદ પર પોલીસે હંગામો મચાવનાર વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
આ કેસની વધુ વિગતો માટે ન્યૂઝચેકરે છોટાઉદેપુર એસપી એમ.એસ. ભાભોરનો સંપર્ક કર્યો હતો. તેમણે આ ઘટનામાં સાંપ્રદાયિક રંગ હોવાના દાવાને નકારી કાઢ્યો હતો. તેણે જણાવ્યું કે, “આ ઘટના થોડા દિવસો પહેલા બની હતી. આમાં કોઈ સાંપ્રદાયિક મુદ્દો નથી. વીડિયોમાં તોડફોડ કરતા દેખાતા વ્યક્તિનું નામ યોગેશ રાઠવા છે. જેઓ એક ખાનગી શાળામાં અધ્યાપકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે અહીં કોઈ ફંક્શન માટે આવ્યો હતો અને દારૂ પીને તેણે ગામની શાળાના ક્લાસરૂમમાં દેવી સરસ્વતીની તસ્વીરને લાત મારી હતી.”
Conclusion
મુસ્લિમ વ્યક્તિ દ્વારા નશાની હાલતમાં એક શાળામાં તોડફોડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે પ્રથામિક શાળામાં યોગેશ રાઠવા નામના વ્યક્તિ દ્વારા નશાની હાલતમાં તોડફોડ કરવામાં આવી હતી.
Result : Partly False
Our Source
Report Published by ABP Asmita
Report Published by Gujarat Sandesh
Report Published by News 18
Conversation with ChotaUdepur SP M.S Bhabhor
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044