WeeklyWrap : પીએમ મોદીએ ગુજરાતના દરિયાકાંઠાના વિકાસને લઈને ખુદ ભાજપ પર નિશાન સાધ્ય હોવાનો એક વિડીયો વાયરલ થયો છે તો બીજી તરફ પીએમ મોદીની 2017ના એક ભાષણની ન્યુઝ બ્રેકીંગ પ્લેટ ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે.

પીએમ મોદીની 2017ના એક ભાષણની ન્યુઝ બ્રેકીંગ પ્લેટ ભ્રામક દાવા સાથે વાયરલ
પીએમ મોદીની તસ્વીર સાથે વાયરલ થયેલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ સાથે કરવામાં આવેલ દાવો ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે. 2017માં વિધાનસભા ચૂંટણી સમયે ભાભર ખાતે પીએમ મોદી દ્વારા એક જનસભા દરમિયાન કહેવામાં આવેલ વાતને હાલમાં સુરત ખાતે પીએમ મોદીની સભાના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

શું પીએમ મોદીએ ગુજરાતના દરિયાકાંઠાના વિકાસને લઈને ખુદ ભાજપ પર નિશાન સાધ્યું? જાણો શું છે સત્ય
પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ કર્યો પર સવાલ ઉઠાવતા અગાઉની સરકારોની ટીકા કરી હતી. NDTV દ્વારા કરવામાં આવેલ ટ્વીટમાં ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે કારણે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વડાપ્રધાનની કટાક્ષ કરતી પોસ્ટ શેર કરવામાં આવી હતી.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કેજરીવાલના ભાષણનો જૂનો વિડીયો વાયરલ
અરવિંદ કેજરીવાલનું ભાષણ સાંભળતી ભીડનો વાયરલ વિડીયો ગુજરાતનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીયો 2021માં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના બાઘા પુરાણા ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું તે સમયે લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વિડીયોને આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

શું કેન્દ્રની ભાજપ સરકાર અલ્પસંખ્યક મંત્રાલય બંધ કરવા વિચારણા કરી રહી છે?
કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી બાબતોના મંત્રાલયને બંધ કરવાના નામે શેર કરવામાં આવી રહેલ દાવો તદ્દન ભ્રામક છે. સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ ન્યુઝ સંસ્થાન ડેક્કન હેરાલ્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલમાં અલ્પસંખ્યક મંત્રાલય બંધ થવાની વાત તદ્દન ભ્રામક ગણાવી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

RBI ગવર્નર શક્તિકાંત દાસ UPI પેમેન્ટ એપ અંગે જાણકારી આપી રહ્યા હોવાનો ભ્રામક વિડીયો વાયરલ
સોશ્યલ મીડિયા પર RBI ગવર્નરનો ડિજિટલ પેમેન્ટ અંગે કેટલીક જાણકારી આપતો ભ્રામક વિડીયો વાયરલ થયેલ છે. RBI ગવર્નર દ્વારા કોઈપણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો નથી.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044