ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય અને પંચાયતની ચૂંટણી સમાપ્ત થઈ, સૌથી વધુ બેઠકો સાથે ભાજપનો વિજય થયો. જયારે સૌથી મોટી વિપક્ષ પાર્ટી ગણાતી કોંગ્રેસ પાસે પ્રથમ વખત કોર્પોરેશન માત્ર 1 અને 18 પંચાયત સીટ રહી ગઈ. કોંગ્રેસની આ હાર બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા ગુજરાત પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું. Hardik Patel
ત્યારે ફેસબુક અને ટ્વીટર પર હાર્દિક પટેલને લઇ એક તસ્વીર શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસનો દેહ સંસ્કાર. વાયરલ તસ્વીરમાં Hardik Patel જાહેરમાં મુંડન કરાવી રહ્યા છે, તસ્વીર સાથે અનેક યુઝર્સ દ્વારા “गुजरात में कांग्रेस का दाह संस्कार, करने के बाद हार्दिक पटेल नई सी डी लाँच करने की तैयारी में” કેપશન શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
Hardik Patel મુંડન કરાવ્યું અને કોંગ્રેસનો દેહ સંસ્કાર થયો હોવાના દાવા સાથે વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા navodayatimes દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓએ મૂંડન કરાવી સરકાર દ્ધારા થતાં અત્યાચારનો વિરોધ કર્યો હતો. Hardik Patel સહીત 51 પાટીદારોએ બોટાદના લાઠીદડ ગામે મૂંડન કરાવી સરકારનો વિરોધ નોંધાવ્યો હતો.

વાયરલ તસ્વીર અને હાર્દિક પટેલના મુંડન કરાવવા પર વધુ તપાસ કરતા bloombergquint , tribuneindia અને ndtv દ્વારા 2017માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ પાટીદાર અનામત આંદોલન સમયે સરકાર પર દબાણ લાવવા તેમજ વિરોધ નોંધાવવા હાર્દિક પટેલ તેમજ અન્ય પાટીદાર યુવાનો દ્વારા મુંડન કરાવવામાં આવ્યું હતું.

હાર્દિક પટેલ સાથે અન્ય પાટીદાર યુવાનોએ પણ મુંડન કરાવ્યું હતું, 2017માં પાટીદાર અનામત આંદોલન સમયે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત પર આવના હતા, આ સમયે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા આ મુંડન કરવામાં આવ્યું હતું. આ તસ્વીર હાર્દિક પટેલના ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ પર પણ જોઈ શકાય છે.
Conclusion
કોંગ્રેસનો દેહ સંસ્કાર કરવામાં આવ્યો હોવાના દાવા સાથે હાર્દિક પટેલ મુંડન રહ્યા હોવાની વાયરલ તસ્વીર ભ્રામક છે. 2017માં પાટીદાર આનામત આંદોલન સમયે સરકારના વિરોધમાં પાસ નેતા હાર્દિક પટેલ તેમજ અન્ય યુવાનો દ્વારા મુંડન કરાવવામાં આવ્યું હતું. જયારે હાલમાં સોશ્યલ મીડિયા પર કોંગ્રેસની ગુજરાતમાં હાર થયા હોવાના સંદર્ભમાં ભ્રામક દાવો તેમજ તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
bloombergquint
tribuneindia
ndtv
navodayatimes
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)