Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ભારતીય રેલના એન્જિન પર અદાણીની જાહેરાત લગાવવામાં આવી હોવાના દાવા સાથે વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા ટ્વીટર પર આ વિડિઓ શેર કરવામાં આવ્યો છે. “भारतीय रेल पर अदानी के फ़्रेश आटे का विज्ञापन देखने लायक़ हैं। अब तो दावे के साथ कह सकते है की किसानों की लड़ाई सत्य के मार्ग पर हैं” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા વિડિઓ ફેસબુક અને ટ્વીટર પર શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
રેલ એન્જિન પર અદાણીની જાહેરાત પર વાયરલ થયેલ વિડિઓને ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન theprint, financialexpress દ્વારા પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ ભારતીય રેલ દ્વારા આ પ્રકારે અનેક કંપનીઓ ની જાહેરાત એન્જિન પર લગાવવામાં આવેલ છે, જે ભારતીય રેલના રેવન્યુમાં મદદ માટે ઉપયોગી થવાના કારણથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.
ભારતીય રેલ્વેને લોકમોટિવ બ્રાંડિંગથી મોટી આવક! પશ્ચિમ રેલ્વે ઝોન હેઠળના વડોદરા વિભાગને એનએફઆર (નોન ફેર રેવન્યુ) પ્રવાહ હેઠળ આજદિન સુધીમાં 37 જેટલા લોકમોટિવ આપવામાં આવ્યા છે, જેની વાર્ષિક આવક 73.2.26 લાખ છે અને પાંચ વર્ષના કરારમાં 4..4 કરોડની રકમ મળશે. આ ઉપરાંત, પાંચ વર્ષમાં વાર્ષિક 7.40 લાખ રૂપિયા અને 14.8 લાખ રૂપિયાની બચત પણ થઈ છે. રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરના જણાવ્યા મુજબ, લોકો બ્રાંડિંગ અંતર્ગત આપવામાં આવતા એન્જિન ભારતીય રેલ્વેમાં સૌથી વધુ છે.
આ મુદ્દે વધુ તપાસ કરતા connectgujarat વેબપોર્ટલ પર ફેબ્રુઆરી 2020ના પબ્લિશ કરાયેલ રિપોર્ટ મુજબ પશ્ચિમ રેલ્વેના ડીઆરએમ વડોદરા વિભાગ, દેવેન્દ્ર કુમાર દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશનથી ‘ફોર્ચ્યુન’ બ્રાંડિંગ સાથેનું પ્રથમ લોકમોટિવ એન્જિન ફ્લેગ કર્યું હતું. વડોદરા ડિવિઝનના ઇલેક્ટ્રિક લોકો શેડ ખાતે યોજાયેલા સમારોહમાં અદાણી વિલ્મર અને વેસ્ટર્ન રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત ભારતીય રેલ્વેને લોકમોટિવ બ્રાંડિંગના રેલ એન્જિનની કેટલીક તસ્વીર અહીંયા જોઈ શકાય છે, જેમાં હલ્દીરામ , અદાણી , અમુલ, ટાટા ગ્રુપ વગેરે કંપનીની જાહેરાત જોવા મળે છે.
Conclusion
ભારતીય રેલ રેલ એન્જિન પર અદાણીની જાહેરાત પર વાયરલ થયેલ વિડિઓ સત્ય છે, પરંતુ ભારતીય રેલ દ્વારા આવક વધારવા માટે આ પ્રકારે ખાનગી કંપનીઓ પાસેથી જાહેરાત મારફતે આવક કરી રહી છે. જયારે વાયરલ વિડિઓ ફેબ્રુઆરી 2020માં ગુજરાતના વડોદરાથી અદાણીની જાહેરાત સાથેનું રેલ એન્જિનને લીલી ઝંડી બતાવવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય ખાનગી કંપનીની જાહેરાત સાથેના રેલ એન્જિન પણ જોઈ શકાય છે.
Result :- False
Our Source
connectgujarat
theprint,
financialexpress
Ministry of Railways
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.