Claim :-
બોસ્ટન યુનિવર્સિટીમાં કાર્યરત એક પ્રોફેસરને ચીન માટે કામ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે, જેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોના વાયરસ ચીનનું આયોજિત કાવતરું છે. સોશ્યલ મીડિયા પર આ પ્રકારે મેસેજ સાથે એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ફેસબુક પર ” કોરોના વાયરસ ચાઇના દ્વારા આયોજિત અને હાથ ધરવામાં આવતો બાયો એટેક છે. એક ચાઇનીઝ નિષ્ણાત દરેકને ખાતરી આપે છે કે ગરમ પાણીમાંથી વરાળ લેવાથી કોરોના વાયરસનું 100 ટકા મોત થાય છે. ભલે વાયરસ નાક, ગળા અથવા ફેફસામાં દાખલ થયો હોય. કોરોના વાયરસ ગરમ પાણીની વરાળ standભા (વિકસિત) કરી શકતા નથી” કેપશન સાથે પોસ્ટ મુકવામાં આવેલ છે.
આ વાયરલ દાવા વિશે વધુ સર્ચ કરતા ટ્વીટર પર આ દાવો સાથે ન્યુઝ ચેનલનો વિડિઓ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
Fact check :-
બોસ્ટન યુનિવર્સીટીના પ્રોફેસર ચીન માટે કામ કરવા પર અને કરોનાવાયરસ પર કામ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાનો દ્વારા 28 જાન્યુઆરી 2020ના પબ્લિશ કરવામાં આવેલ ખબર જોવા મળે છે. જે મુજબ પ્રોફેસર પર ચીન સાથેના પોતાના સંબંધો છુપવાવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.


ગુગલ કીવર્ડ સાથે આ કેસ પર સર્ચ કરતા અમેરિકા Department of Justice વેબસાઈટ પર હાવર્ડ યુનિવર્સીટીના પ્રોફેસર અને અન્ય બે ચાઈનીઝ નેશનલ પર નોંધાયેલ ગુના વિશે માહિતી જોવા મળે છે.

પ્રોફેસર દ્વારા કોરોના વાયરસ બનાવવામાં આવ્યો અને ચીન સરકારને વહેંચવામાં આવ્યો હોવાના દાવા પર સર્ચ કરતા reuters દ્વારા પબ્લિશ કરાયેલ એક રિપોર્ટ જોવા મળે છે. આ રિપોર્ટ મુજબ આ દાવો તદ્દન ભ્રામક છે.


ત્યારબાદ વાયરલ વિડિઓ પર તપાસ શરૂ કરતા યુટ્યુબ પર WCVB Channel 5 Boston ચેનલ દ્વારા 28 જાન્યુઆરી 2020ના હાવર્ડના પ્રોફેસરની ધરપકડ પર ન્યુઝ પબ્લિશ કરાયેલ જોવા મળે છે, આ ન્યુઝ રિપોર્ટ પર કોરોના વિશે કોઈપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
પ્રોફેસરની ધરપકડ વિશે FBI દ્વારા પણ 28 જનયુઆરીના રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણે પ્રોફેસર પર લગાવવામાં આવેલ ગુનો અને કાર્યવાહી પર માહિતી આપવામાં આવેલ છે.

વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ હજુ એક દાવો કે ગરમ પાણીમાંથી વરાળ લેવાથી કોરોના વાયરસનું 100 ટકા મોત થાય છે. જેના પર સર્ચ કરતા કેટલાક પ્રશ્નોના જવાબ WHO અને harvard પર જોઈ શકાય છે. જેમાં ગરમપાણી પીવાથી કે નાહવાથી કે તડકામાં ઉભા રહેવાથી કરોના વાયરસથી બચી શકાય તેવી સાબિતી મળેલ નથી.




Conclusion :-
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવાઓ તદ્દન ભ્રામક સાબિત થાય છે. હાવર્ડ યુનિવર્સીટીના પ્રોફેસર દ્વારા કોરોના વાયરસ બનવવામાં નથી આવ્યો કે તેમજ કોરોના વાયરસ ગરમ પાણીની વરાળ લેવાથી ખતમ થાય છે, જે તદ્દન ભ્રામક દાવો છે. કોરોના વાયરસ ચીન દ્વારા કરવામાં આવેલ બાયોલોજીકલ અટેક હોવાંના કોઈપણ પુરાવા નથી. પ્રોફેસરની ધરપકડ ચીન સાથે પોતના સંબંધો છુપાવવા પર થયેલ છે.
- Tools :-
- Youtube
- Keyword Search
- News Reports
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)