Authors
Claim : હરિયાણાના નૂહ જિલ્લામાં થયેલી હિંસા
Fact : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીરો હરિયાણાના નૂહ જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસાની નથી.
હરિયાણાના નૂહ જિલ્લામાં સોમવારે ધાર્મિક શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બે ડઝનથી વધુ લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. દરમિયાન, આ હિંસા સાથે જોડાયેલા કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : વાયરલ દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ અહીં વાંચો
Fact Check / Verification
પ્રથમ તસ્વીર
વાયરલ તસ્વીરને રિવર્સ-સર્ચ કરવા પર અમને 22 ડિસેમ્બર 2019ના રોજ ‘News18‘ ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ જોવા મળ્યો. રિપોર્ટ અનુસાર આ તસવીર યુપીના કાનપુરની છે. કહેવામાં આવ્યું છે કે (CAA-NRC) નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ દરમિયાન આ તસ્વીર લેવામાં આવેલ છે.
વધુમાં, અમને 22 ડિસેમ્બર 2019 ના રોજ ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા‘ દ્વારા પ્રકાશિત અહેવાલ સાથે પણ આ તસ્વીર જોવા મળે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ તસ્વીર લગભગ ચાર વર્ષ જૂની છે અને તેને હરિયાણામાં તાજેતરમાં થયેલી હિંસા સાથે કોઈ લેવાદેવા નથી.
બીજી તસવીર
આ તસ્વીરને Tineye પર રિવર્સ સર્ચ કરતા અમને ‘ધ ડેઈલી સ્ટાર‘ની વેબસાઈટ પર વર્ષ 2013માં પ્રકાશિત થયેલો અહેવાલ જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલી માહિતી મુજબ નોઈડામાં ટ્રેન યુનિયન દ્વારા ભારત બંધના એલાન દરમિયાન થયેલી હિંસાની આ તસ્વીર છે.
આ ઉપરાંત, અમને આ તસ્વીર ‘NDTV‘ ની વેબસાઈટ પર વર્ષ 2013માં પ્રકાશિત થયેલા અહેવાલમાં પણ જોઈ શકાય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ તસ્વીર પણ તાજેતરની ઘટનાની નથી, પરંતુ તે 10 વર્ષ પહેલાથી ઇન્ટરનેટ પર હાજર છે.
ત્રીજી તસવીર
ત્રીજી તસવીર રિવર્સ સર્ચ કરતા અમને ‘ધ સ્ટેટ્સમેન‘ની વેબસાઈટ પર ડિસેમ્બર 2019માં પ્રકાશિત એક અહેવાલ મળી આવે છે. રિપોર્ટ અનુસાર, આ તસ્વીર યુપીના કાનપુરની છે, જ્યાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ દરમિયાન પોલીસ લોકોનો પીછો કરી રહી છે.
વધુમાં, આ ફોટોગ્રાફ ડિસેમ્બર 2019માં ‘ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ‘ અને ‘ઈન્ડિયા ટાઈમ્સ’ સહિત અનેક મીડિયા વેબસાઈટ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે સ્પષ્ટ કરે છે કે વાયરલ તસવીર લગભગ ચાર વર્ષ પહેલાથી ઇન્ટરનેટ પર હાજર છે અને તેનો હરિયાણાના મેવાતમાં તાજેતરમાં થયેલી હિંસા સાથે કોઈ સંબંધ નથી.
Conclusion
આમ અમારી તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીરો હરિયાણાના નૂહ જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસાની નથી. સોશિયલ મીડિયા પર ભ્રામક દાવો શેર કરવામાં આવી રહ્યો છે.
Result : Missing Context
Our Source
Report Published at News 18 on Decmber 2019
Report Published at The Daily Star on April 2013
Report Published at The Statesman on December 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044