Claim
જય શ્રી રામના નારા સાથે રામનવમીના દિવસે ગુજરાતમાં કેટ્લીક જગ્યાંએ કોમી તોફાનો જોવા મળ્યા હતા, જેમાં ખંભાત ખાતે થયેલ હિંસામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને અનેક લોકો ઘાયલ થયા હતા. રામનવમીના દિવસે દેશના અન્ય ભાગોમાં પણ હિંસાના બનાવ સામે આવ્યા હતા. સોશ્યલ મીડિયા પર અનેક વિડિઓ પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં મસ્જિદ આગળ હિન્દૂ સંગઠનો એકઠા થઈ ભગવો ઝંડો લહેરાવી રહ્યા છે સાથે જ જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.
રામનવમીના દિવસે થયેલા કોમી રમખાણોના સંદર્ભમાં ફેસબુક પર એક વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, કે છત્તીસગઢમાં હિન્દુ સંગઠનોના લોકો એક મસ્જિદમાં ઘૂસી ગયા અને જય શ્રી રામના નારા લગાવીને હંગામો મચાવ્યો. નોંધનીય છે કે વાયરલ પોસ્ટ ટ્વીટર પર AIMIM પાર્ટીના નેતા અકબરૂદ્દીન ઓવૈસી તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :- ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થા દર્શાવતી ભ્રામક તસ્વીર વાયરલ
Fact
છત્તીસગઢમાં રામનવમીના દિવસે હિન્દૂ સંગઠન મસ્જિદમાં ઘૂસીને જય શ્રી રામના નારા રામના નારા લગાવી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે કીવર્ડ સર્ચ કરતા મીડિયા સંસ્થા ‘ધ ક્વિન્ટ’ના પત્રકાર વિષ્ણુકાંતનું એક ટ્વિટ જોવા મળે છે. વિષ્ણુકાંત છત્તીસગઢની રાજધાની રાયપુરના વતની છે.
તેમણે ટ્વીટ મારફતે જણાવ્યું છે કે આ વીડિયોને ખોટા સંદર્ભ સાથે રજૂ કરવામાં આવી રહ્યો છે. વિષ્ણુના ટ્વિટ અનુસાર, વીડિઓ છત્તીસગઢના સિપટનો છે, જ્યાં આ રેલી લુથરા શરીફ દરગાહની સામે નીકળી હતી અને ત્યાંથી રેલીએ યુ-ટર્ન લીધો હતો. આ દરમિયાન ત્યાં કોઈ વિવાદ સર્જાયો ન હતો. વિષ્ણુએ સિપત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજકુમાર સરોહી અને વિસ્તારના પત્રકારો સાથે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
ઘટના પર સચોટ જાણકારી માટે ન્યૂઝચેકર ટિમ દ્વારા સિપત પોલીસ સાથે પણ વાતચીત કરવમાં આવી હતી. SHO રાજકુમાર સરોહીએ જણાવ્યું કે, “વિડિઓ સાથે ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે, મસ્જિદ પર આવો કોઈ હુમલો થયો નથી. 2 એપ્રિલે હિન્દુ નવા વર્ષના દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. યાત્રામાં એક વાહન પર ડીજે વાગી રહ્યું હતું. આ સરઘસ દરગાહની સામેથી યુ-ટર્ન લઈ આગળ વધી રહ્યું હતું. દરગાહ પર હુમલો થયો કે જય શ્રી રામના નારા લાગ્યા હોવાનો દાવો પાયાવિહોણો છે.
અમે આ મામલે લુથરા શરીફ દરગાહ કમિટીના અધ્યક્ષ સૈયદ અકબર બક્ષી સાથે પણ વાત કરી હતી. તેમણે પણ મસ્જિદ/દરગાહ પર હુમલાના દાવાને તદ્દન પાયાવિહોણો બતાવ્યો છે. બક્ષીનું કહેવું છે કે આ જુલૂસ દરગાહની સામે નીકળી રહ્યું હતું અને કોઈએ તેનો વીડિયો બનાવીને ખોટો દાવા સાથે શેર કર્યો છે.
અહીંયા વાયરલ પોસ્ટની તપાસમાં સ્પષ્ટ થાય છે કે હિંદુ સંગઠનો દ્વારા છત્તીસગઢમાં મસ્જિદ પર હુમલા કરવામાં આવ્યો કે જય શ્રી રામના નારા લગાવ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
Result :- Misleading/Partly False
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044